ઇન્દ્રજાળ
ઇન્દ્રજાળ તમારા ઘરમાં આવશે, લાવશે શાંતિ ને ધનલક્ષ્મી…
ઈન્દ્રજાળ એક અમૂલ્ય વસ્તુ છે.
તેને પ્રાપ્ત કરવું દુર્લભ છે. આ એક સમુદ્રી વનસ્પતિ છે. તેનામાં પાંદડા નથી હોતા. ઈન્દ્રજાળનો મહિમા ડામરતંત્ર, વિશ્વસાર, રાવણસંહિતા વગેરે ગ્રંથોમાં પામવામાં આવ્યો છે.
તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવાથી સ્વચ્છ કપડામાં તેને વીંટીને પૂજા કરવાથી અનેક પ્રકારના લાભ મળે છે.
તેનામાં અનેક પ્રકારના ચમત્કારી ગુણો હોય છે.-જે ઘરમાં ઈન્દ્રજાળ હોય છે ત્યાં ભૂત પ્રેત, જાદુ- ટોણાં વગેરને પ્રભાવ નથી પડતો અને તેની પૂજા અને ઉપાસના કરવાથી ઘરમાં હંમેશા શાંતિ ટકી રહી છે.
ઘરમાં બરકત અને લક્ષ્મીની બચત થાય છે. તેની રોજ પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરવાથી તેની દૈવીશક્તિમાં વધારો થાય છે.
ઈન્દ્રજાળન નિત્ય પંચોપચાર પૂજા અને દર્શન કરવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે.
તેને પૂજા સ્થળ પર રાખવાથી કોઈ પણ પ્રકારની ખોટી નજરનો પ્રભાવ નથી પડતો.
તે લાકડી ભૂત પ્રેત સંબંધિત લોકો પરથી તેનો પ્રભાવ દૂર કરે છે.
તેની લાકડી ગળામાં પહેરવાથી દરેક પ્રકારની ગુપ્તશક્તિઓના સ્વરૂપ સાક્ષાત્કાર કરે છે.
ઈન્દ્રજાળના દર્શન માત્રથી અનેક બાધાઓ દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.