astrogujartilogo
vastu shastra bhag

વાસ્તુ લેખ ભાગ-૭

ઘરનું બ્રહ્મ સ્થાન બ્રહ્માના નવપદની રક્ષા કરવી જોઈએ. આ જગ્યા ઉપર જયારે મકાન બનાવો ત્યારે થાંભલો રાખવો નહિ. આ જગ્યા ઉપર એંઠા વાસણ, અપવિત્ર પદાર્થ પણ રાખવો જોઈએ નહિ. આ બ્રહ્મસ્થાનમાં ખીલી પણ લગાવવી નહિ.

બ્રહ્મ સ્થાન જાણવા માટે શું કરવું?

તમારી જે જમીન હોય તેના નવસરખા ભાગ કરવા અને વચ્ચે જે જગ્યા આવે તેને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે.

બ્રહ્મ સ્થાન બ્રહ્માજી નું હૃદય છે.

ઘર બનાવવા માટેનો આકાર અને તેનું શુભ-અશુભ ફળ:

વાસ્તુશાસ્ત્રમાં ચોરસ મકાન, લંબચોરસ મકાન,ભદ્રાસન આકારનું મકાન, વર્તુળ આકારનું મકાન આ શ્રેઠ છે. આ બધામાં ચોરસ મકાન વધારે ફળ આપનારું છે. પરંતુ જમીન તમારી ચોરસ હોય તો પુરે પુરી ચોરસ જમીનનો ઉપયોગ કરીને મકાન બનાવાય નહિ.

ઘરની લંબાઈ અને પહોળાઈ જે પાયો તમે બનાવો તે લંબાઈ-પહોળાઈ અલગ-અલગ હોવી જોઈએ.

ચોરસ ભૂમીમાં લંબચોરસ મકાન બનાવવું જોઈએ. લંબચોર સમકાન હોય અથવા લંબચોરસ જમીન હોય તો વાંધો નથી.

ઘરનીપરીમીતલંબાઈઅનેપહોળાઈબંન્નેનેગુણાકારકરીને૨થીભાગઆપવો (ભાગાકારકરવા).

તે માં શેષ(૦) શૂન્ય આવે તો અશુભ છે, શેષ વધે તો શુભ છે. (બ્રહ્મવૈવર્ત પુરાણ ). ગોળ જમીન હોય પરંતુ મકાનની લંબાઈ અને પહોળાઈમાં ચોરસ બને નહિ તેપ્રમાણે મકાન બનાવવું શુભ છે.

કેવા પ્રકાર ની જમીનમાં મકાન બનાવવા નહિ?

મૃદંગ જેવી જમીન, પંખીના આકારની જમીન, કાચબાના આકારની જમીન, ધનુષ્ય જેવા આકારની જમીન, કુહાડી જેવા આકારની જમીન આજ મીનમાં મકાન બનાવવું યોગ્ય નથી. ત્રિકોણ જમીન જેના ત્રણ ખૂણા હોય આ જમીનમાં ઘરબાંધવાથી રાજભય-દુખ-વૈંધવ્ય વિગેરે પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે.

પાંચ ખૂણા વાળી જમીન (પંચકોણ) જમીન પણ શુભ નથી. કેટલા જાતકોને એવું થાય કે પંચકોણ તો શુભ જોવાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર સંમત નથી. આ જમીન ઉપર ઘર બનાવવાથી સંતાનોને કષ્ટ પડે છે. વિગેરે પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે.

છ ખૂણા વાળી જમીન તે પણ ઘર બાંધવા માટે યોગ્ય નથી. કલેશ કરાવનાર છે.

૭ખૂણાવાળીજમીનપણઅશુભછે.

૮ખૂણાવાળુંઘરરોગઉત્પન્નકરેછે.

આગળથીપહોળુંપાછળથીસાંકડુંમકાનપૂર્ણસુખાકારીઆપતુંનથી.