
વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૨
ઘરનીઅંદરજળનુંસ્થાન(પાણી) કઈજગ્યાઉપરહોવુંજોઈએતેવાસ્તુપ્રમાણેઆપણેજોઇએ:
પૂર્વ દિશામાં પાણીની ટાંકી હોય કે બોર કરેલો હોય તે શુભ માનવામાં આવે છે.
પરંતુ પૂર્વનો મધ્ય ભાગ અને ઉત્તરનો મધ્ય ભાગ આ બંને વચ્ચે જે જગ્યા હોય તેમાં જળનું સ્થાન ઉત્તમ ગણાય છે.
અગ્નિ દિશામાં-દક્ષિણ દિશામાં-નૈઋત્ય દિશામાં પનીમો સ્તોત્ર નીચેના ભાગમાં રાખવો તે યોગ્ય નથી.
પશ્ચિમ દિશા તરફ જો પાણીનું સ્તોત્ર રાખવુ હોય તો પશ્ચિમ ભાગની નૈઋત્ય અને વાયવ્ય બંને જગ્યા ઉપર દોરી મુકીને તેનું માપ લેવુ.
તેના ત્રણ ભાગ કરવા. જેમા વચ્ચેનો પશ્ચિમ દિશાનો ભાગ બોર માટે સારો જોવાય છે.
નૈઋત્ય અને વાયવ્યમાં જળ સ્તોત્ર રાખવો નહી. ઉત્તર-ઇશાન અને પૂર્વ જેમા ભૂમિગત ટ્યુબવેલ, ટાંકી, કુવો વિગેરે શુભ જોવાય છે.
ટૂંકમાં ઇશાન અને વાયવ્યનો મધ્ય ભાગ, પૂર્વ અને ઇશાનનો મધ્ય ભાગ વધારે ઉત્તમ છે.
ઘરના મુખ્ય દ્વારની સામે આવે નહી તે પ્રમાણે કરવુ વધારે શ્રેષ્ઠ છે.