
વાસ્તુશાસ્ત્ર ભાગ-૧
વાસ્તુ શબ્દ નો અર્થ નિવાસ થાય છે, જે ભૂમિ ઉપર નિવાસ કરો તે જગ્યાને વસ્તુ તરીકે ઓળખવા મા આવે છે.
થોડા વર્ષો થી આપણા સમાજમાં વાસ્તુવિદ્યા તરફ આપણે ધ્યાન આપીએ છીએ.
પ્રાચીનકાળ માં ૬૪ પ્રકારની કળાઓ ની વિદ્યા વિદ્યાર્થી પ્રાપ્ત કરતા હતા.
જેમા વાસ્તુવિદ્યા પણ હતી.વાસ્તુવિદ્યા માટે ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ આપણ ને યાદ છે, અને તે સિવાય ઈતિહાસ પુરાણરૂપ પાંચમો વેદ છે.
વેદોના વેદ વ્યાકરણ, શ્રાદ્ધકલ્પ, ગણિત, ઉત્પાતજ્ઞાન, નિધિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નીતિ, દેવવિદ્યા,
બ્રહ્મવિદ્યા, ભૂતવિદ્યા, ક્ષત્રવિદ્યા, નક્ષત્રવિદ્યા, સર્પવિદ્યા અને દેવજનવિદ્યા આ બધાને જાણીએ છીએ.
પરંતુ આજકાલ આ બધી વિદ્યાઓ લુપ્ત થવા લાગીછે, આ બધી વિદ્યાને જાણવા વાળા ઓછા થઇ ગયાછે,
રામાયણની અંદર એવું લખ્યું છે કે સમસ્ત સંગ્રહોનો અંતમાં વિનાશ થાય છે.
લૌકિક ઉન્નતિ નો સંયોગ, પતન અને વિયોગ છે, જીવનનો અંત મરણ છે, લોકોનું એવું માનવું છે કે બહુ પહેલાપાષાણયુગ હતો.
માણસો જંગલમાં રહેતા હતા, ત્યાંથી જે ધીરે-ધીરે વિકાસ થતા-થતા અત્યારે માણસ વૈજ્ઞાનિક ઉન્નતિમાં આ યુગ આવી ગયો છે.
પરંતુ વાસ્તવિક રીતે જોતા આ વૈજ્ઞાનિક ઉન્નતી કેટલી વખત શિખર ઉપર પહોચી અને નષ્ટ થઇ ગઈ છે.
પાષાણયુગ કેટલીય વખત આવી ગયો છે.હવે પછી આગળ પણ આવશે, આ સૃષ્ટિનું ચક્ર છે.
આ ચક્રમાં સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ ચાર યુગ દિવસ-રાત્રી પ્રમાણે વખતે-વખતે આવે છે અને જતા રહે છે,
સમય-સમય ને લઈને વિદ્યાઓ લુપ્ત થઇ જાય છે અને પ્રગટ પણ થઇ જાય છે.