astrogujartilogo
vastu shastra bhag 4

વાસ્તુશાસ્ત્રભાગ-૪

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોતા હંમેશા ઘરનું આંગણું ચોખ્ખું રાખવુ, ગોબરથી લીપવું, ગૌમુત્ર, ગંગાજળ છાંટવું, જયારે પણ મકાન બનાવવાનું હોય.

એક દિવસ અને એક રાત્રી ગાયોના ટોળાને ત્યા બેસાડવાનું જેથી તે ભૂમિ હંમેશા શુભ ફળ આપે છે.

પૂર્વ દિશા તરફ ભૂમિને ઉંચી રાખવી નહી, તે ઉંચી રાખવાથી ધન સબંધી હંમેશા ચિંતા રહ્યા કરે છે,

અગ્નિ ખૂણામાં ભૂમિ ઉંચી રાખવી તે હંમેશા ધન આપવાવાળી છે,

દક્ષિણ દિશા તરફ ઉંચી ભૂમિ રાખવી જે તમારી બધી કામનાઓ પૂર્ણ કરવાવાળી છે, શરીરને નીરોગી રાખવાવાળી છે,

નૈઋત્યમાં ઉંચી ભૂમિ ધન આપવાવાળી છે, પશ્ચિમમાં ઉંચી ભૂમિ પુત્રપ્રદ તથા ધન-ધાન્યની વૃદ્ધિ કરવાવાળી છે,

વાયવ્યમાં ઉંચી ભૂમિ શુભ છે,

ઉત્તર બાજુ ભૂમિ ઉંચી રાખવી નહી, જે પુત્ર અને ધન બંનેના માટે મુશ્કેલી મુકનાર છે, ઈશાનમાં ઉંચી ભૂમિ મહા કલેશકારી છે, પૂર્વમાં નીચી ભૂમિ સુખદાયી છે,

ધનની વૃદ્ધિ કરવા વાળી છે અને અગ્નિમાં નીચી ભૂમિ ધનનો નાશ કરવા વાળી છે, અગ્નિનો ભય આપવાવાળી છે,

દક્ષિણમાં નીચી ભૂમિ અનેક રીતે દોષદાયક છે, નૈઋત્યમાં નીચી ભૂમિ ભયદાયક-રોગદાયક અને ચોરનો ભય કરવાવાળી છે,

પશ્ચિમમાં નીચી ભૂમિ ધનનાશક છે, ધાન્ય નાશક છે, કીર્તિ નાશક છે, શોક દાયક છે, કલહ કારક છે. 

વાયવ્યમાં નીચી ભૂમિ પરદેશમાં વાસ કરવાવાળી છે, ઉદ્વેગકારક છે,

ઉત્તરમાં નીચી ભૂમિ ધન-ધાન્યની વૃદ્ધી કરવાવાળી છે, વંશ વૃદ્ધિ વધારનારી છે, પુત્રદાયક છે,

ઈશાનમાં નીચી ભૂમિ વિદ્યા આપનારી છે, ધન આપનારી છે, નાણાનો સંચય કરાવનારી છે અને સુખદાયક છે,

મકાનના મધ્યભાગમાં નીચી ભૂમિ રોગપ્રદ તથા સર્વ પ્રકારે મુશ્કેલી આપનારી છે,

પૂર્વ-અગ્નિના મધ્યમાં ઉંચી ભૂમિ અને પશ્ચિમ-વાયવ્યના મધ્યમાં નીચી ભૂમિ સુખ આપનારી છે,

દક્ષિણ-અગ્નિના મધ્યમાં ઉંચી અને ઉત્તર-વાયવ્યના મધ્યમાં નીચી ભૂમિ શુભ છે,

ઉત્તર-ઈશાનના મધ્યમાં અને નૈઋત્ય-દક્ષીણના મધ્યમાં ઉંચી ભૂમિ ફૂલની વૃદ્ધિ કરનારી છે, પૂર્વ-ઈશાનમાં નીચી, પશ્ચિમ-નૈઋત્યમાં ઉંચી ભૂમિ દ્વિજ માટે શ્રેષ્ઠ છે,

પૂર્વ-અગ્નિની મધ્યમાં નીચી, વાયવ્ય-પશ્ચિમની મધ્યમાં ઊંચીઆભૂમિ વેર કરવાવાળી છે,

દક્ષિણ-અગ્નિના મધ્યમાં નીચી, ઉત્તર-વાયવ્યના મધ્યમાં ઉંચી ભૂમિ આરોગ્ય સુખાકારી સારી રાખતી નથી,

દક્ષિણ-નૈઋત્યના મધ્યમાં નીચી, ઉત્તર-મધ્યમાં ઉંચી ભૂમી પાપોના નાશ કરવાવાળી છે,

પૂર્વ-ઈશાનની વચ્ચેની ભૂમિ ઉંચી, પશ્ચિમ-નૈઋત્યના મધ્યભાગની નીચી ભૂમિ હંમેશા મુશ્કેલીવાળી હોય છે,

અગ્નિમાં નીચી, નૈઋત્ય-ઇશાન તથા વાયવ્યમાં ઉંચી ભૂમિ હંમેશા દુઃખદાયક છે,

ઇશાન-અગ્નિ અને પશ્ચિમમાં ઉંચી, નૈઋત્યમાં નીચી ભૂમિ હંમેશા જાતકોને દરિદ્ર રાખે છે,

નૈઋત્ય-અગ્નિ અને ઈશાનમાં ઉંચી તથા પૂર્વ-વાયવ્યમાં નીચી ભૂમિ આ ભૂમિમાં નિવાસ કરવો નહી,

અગ્નિમાં ઉંચી, નૈઋત્ય-ઇશાન અને વાયવ્યમાં નીચી ભૂમિ આ શુભ છે.