astrogujartilogo
ચંદ્ર-શનિનો વિષયોગ અને તેનું શાંતિ યજન બાર રાશિના જન્મલગ્ન નું ફળકથન

ચંદ્ર-શનિનો વિષયોગ અને તેનું શાંતિ યજન બાર રાશિના જન્મલગ્ન નું ફળકથન

જન્મકુંડલીમાં ચંદ્ર-શનિનો વિષયોગ તેનું અશુભ ફળ ઉત્પન્ન થતું હોય તો તેની શાંતિ કરાવવાથી અવશ્ય શુભફળની પ્રાપ્તિ જોવાય છે.

વિષયોગમાં અમૃત રહેલું છે.વિષને છૂટું પાડવાથી અમૃતની પ્રાપ્તિ થાય છે.

ચંદ્ર-શનિ વિષયોગની ઘણી બધી એવી કુંડળી છે જે અમૃત સમાન ફળ આપે છે.

મુખ્ય પ્રધાનો, યોગીઓ, રાજા-મહારાજાઓ, ફિલ્મ કલાકારો, ડોકટરો તેમજ અન્ય કરોડપતિ વ્યક્તિઓની જન્મકુંડળીમાં ચંદ્ર-શનિનો વિષયોગ જોઈ,

એકદમ ખરાબ બાબતોનું ફળકથન કરવાનું દુ:સાહસ કરવું નહીં અનર્થકારી ભવિષ્યકથન કરવા એકાએક કૂદી પડવું નહીં.

મેષ લગ્નની કુંડલીમાં સુખેશ લાભેશ ચંદ્ર-શનિ યોગ અઢળક ધન આપે છે.

વૃષભ લગ્નની કુંડલીમાં નવમ અને દશમ યોગકારક શનિનો ચંદ્ર સાથેનો સંયોગ ચંદ્ર-શનિ યોગ ધંધામાં સાહસ કરવાની પ્રેરણા આપે છે અને જાતકનો ભાગ્યોદય થાય છે.

મિથુન લગ્નની કુંડલીમાં ધનેશ,ભાગ્યેશ ચંદ્ર-શનિનો યોગ લક્ષ્મીયોગ બનાવે છે, પરંતુ ધનને સાચવવું તે જાતકના હાથમાં છે.

જો સાચવે નહીં તો પાછળથી આ યોગ પતન લાવે છે.

કર્ક લગ્નની કુંડલીમાં લગ્નેશ, અષ્ટેશ આરોગ્ય બાબતે શુભફળ આપતો નથી અને દશાંશ કષ્ટદાયક બને છે.

સિંહ અને કુંભ લગ્ન-કુંડલીમાં સષ્ઠેશ અને વ્યયેશ ચંદ્ર-શનિ વિપરીત રાજયોગનું ફળ આપે છે.

મીન અને કન્યા લગ્ન-કુંડલીમાં લાભેશ,પંચમેશનો ચંદ્ર-શનિ યોગ આકસ્મિક ધનલાભ કરાવે છે.

તુલા લગ્ન-કુંડલીમાં ચતુર્થેશ,પંચમેશ યોગકારક શનિનો દશમેશ ચંદ્ર સાથેનો સંબંધ અમાત્ય યોગ બનાવી સુંદરફળ આપે છે.

વૃશ્ચિક લગ્ન-કુંડલીમાં ચતુર્થેશ અને નવમેશ ચંદ્ર-શનિનો કેન્દ્ર ત્રિકોણ યોગ કરીને ભાગ્યોદય કરે છે.અમૃત સમાન ફળ આપે છે.

ધન લગ્ન-કુંડલીમાં અષ્ટમેશ અને ધનેશ યોગ ધન વ્યયનું ખરાબ ફળ આપે છે.સાહસમાં પીછેહઠ કરાવે છે.

મકર લગ્ન-કુંડલીમાં ચંદ્ર-શનિ યોગ પત્ની કે ભાગીદારીથી ધન-સંપત્તિનો યોગ સૂચવે છે પરંતુ ચંદ્ર વદી આઠમ થી સુદી આઠમ સુધીમાં જન્મ હોવો જોઈએ.

દરેક લગ્ન પ્રમાણે ચંદ્ર-શનિનો યોગ જોતાં આપણે જોઈ શકીએ છીએ કે કર્ક અને ધન લગ્ન માટે ચંદ્ર-શનિનો યોગ ખરાબ ફળ આપે છે.

ચંદ્ર-શનિ વિષયોગ એટલે કે તે સંપૂર્ણ વિષ કુંડલીમાં ઠાલવતા નથી પરંતુ કેટલાંક ચંદ્ર-શનિના વિષયોગમાં અમૃત સમાયેલું છે,

ચંદ્ર-શનિ વિષયોગની વિધિ અમે સશાસ્ત્રીય રીતે કરીએ છીએ તો વિધિ માટે અમારો સંપર્ક કરવો.

ચંદ્રેશ પી. ભટ્ટવલ્લભ વિદ્યાનગરમોબાઈલ નં. ૯૯૧૩૩૯૯૯૯૮.

www.astrogujarati.com