astrogujartilogo
vastu shastra bhag

વાસ્તુશાસ્ત્ર ભાગ:૧૪

ભગવાનને જે દીવો કરો તેનું મુખ કઈ બાજુ રાખવું?

ઘરની રૂમોમાં કઈ કઈ દિશા માં ટ્યુબલાઈટ મુકવી?

દિવાને પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યની વુદ્ધી થાય છે. તે પ્રમાણે પૂર્વની દિવાલ બાજુ મૂકી શકાય.

ઉત્તર દિશામાં રાખવાથી ધનથી પ્રાપ્તિ થાય.

પશ્ચિમ દિશામાં ટ્યુબલાઈટ રાખવી નહિ જે દુઃખ પ્રાપ્ત કરનાર છે.

દક્ષિણ દિશામાં પણ શુભ નથી. પોતાના આંગણામાં ખાડો રાખવો નહિ. પશ્ચિમ દિશામાં બે દરવાજા દુઃખ આપનારા છે.

દુકાન તથા ઓફિસમાં કઈ દિશામાં બેસવું ઉત્તમ છે?

દુકાન, ઓફીસ, ફેક્ટરી વિગેરે જગ્યા ઉપર બેસવા માટે એક વાસ્તુ પ્રમાણે જગ્યા હોવી જરૂરી છે. પૂર્વ બાજુ મુખ રહે તે પ્રમાણે દુકાનમાં બેસવું ઉત્તમ છે. નીતિથી વેપાર કરવાનું મન થાય. આવેલ લક્ષ્મી ટકે, લાભ મળે તેજ પ્રમાણે ઉત્તર બાજુનું મુખ રહે તે પણ એક યોગ સારો જોવાય.

ધનની આવક વધે. ઉત્તરમાં ધન રાખો તે પણ શુભ છે. દુકાનમાં મુખ્ય વાયવ્ય દિશામાં માલ મુકેલો હોય તો વહેલો વેચાય.

દુકાનનું મુખ પણ વાયવ્યમાં હોય તો સારું. ઈશાનમાં પતિ-પત્નીએ સયન કરવું નહિ કોઈ મોટી ગંભીર બીમારી થઇ શકે.

પૂજા-પાઠ-ધ્યાન-વિદ્યા અધ્યન આ બધુ શુભકાર્ય પૂર્વ અથવા ઉત્તર દિશા બાજુ મુખ રાખી કરવું લાભદાયી છે.

નૃત્યશાળા, પૂર્વ-પશ્ચિમ–વાયવ્ય અને અગ્નિ દિશામાં કરવી જોઈએ.

ઘરના નૈઋત્ય ભાગમાં ભાડુ આ તને રાખવો નહિ. (પશ્ચિમ-દક્ષિણવચ્ચેનોખૂણો) નહિ તો તે સ્થાયીથઇ જાય છે. કામ કરવાવાળાની રૂમ અગ્નિખૂણા માં કરવી જોઈએ.

વાસ્તુ દિગ્દર્શન કોઠો આ પેલો છે તે જોઈ લેવો.