રક્ષાબંધન (બળેવ) – તા. ૧૫/૦૮/૨૦૧૯ ને ગુરુવાર

0
464

શ્રી શાલીવહન શકે ૧૯૪૧ વિકારી નામ સંવત્સર શ્રાવણ વદી શુક્લપક્ષ તારીખ ૧૪/૦૮/૨૦૧૯ ના રોજ શ્રાવણ સુદી ચૌદસ બુધવાર શ્રવણ નક્ષત્ર ના આધારે નાળીયેરી પુનમ આ દિવસે છે.

તથા તા. ૧૫/૦૮/૨૦૧૯ ને ગુરુવાર ના દિવસે શ્રવણનક્ષત્ર ૮:૦૧ મિનિટ સુધી છે.

જેથી રક્ષાબંધન (બળેવ) તા. ૧૫/૦૮/૨૦૧૯ ને ગુરુવાર ના રોજ ગણાશે.

જનોઈ બદલવા માટે પણ આ દિવસ છે. આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્રાની કોઈ છાયા નથી.

જેથી રાખડી બાંધવા માટે બહેનોને પરેશાની થશે નહી.

ચોધડીયા પ્રમાણે જોતા વહેલી સવારે ૬:૧૫ થી ૭:૫૪, ૧૧:૦૭ થી ૧૫:૫૭, સાંજના ૧૭:૩૪
થી ૧૯:૧૧,

અને જનોઈ બદલવા માટે સવારે ૧૧:૦૭ થી ૧૨:૪૪, અને વિજય મુહૂર્ત ૧૨:૧૮ થી ૧૨:૪૪, ના શુભ
મહુર્તો છે. જેમાં જનોઈ બદલવી અને રાખડી પણ બાંધી શકાય.

રક્ષાબંધનનો તહેવાર હિંદુઓમાં પ્રચલિત છે. પરંતુ બધા ધર્મના લોકો ઉત્સાહ પૂર્વક ભાવપૂર્વક આ તહેવારને મનાવે છે.

આ વિશેષ દિવસ ભાઈ-બહેનો માટે બનેલો છે. આ દિવસને ઐતિહાસિક દિવસ પણ ગણવામાં આવે છે. તેનું કારણ ધાર્મિક મહત્વતા છે.

વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર હર્ષ-ઉલ્લાસથી મનાવાય છે. લગભગ જુલાઈ-ઓગસ્ટ માં પૂર્ણિમાના દિવસેઆ તહેવાર મનાવવામાં આવે છે.

ભાઈનું બહેન પ્રત્યે પ્રેમ અને બહેનનું ભાઈ પ્રત્યેનો પ્રેમ તે આ રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધીને પૂર્ણ કરે છે.

અને તે આપણે જોઈએ છીએ. કપાળમાં ચાંલ્લો કરે છે.બહેન-ભાઈ ની રક્ષાનો સંકલ્પ કરે છે.

રક્ષાની દ્રષ્ટી એ જોતાં બહેન ભાઈની રક્ષા તો કરે છે. અને ભાઈ બહેનની રક્ષા કરે છે.

પણ સાથે સાથે આ તહેવાર એવું સમજાવે છે કે ધર્મની પણ રક્ષા કરવી જોઈએ. પર્યાવરણની પણ રક્ષા કરવી જોઈએ ત્યારે તેનું મહત્વ પૂર્ણ થાય છે.

રક્ષાબંધનનો આ તહેવાર વામન અવતાર નામક પૌરાણિક કથામાં તેનો પ્રસંગ જોવાય છે.

પ્રસંગ એવો છે કે રાજા બલિ એ યજ્ઞ સંપન્ન કર્યું અને સ્વર્ગ ઉપર અધિકાર કરવા માટેનો પ્રયત્ન કર્યો.

ત્યારે દેવરાજ ઇન્દ્રએ વિષ્ણુભગવાન ને પ્રાર્થના કરી ત્યારે વિષ્ણુભગવાને વામનસ્વરૂપ ધારણ કર્યું.

વામન એટલે બટુક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી બલિ રાજા પાસે ભિક્ષા માંગવા માટે પહોંચી ગયા.

તે સમયે બલિ રાજાએ કહ્યું તમારે શું દાન જોઈએ છે.

ત્યારે કહ્યું મારે ભૂમિનું દાન જોઈએ છે. હું જેટલી ભૂમિ મારા પગથી માપું તેટલી ભૂમિ મને આપવાની. રાજા બલિ એ કહ્યું કઈ વાંધો નહી હું આપવા માટે તૈયાર છું.

આ સમયે બલિરાજા ના ગુરુએ ના પાડી તે છતાં બલિ રાજા આપવા માટે તૈયાર થયા, ભગવાનનું વામન સ્વરૂપ તે વિશાળ બન્યું બે પગલાંમાં ભૂમિ ત્રીજા પગલાંમાં આકાશ પાતાળ ધરતી બધું લઇ લીધું તે છતાં કોઈ જગ્યા બાકી રહી નહી.

ત્યારે બલિ રાજાએ પોતાનું મસ્તક નમાવીને કહ્યું કે પ્રભુ મારા આ મસ્તક પર પગ મુકો.

આ પ્રમાણે થયું ત્યારે બલિ રાજા એ વિષ્ણુભગવાન પાસે માગ્યું કે તમારે મારી સન્મુખ રહેવાનું ભગવાને વચન આપી દીધું ત્યાં તો લક્ષ્મીજી ચિંતા માં પડી ગયા.

લક્ષ્મીજી એ નારદજીનો સહારો લીધો. નારદજીએ તેમને સલાહ આપી કે તમે બલિરાજાને રક્ષા સૂત્ર બાંધી અને ભાઈ બનાવો.

જયારે તમે આ રક્ષાસૂત્ર બાંધશો ત્યારે બલિરાજા તમને કહેશે કે બેન તમારે શું જોઈએ છે તો તે વખત ભગવાન વિષ્ણુને તમે પાછા લાવવા માટે નું કહેશો કે મારે એટલું જોઈએ છે કે વિષ્ણુ ભગવાન મારી સાથે રહે.

લક્ષ્મીજી વિષ્ણુભગવાનને લઈને પધારે છે. આ દિવસ શ્રાવણ મહિનાની પૂનમનો હતો તેથી અને ત્યારથી આ ઉત્સવ ઉજવાય છે.

ઇતિહાસમાં પણ ધણા બધા ઉલ્લેખો મળે છે.

મેવાડની મહારાણી કર્માવતી રાજા હુમાયુંને રાખડી બાંધી રક્ષાની યાચના કરી હુમાયુંએ તેનું પાલન પણ કર્યું.

સિકંદરના પત્ની હિંદુ શત્રુ પુરુ ને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા. અને તે પુરુ એ સિકંદરને જીવનદાન આપ્યું હતું.

મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે.

ભગવાન કૃષ્ણ એ પૂછ્યું કે બધા સંકટો દુર કરવા માટે શું કરવું ત્યારે કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર મનાવો તેવું કહ્યું.

શિશુપાલના વધ સમયે ભગવાન કૃષ્ણ ની તર્જની આંગળીમાં ચોટ લાગી તે લોહીને બંધ કરવા દ્રોપદીએ પોતાના પરિધાન કરેલા વસ્ત્રમાંથી એક ચીંદરડી ફાડી તેની આંગળી ઉપર બાંધી.

આ દિવસ પણ શ્રાવણ મહિનાની પુનમનો હતો. તેવી જ રીતે દ્રોપદીના ચિર ભગવાને પૂર્યા તે સમયે પણ આ જ હતો.

રક્ષાબંધન એક એવો પર્વ છે. જેમાં ભાવના અને સંવેદના બંને છુપાયેલું છે.

વર્તમાન સમય માં ભાઈ અને બહેન નો પ્રેમ સદાય ને માટે ઝળહળતો રહે એ જ પ્રભુના ચરણોમાં મારી પ્રાર્થના.

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें