
વાસ્તુશાસ્ત્ર ભાગ-૧૩
ચાર દિશાથી કેવી રીતે લાભ થાય, તે વાસ્તુ થી જોઈએ.
પૂર્વમાં સ્નાનાગૃહ હોવાથી લાભ થાય.
અગ્નિ ખૂણામાં રસોડું હોવાથી લાભ થાય.
દક્ષિણમાં શયન કક્ષ હોવાથી લાભ થાય.
નૈઋત્યમાં શસ્ત્રો મુકવા તેમજ વસ્ત્ર મુકવાથી લાભ થાય. વધારાની ગૃહ સામગ્રી રાખવી. શૌચાલય, મોટા ભાઈ અથવા પિતાનો રૂમ બનાવવો તે શુભ છે.
રસોઈ ઘરમાં રસોઈ બનાવવી પરંતુ ભોજન માટે પશ્ચિમ દિશા પસંદ કરવી તે શુભ છે.
વાયવ્ય ખૂણામાં અન્નનો ભંડાર રાખવો તેમજ પશુઓને બાંધવાની જગ્યા અને શૌચાલય આ શુભ છે.
ઉત્તરમાં દેવ ગૃહ, ભંડાર, જળનું સ્થાન, ધન સંગ્રહનું સ્થાન શુભ છે.
ઈશાનમાં પુજા ગૃહ, જળ રાખવાનું સ્થાન છે.
પૂર્વ અને અગ્નિમાં વલોણું વિગેરે કાર્ય કરવાનું સ્થાન છે.
અગ્નિ ખૂણો અને દક્ષિણ ખૂણાની વચ્ચે હંમેશા ઘી રાખવુ.
નૈઋત્ય અને પશ્ચિમમાં વિદ્યાભ્યાસ કરવો શુભ છે.
પશ્ચિમ અને વાયવ્યમાં રોદન ગૃહ શુભ છે.
વાયવ્ય અને ઉત્તરમાં રતિ ગૃહ.
ઉત્તર અને ઈશાનમાં ઔષધી રાખવા તથા દવાઓ રાખવી. ચિકિત્સા કરવી.
ઇશાન અને પૂર્વમાં શુભ વસ્તુઓ સંગ્રહ કરવાનું સ્થાન છે.
વધારે ભારે સામાન નૈઋત્ય ખૂણામાં રાખવા શુભ છે. બાકીના ખૂણાઓમાં વધારે વજન રાખવુ નહી.