
વાસ્તુશાસ્ત્ર લેખ ભાગ-૧૦
આગળ વાસ્તુચક્રનું કોષ્ટક આપેલું છે. તેમાં તે દેવના નામ પણ લખેલા છે. હવે જે તમારું મુખ્ય દ્વાર હોય તે કયા દેવના અંદરમાં છે તેના દેવ ઉપરથી નક્કી થાય છે અને તેનું ફળ નક્કી થાય છે.એવું નથી હોતું કે પૂર્વ દિશાનું ઘર કે દ્વાર હંમેશા શુભફળ આપે. ઘણીબધી બાબતો જોવાય છે.
- પૂર્વ દિશા તરફ:
૧) શીખી –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર બનાવવાથી નાના પ્રકારની હાની થાય.
૨) પરજન્ય –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી કન્યાઓની વૃદ્ધિ થાય.
૩) જયંત –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી ધનની પ્રાપ્તિ થાય.
૪) ઇન્દ્ર –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર સન્માનની પ્રાપ્તિ કરાવનાર છે. રાજકીય ક્ષેત્રમાં આગળ વધારનાર છે.
૫) સૂર્ય –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી ધનની પ્રાપ્તિ થાય છે.(ક્રોધ પણ રહે છે)
૬) સત્ય –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી વાણી ઉપર સંયમ રહેતો નથી.
૭) ભ્રૂશ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી સંતાન વિષયક ચિંતા રહે.
૮) અંતરિક્ષ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી ચોરીનો ભય રહે.
- દક્ષિણ દિશા તરફ:
૯)અનિલ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોય તો સંતાનને પીડા જોવાય.
૧૦) પૂષા –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી દાસત્વને સ્વીકારવું પડે. બંધન યોગ બને.
૧૧) વિતથ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી ભય રહ્યા કરે.
૧૨) બૃહત્ક્ષત–આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી ધનની પ્રાપ્તિ, પુત્રની પ્રાપ્તિ થાય છે.
૧૩) યમ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી ધનની વૃદ્ધિ થાય છે.(પરંતુ મત-મતાંતરથી આ જગ્યા ઉપર દ્વાર બનાવવું યોગ્ય ગણાતું નથી.)
૧૪) ગંધર્વ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી નિર્ભયતા અને યશની પ્રાપ્તિ થાય છે.
૧૫) બૃંગરાજ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી ચોરનો ભય અને વ્યાધિ રહે છે.
૧૬) મૃઘ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી બળનો નાશ થાય છે. રોગ-ભય રહે છે.
- પશ્ચિમ દિશા તરફ:
૧૭) પિતા –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી શત્રુની વૃદ્ધિ થાય છે.
૧૮) દુવારીકા –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી સ્ત્રી દુઃખ અને શત્રુની વૃદ્ધિ થાય છે.
૧૯) શુગ્રીવ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વાર હોવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
૨૦) પુષ્પદંત –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારહોવાથી પુત્ર તથા ધનની પ્રાપ્તિ થાય છે.
૨૧) વરુણ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે.
૨૨) અસુર–આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી રાજભય રહે છે.
૨૩) શોષ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી ધનની તકલીફ અને દુઃખની પ્રાપ્તિ થાય છે.
૨૪) પાપયક્ષ્મા –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી આરોગ્યમાં તકલીફ થાય છે.
- ઉત્તર દિશા તરફ:
૨૫) રોગ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથી શત્રુવૃદ્ધિ, બંધન, સ્ત્રીહાની, નિર્ધનતા થાય છે.
૨૬) નાગ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવો શુભ નથી.
૨૭) મુખ્ય –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવો પણ શુભ નથી.
૨૮) ભલ્લાટ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથીધન-ધાન્યની વૃદ્ધિ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
૨૯) સોમ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથીપુત્ર પ્રાપ્તિ, ધન અને સુખની પ્રાપ્તિ.
૩૦) ભુજંગ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથીપુત્રની સાથે શત્રુતા થાય છે.
૩૧) અદિતિ –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથીસ્ત્રીઓને માટે તકલીફ જોવાય છે.
૩૨) દિતી –આ સ્થાન ઉપર મુખ્ય દ્વારબનાવવાથીરોગ-દુઃખ-વિધ્ન-બાધા આવે છે.
- વધારે શુભ કયું સ્થાન છે? તે નીચે મુજબ બતાવેલું છે.
શુક્ર નીતિ પ્રમાણે મકાનની લંબાઈના આઠ ભાગ કરી વચ્ચેના બે ભાગમાં દ્વાર બનાવો તો ધન સુખ, પુત્ર સુખ આપે છે.(શુક્ર નીતિ-૧/૨૩૧)
ઘરની લંબાઈના નવ ભાગ કરી પૂર્વ દિશામાં જમણી બાજુથી ત્રણ ભાગ, દક્ષિણ દિશામાં છઠ્ઠો ભાગ, પશ્ચિમ દિશામાં પાંચમો ભાગ, ઉત્તર દિશામાં પાંચમો ભાગ દ્વાર બનાવવો શુભ છે.(મુહૂર્ત માર્તંડ૬/૧૭).
ઉત્સંગ દ્વાર એક દિશામાં હોય એટલે કે ઘરના બહારનો પ્રવેશ તેનું દ્વાર સન્મુખ હોય તો તેને ઉત્સંગ દ્વાર કહે છે. આ દ્વાર સૌભાગ્યની વૃદ્ધિ આપનારું છે. વિજય આપનારું છે, ધન-ધાન્યની વૃદ્ધિ કરનારું છે.
સવ્ય દ્વાર બહારથી દ્વારનો પ્રવેશ જે કરવાનો હોય તે પછી અંદરનું દ્વાર જમણી તરફ હોય તો સવ્ય દ્વાર કહેવામાં આવે છે(ઘરની અંદર પ્રવેશ કરતા તમારા જમણા હાથની બાજુમાં મુખ્ય દ્વાર હોય તો સવ્ય દ્વાર કહેવાય). આ દ્વાર સુખ, ધન-ધાન્ય વૃદ્ધિ, પુત્ર-પૌત્રની વૃદ્ધિ કરનારું છે. તે પ્રમાણે ડાબી બાજુ હોય તો અપસવ્ય દ્વાર કહેવામાં આવે છે.(વામવર્ત કહેવામાં આવે છે.) જે પૂર્ણ સુખ આપતું નથી.
- પૃષ્ઠભાગ દ્વાર:
અંદરનું મુખ્ય દ્વાર અને બહારનું દ્વાર આ બંનેમાં એકબીજાને વિપરીત દિશામાં હોય તો પાછળથી પ્રવેશ કરવાનો હોય અને આગળ જવાનું હોય. ઘરની અંદર જવા માટે તેને પૃષ્ઠભંગ દ્વાર કહેવાય છે. તેનું ફળ પણ અપસવ્ય પ્રમાણે જોવાય છે. મુખ્ય દ્વારની ચોખટ ૫, ૭, ૮ અને ૯ આ તિથિમાં લગાવવી. ૧, ૨, ૩, ૪ લગાવવી નહી. પૂનમ અને અમાવસના દિવસે પણ ચોખટ લગાવવી નહી.
કુંભ રાશીના સૂર્યમાં તથા કર્ક અને સિંહ રાશીના સૂર્યમાં, મકર રાશીના સૂર્યમાં આ સમયમાં મકાનનું મુખ્ય દ્વાર પૂર્વ અથવા પશ્ચિમ તરફ રાખવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. મેષ-વૃષભના સૂર્યમાં, તુલા-વૃશ્ચિકના સૂર્યમાં ઉત્તર-દક્ષિણનું દ્વાર બનાવવું શુભ છે.
કૃષ્ણ પક્ષની પૂનમથી આઠમ સુધી “પૂર્વમાં” દ્વાર બનાવવું નહી. કૃષ્ણ પક્ષની નવમીથી ચૌદશ સુધી “ઉત્તરમાં” દ્વાર બનાવવું નહી.
અમાવસથી શુક્લ પક્ષની અષ્ટમી સુધી “પશ્ચિમમાં” દ્વાર બનાવવું નહી. શુક્લ પક્ષની નવમીથી ચૌદશ સુધી “દક્ષિણમાં” દ્વાર બનાવવું નહી.
કહેવાનું એવું છે કે કૃષ્ણ પક્ષની નોમથી શુક્લ પક્ષની ચૌદશ સુધી પૂર્વમાં દ્વાર બનાવવું. કૃષ્ણ પક્ષની અમાવસથી આઠમ સુધીમાં દક્ષિણમાં, નોમથી ચૌદશ સુધી પશ્ચિમમાં, પૂનમથી આઠમ સુધી ઉત્તરમાં દ્વાર બનાવવું ઉત્તમ છે.
ભાદ્રપદથી ત્રણ-ત્રણ માસના ક્રમથી દરેક દિશાઓમાં મસ્તક રાખીને ડાબી કરવટથી સુતેલા મહાશર્પ સ્વરૂપ “ચર” નામક પુરુષ પ્રદક્ષિણાના ક્રમથી વિચરણ કરે છે. જે દિશામાં આ પુરુષનું મસ્તક હોય તે દિશામાં ઘરનો દરવાજો બનાવવો શુભ છે.(મુખ્ય દ્વાર)
આ મુખથી વિપરીત દિશામાં મુખ્ય દ્વાર બનાવવાથી દુઃખ, રોગ, શોક તથા ભય ઉત્પન્ન થાય છે. ચારેય દિશામાં દરવાજા કરવાના હોય તો આ દોષ લાગતો નથી.