તાપત્ર વિનાશાય
માણસનો જન્મ થાય તે જન્મ સમયે તે બિલકુલ કોરી સ્લેટ જેવો હોય છે.
જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ગ્રહો ની અસર થાય છે .
દરેક ને પોતાની જન્મ કુંડલી પ્રમાણે ફળ મળે છે.
સુખ નું સાનિધ્ય હોય તો તમારી પાસે સહુ કોઈ આવે છે.
દુઃખનું સાનિધ્ય હોય તો આવે છે બધા પણ કોઈક મદદ કરે છે તો કોઈ નથી કરતુ.
પોતાની યસ કીર્તિ માટે માણસ દાન કરે છે પરંતુ સાચા અર્થ માં દાન પરિવાર માં કોઈ કરતુ નથી.
પરિવાર ના દુખી અને પારકા ને દાન આવું ગણું બધું બને છે.
સંત બનવા જંગલ માં સાધના કરવાની જરૂર નથી સત કર્મ કરવાની જરૂર છે અને પોતાના જે હોય તેમને મદદ કરવાની જરૂર છે.
યજ્ઞ કરવાથી જગત ને ચેતના મળે છે પરંતુ તે જોઈએ તે પ્રમાણે થતા નથી અને દાન પણ સાચી જગ્યાએ આપવાનું હોય તો આપતા નથી.
છેવટે માણસ નું મૃત્યુ થાય તો કોઈ પણ જીવ સાથે કઈ લઇ જતો નથી મૃત્યુ પછી દરેક જીવ સમાન બની જાય છે.
તો સાચા અર્થ માં ભગવાને કૈક આપ્યું હોય તો તેનો ઉપયોગ એવો કરો કે તમને જીવનભર યાદ રાખે અને તે ચિત્રગુપ્ત ના ચોપડે લખાય.
યજ્ઞની વિદ્યા એવી વિદ્યા છે જે અતિ પ્રાચીનકાળથી અમલમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ યજ્ઞનું જ ફળ ગણાય છે.
સૃષ્ટિની રચના પહેલા શક્તિ અર્જિત કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યું અને શક્તિ પ્રાપ્ત કરવામાં આવી.
યજ્ઞ, તપનું જ એક રુપ છે. વિશેષ સિદ્ધિઓ કે ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે.
ચાર વેદોમાંથી યજુર્વેદ યજ્ઞના મંત્રોથી ભરેલો વેદ છે.
આ સિવાય વેદ આધારિત અન્ય શાસ્ત્ર, બ્રાહ્મણ ગ્રંથો અને શ્રોત સૂત્રોમાં યજ્ઞ વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન છે.
વૈદકકાલિન કાર્યો અને વિધાનોમાં યજ્ઞ કાર્યને ધાર્મિક માનવામાં આવ્યું છે.