astrogujartilogo
vastu shastra bhag

વાસ્તુ શાસ્ત્ર ભાગ-૬

મકાન બનાવવાની શરૂઆત કેવી રીતે કરવી?

પ્રથમ ભૂમિ પૂજન-ખાત મુહૂર્ત-દ્વાર પૂજન-ગૃહ પ્રવેશ અને વાસ્તુ આ પ્રમાણે કરવુ જરૂરી છે.

ગૃહ પ્રવેશ કરતી વખતે કુળદેવતા ગણેશજી, ક્ષેત્રપાલ વાસ્તુદેવ, દીક્પતીની વિધિવત પુજા કરવી. આચાર્ય-બ્રાહ્મણ-શિલ્પીને વિધિવત સંતુષ્ટ કરવા.

શિલ્પીને વસ્ત્ર અને અલંકાર આપવા. આ કરવાથી ઘરમાં સદાસુખી રહેવાય છે. જે માણસ સાવધાન થઈને ગૃહનો આરંભ કરે છે અથવા ગૃહપ્રવેશ કરે છે, અને સાથે વાસ્તુપુજા કરે છે.

તેઓને આરોગ્ય-પુત્ર-ધન અને ધાન્યનીપ્રાપ્તિ થઈને સુખી થાય છે, જે મનુષ્ય વાસ્તુપૂજા કરતો નથી તે નાના પ્રકારના રોગોથી-કલેશથી સંકટને પ્રાપ્ત કરે છે.

  • સૂર્ય સંક્રાંતિ પ્રમાણે મેષ રાશિના સૂર્યમાં ઘરનો આરંભ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
  • વૃષભ રાશિના સૂર્ય ઘરનો આરંભ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
  • મિથુન રાશીના સૂર્યમાં ગૃહારંભ કરવાથી મૃત્યુ તુલ્ય પીડા પણ થઇ શકે.
  • કર્ક રાશીના સૂર્યમાં ગૃહારંભ કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.
  • સિહ રાશી સૂર્યના ગૃહારંભ કરવાથી સેવકોની વૃદ્ધિ થાય છે.
  • કન્યા રાશિના સૂર્યમાં ગૃહારંભ કરવાથી રોગ ઉત્પન્ન થાય છે.
  • તુલા રાશિના સૂર્યમાં ગૃહારંભ કરવાથી સુખ પ્રાપ્ત થાય.
  • વૃશ્ચિક રાશીના સૂર્યમાં ગૃહારંભ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
  • ધન રાશીના સૂર્યમાં (ધનારક) ગૃહારંભ  કરવાથીમહાન હાનીથાય છે.
  • મકર રાશિના સૂર્યમાં ગૃહારંભ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.
  • કુંભ રાશીના સૂર્યમાં ગૃહારંભ કરવાથી રત્ન લાભ થાય છે.
  • મીન રાશીના સૂર્યમાં ગૃહારંભ કરવાથી રોગ અને ભય ઉત્પન્ન થાય છે.
  • નક્ષત્રો પ્રમાણે ફળ:

૨૭ નક્ષત્રોમાં થી નીચે પ્રમાણેના નક્ષત્રો શુભદાયી

અશ્વિની, રોહીણી, મૃઘશીર્ષ, પુષ્ય,  ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, જયેષ્ઠા, મુડ, ઉત્તરાષાઢા, શ્રવણ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. આ નક્ષત્રોમાં ગૃહારંભ કરવો શ્રેષ્ઠ છે.

બને ત્યાં સુધી શુક્લ પક્ષમાં ગૃહારંભ કરવો શુભ છે.

કૃષ્ણ પક્ષમાં કરવાથી ચોરી વિગેરેનો ભય રહે છે.

૧૨ મહિનામાં વૈશાખ, શ્રાવણ, કારતક, માગશર અને ફાગણ આ મહિનાઓ ઉતમ છે.

જયારે ચૈત્ર ,જેઠ,અષાઢ  ભાદરવો, આસો,પોષ અને મહા આ ગૃહારંભ માટે નિષિદ્ધ છે.

બને ત્યાં સુધી આ નિયમોનુ પાલન કરવુ. ઈંટ-પથ્થરના ઘરમાં દોષોનો વિચાર કરવો. ઘાસથી અને લાકડાથી બનાવેલું ઘર તેમાં માસ દોષ લાગતો નથી.

તિથીઓથી જોતા એકમ(૧), ત્રીજ(૩), પાંચમ (૫), છઠ(૬), સાતમ(૭), દશમ(૧૦), અગિયારસ(૧૧), બારસ(૧૨), તેરસ(૧૩) અને પુનમ આ તિથીઓથી ગૃહારંભ શુભ છે. રિક્તા તિથી નો પણ મત છે.

  • એકમના દિવસે દરિદ્રતા આવે.
  • ચોથના દિવસે ધનનો નાશ થાય.
  • આઠમના દિવસે ઉચ્ચાટન થાય.
  • નોમના દિવસે ધન-ધાન્ય-શસ્ત્ર વિગેરેથી મુશ્કેલી થાય.
  • ચૌદસના દિવસે પુત્ર અને સ્ત્રીને તકલીફ થાય.
  • અમાવસના દિવસે રાજભય રહે.

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ગૃહારંભ માટે ઉત્તમ દિવસ છે.

રવિવાર, મંગળવાર ગૃહારંભ કરવો નહી. ભૂમિ ખોદવાનું કાર્ય તો રવિવાર અને મંગળવારે બિલકુલ કરવુ નહી. અન્યથા તે દુઃખદાયક છે.

ઘર-દેવાલય અને જળાશય(કુવો-તળાવ) આ સમયમાં નીવ ખોદવા માટે રાહુની દિશાનો વિચાર કરવો આવશ્યક છે, જે નીચેના કોષ્ટકમાં આપેલું છે.

ઉ.દા:

સિંહ, કન્યા અને તુલા રાશીનો સૂર્ય તેમાં ઘરનું નિર્માણ કે આરંભ કરવાનો હોય તો રાહુનું મુખ ઈશાનમાં, પુચ્છનો ભાગ નૈઋત્યમાં છે.

મુખ તથા પુચ્છનો ભાગ છોડીને પીઠના ભાગમાં એટલે કે અગ્નિ દિશામાં નીવ ખોદવી શુભ છે. આ પ્રમાણે દેવાલય, જળાશયના નિર્માણમાં રાહુની પીઠ ઉપર નીવ ખોદવી જોઈએ.

માગશર, પોષ અને મહા માસમાં રાહુ પૂર્વમાં રહે છે.

ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં રાહુ દક્ષિણમાં રહે છે.

જેઠ, અષાઢ અને શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં રહે છે.

ભાદ્રપદ, આસો અને કારતકમાં રાહુ ઉત્તરમાં રહે છે.

રાહુની દિશામાં સ્તંભ રાખવાથી વંશનો નાસ થઇ શકે. દ્વાર બનાવો તો અગ્નિનો ભય રહે. યાત્રા-પ્રવાસમાં હાની. રાહુની દિશામાં ગૃહારંભ કરવો તે કોડના માટે ક્ષયકારક છે.

જમીન ખોદતા અંદરથી પથ્થર મળે તો ધનની પ્રાપ્તિ-આયુષ્યની વૃદ્ધિ, ઇંટો મળે તો ધનની પ્રાપ્તિ અને સમૃદ્ધિ, ધાતુ મળે તો વૃદ્ધિ કારક છે, લાકડા નીકળે તો અગ્નિનો ભય છે, રાખ અને કોયલા મળે તો રોગ ઉત્પન્ન થાય છે,

ભૂસી મળે તો ધનનો નાસ થાય છે, હાડકાં મળે તો કુળના માટે જોખમ કારક છે, કોડી મળે તો લડાઈ-ઝઘડા અને દુઃખ થાય, કપાસ મળે તો દુઃખની પ્રાપ્તિ થાય,

કંકાલ મળે તો કલહ-લડાઈ અને ઝઘડો થાય છે, લોઢું મળે તો તે હાની કારક છે, ભૂમિમાંથી કિડી-દેડકું-સાપ-વીંછી આદી નીકળે તો અશુભ છે.

શિલાન્યાસ કરવાનો હોય તો સર્વ પ્રથમ અગ્નિ દિશામાં કરવો, બાકીનું નિર્માણ પ્રદક્ષિણ ક્રમથી કરવુ.

ગૃહ નિર્માણની સમાપ્તિ દક્ષિણમાં થાય તેવુ કરવુ નહી તો તે ધન-સ્ત્રી-પુત્રના માટે હાનીકારક છે. ધ્રુવ તારો તેનું સ્મરણ કરી

મધ્યાહન-મધ્યરાત્રી- સંધ્યાકાળ-પ્રાતઃકાળ આ બધામાં જોતા મધ્યાહનકાળ અને મધ્યરાત્રી એ શિલાન્યાસ કરવો નહી. શિલાન્યાસ કરવાની હોય તો ચોરસ અખંડ શીલા લેવી.

લાંબી-ટૂંકી હોવી જોઈએ નહી. કાળા રંગની હોવી જોઈએ નહી, તૂટેલી હોવી જોઈએ નહી જે અશુભ છે.

જયારે ઘરનો આરંભ કરો ત્યારે કડવા વચન બોલવા નહી, જગ્યા ઉપર થૂંકવું નહી આ અશુભ માનવામાં આવે છે.