
વાસ્તુશાસ્ત્રભાગ-૩
જે ભૂમિ ઉપર વૃક્ષ, ઘાસ, ખેતીવાડી થતી હોય તે ભૂમિ જીવિત છે, જે ભૂમિ ઉપર કાંટાવાળા ઝાડ, ઉબડ-ખુબડ જગ્યા, ઉંદરોને રહેવાના દર આ ભૂમિ મૃત ભૂમિ છે, સારી ભૂમિ સુખ આપે છે, મૃત ભૂમિ દુઃખ આપે છે, હવે તમે વાસ્તુ પ્રમાણે મકાન બનાવ્યું હોય પરંતુ ભૂમિનો દોષ હોય તો તે તેના ભાગ ભજવે છે, અને તમને મનમાં એવું થાય છે, કે મેં મકાન બનાવ્યું વાસ્તુ પ્રમાણે પરંતુ તે છતાં મને પ્રોબ્લેમ શાથી છે?,
તો તેનું કારણ ભૂમિ છે, જે ભૂમિમાં ઉંદર, બિલાડીના દરો હોય તે ભૂમિ હંમેશા ધનનો નાશ કરે છે, ફાટેલી ભૂમિ ઉપર મકાન બનાવવાથી મૃત્યુ તુલ્ય પીડા થઇ શકે છે,
શૈલ્ય દોષ વાળી ભૂમિ ઉપર હંમેશા કકરાટ રહ્યા કરે છે(શૈલ્યદોષ એટલે હાડકા જે દબાયેલા હોય તેવી જગ્યા),
ઉંચી-નીચી ભૂમિ શત્રુઓનો વધારો કરે છે, ખાડાવાળી ભૂમિ સર્વ કાર્યમાં વિધ્ન કરે છે,
વાંકી-ટેઢી ભૂમિ બંધુઓનો નાશ કરે છે,
જે દુર્ગંધ યુક્ત ભૂમિ છે તે સંતાનોને આરોગ્ય સુખાકારીની તકલીફ કરે છે,
જળના ઉપર અને મંદિરના ઉપર રહેવા માટેનું ઘર બનાવવું નહી,
ભૂમિમાં રંગ પ્રમાણે જોતા સફેદ વર્ણની ભૂમિ બ્રાહ્મણો માટે છે, લાલ વર્ણની ભૂમિ ક્ષત્રીય માટે છે, પીડા વર્ણની ભૂમિ વૈશ્ય માટે અને કાળા વર્ણની ભૂમિ શુદ્ર માટે હંમેશા આ ભૂમિ શુભ હોય છે, તે પ્રમાણે બ્રાહ્મણો માટે ઘીની સુગંધીવાળી ભૂમિ, ક્ષત્રીયને માટે પુષ્પની સુગંધવાળી, વૈશ્યને માટે અન્નની સુગંધવાળી અને શુદ્રના માટે મધ્ય સુગંધવાળી ભૂમિ શુભ છે.
માટીનો સ્વાદ બ્રાહ્મણ માટે મીઠા સ્વાદવાળી, ક્ષત્રીયને માટે કસૈલા સ્વાદવાળી, વૈશ્યને માટે ખાટા સ્વાદવાળી અને શુદ્રને માટે કડવા સ્વાદવાળી માટી શુભ છે, આમ મીઠા સ્વાદવાળી ભૂમિ બધા જ વર્ણો માટે શુભ છે, સ્વાદ જોવા માટે ભૂમિ ઉપરથી થોડી માટી લઇ તાંબાના પાત્રમાં પાણી ભરી તે માટી તેમાં નાખી દેવી એક રાત્રી પછી બીજે દિવસે સવારે તેનો સ્વાદ રાખવો તેનાથી તમને તમારી માટી કેવી છે તે તમને ખબર પડશે.