
વાસ્તુશાસ્ત્રભાગ–૯
ઘરની નજીક કેવા વ્રુક્ષ હોવા જોઈએ.
અશોક, પુન્નાંગ, મૌલશીરી, સમડી, ચંપો, અર્જુન, કેતકી, ચમેલી, પાટલ, નાગકેશર, અડહુલ, મહુડો આ વ્રુક્ષો ઘરની પાસે શુભ છે.
કેવા વ્રુક્ષો અશુભછે?
પાકર, ગુલર, આંબો, લીમડો, બહેડા, પીપળો, આંબલી, કદમ, કેળા, લીંબી, દાડમ, ખજુર વિગેરે અશુભ જોવાય છે.
તમારી આજુ બાજુ આવા વ્રુક્ષો હોય તો તે અશુભ છે. એ બરાબર છે પરંતુ તેને કાળવા જોઈએ નહિ.
અગિયારસ, પૂનમ અને તેરસના દિવસે તે વૃક્ષોનુ યથા શક્તિ પૂજન કરવું જેથી અશુભ ફળમાં ઘણી બધી રાહત જોવાય છે.
તમારા મકાનમાં કઈ દિશામાં કયું વ્રુક્ષ શુભ-અશુભ ફળ આપશે?
કેટલાક વ્રુક્ષો એવા છે જે દિશા વિશેષ હોય છે. તમારા ઘરની પૂર્વમાં પીપળો સારો કહેવાય નહિ.
પરંતુ વડ હોય તો તમારી કામનાની પૂર્તિ કરનારો બને.
અગ્નિ ખૂણામાં વડ અને પીપળો અશુભ ગણાય. પરંતુ દાડમનું વૃક્ષ અગ્નિ ખૂણામાં શુભફળ આપનારું છે.
દક્ષિણ દિશામાં પાકર વૃક્ષ પરાજય આપનારું છે. પરંતુ ગુલરનું વ્રુક્ષ શુભફળ આપનારું છે.
નૈઋત્ય ખૂણામાં આંબલી શુભફળ આપનારી છે. દક્ષિણના નૈઋત્યમાં જાંબુડાનું તથા કદમનું ઝાડ શુભફળ આપનારું છે.
ઘરના પશ્ચિમ ભાગ માં વડરાજ પીડા કરાવનાર છે. પરંતુ પીપળ શુભ છે. વાયવ્ય માં બીલી નું વૃક્ષ શુભ છે. ઉતરમાં પાકરનું વૃક્ષ શુભ છે. ઇશાન ખૂણામાં આંબળાનું વૃક્ષ શુભ છે.
બોરડી, કેળા તથા લીંબી ઉગતાની સાથે કાળી નાખવું જોઈએ.
તે ઘરમાં વૃદ્ધિ થતી નથી. સંતાન બાબતની પણ તકલીફ થાય છે. પીપળ, કદમ, કેળા, લીંબી અને બીજોરું આ વૃક્ષો પણ કલ્યાણકારી નથી.
આ બધી વસ્તુઓ ઘરની આજુબાજુ હોય કે ના હોય પરતું મુખ્ય તુલસીનું વૃક્ષ ઘરમાં જરૂર હોવું જોઈએ.
તુલસીના વૃક્ષથી તેના દર્શન કરવાથી ધનપુત્રની પ્રાપ્તિ થાય છે. પ્રભુની ભક્તિ કરવા માટે પ્રેરણાઓ જાગેછે.
વહેલા સવારે પ્રાત:કાળે ઉઠીને તુલસીના દર્શન કરવાથી સુવર્ણના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. (બ્રહ્મવૈવર્તપુરણ)
તમારા ઘરમાં દક્ષિણ દિશામાં કદાપી પણ તુલસીના વૃક્ષને રોપવું જોઈએ નહી. જો દક્ષિણ દિશા માં તમે કરો તો યમની યાતના ભોગવવી પડે છે. (ભવિષ્યપુરાણ)(મ.૧)
જે ભૂમિ ઉપર વાસ્તુ થયું હોય તે ભૂમિ ઉપર નીચેના વૃક્ષો કદાપી લગાવવા નહી.
માલવી, મલ્લિકા, મોચા(કપાસ), આંબલી, શ્વેતા(વિષ્ણુક્રાંતા) અને અપરાજિતા.
વાસ્તુ ભૂમિ ઉપર લગાવવા નહિ. આ લગાવવાથી શસ્ત્ર દ્વારા ઈજા થાય.
બગીચો કઈ દિશામાં બનાવવો?
ઘરની પૂર્વ-ઉતર-પશ્ચિમ અને ઇશાન ખૂણામાં બગીચો બનાવાય છે. અગ્નિ-દક્ષિણ-નૈઋત્ય અને વાયવ્યમાં બગીચો બનાવવો નહિ.
બગીચાને વાટિક કહેવામાં આવે છે. આપણા ઘરની આજુબાજુ અશુભ વૃક્ષ હોય તો તે વૃક્ષને કાપવાનું નથી.
પણ ઉપર બતાવેલ મુજબ જે વૃક્ષો શુભ છે તે વૃક્ષ તેની સાથે લગાવી દેવું તે ઉત્તમ છે. દિવસના બીજા અને ત્રીજા પ્રહરમાં વૃક્ષની છાયા મકાન ઉપર પડે તો દુઃખ આપનારી છે.(સૂર્યોદય થી લઈને ૩ કલાકનો એક પ્રહર થાય છે.)
ઘર ઉપર બીજા અને ત્રીજા પ્રહરની મંદિરની ધજાની છાયા પડે તે પણ દુઃખકારક છે.