શનિની પનોતી અઢી વર્ષની ધન રાશિમાં પ્રવેશ કરે છે.

0
2770

26 મી ઓક્ટોબર થી શનિની પનોતી અઢી વર્ષની ધન રાશિમાં પ્રવેશ કરે છે.

આ પનોતી 24 જાન્યુઆરી 2020 સુધી રહેશે, શનિ રાશિ પરિવર્તન થી કેટલાક લાભો પ્રાપ્ત થાય સફળતાઓ પ્રાપ્ત થાય,

 નોકરિયાત વર્ગને ઊંચા પદની પ્રાપ્તિ થાય જ્યારે અમુક રાશિવાળા જાતકોને શનિની પનોતી ની પરેશાની પણ ભોગવવી પડે,

શનિ ન્યાયનો કારક ગ્રહ છે,

જેના કારણે કોર્ટ-કચેરી વગેરે માં જવાનો વધારે બને, અથવા કોર્ટ-કચેરી ને લગતું કાર્ય વધે શનિ ધનહાનિ પણ કરે છે.

પરિવર્તન યોગ પણ લાવે છે પરંતુ છેવટે શનિ ની તે એક શિખામણ આપનાર ગ્રહ છે,

ન્યાયપ્રિય ગ્રહ છે જે શનિ ની મર્યાદામાં રહીને કામ કરે છે તેને શનિદેવ શુભ  ફળ આપે જ છે ,

હવે આપણે જોઈશું શનિનું ભ્રમણ દરેક રાશિને કેવું ફળ આપશે પ્રથમ આપણે મેષ રાશિ જોઈશું

મેષ રાશિ થી જોતા કાર્યક્ષેત્રમાં અનુકૂળતાઓ સારી જોવાશે જે તમે કાર્ય કરતા હશો તેમાં તમને સારા લાભ થશે.

નોકરિયાત વર્ગને માટે પણ સારું રહેશે હવે આપ ધંધો કરતા હોય તો તેમાં મોટો ફાયદો થાય તેમજ અન્ય કાર્યમાં આપને સારા લાભો પ્રાપ્ત થાય તેવા યોગ છે .

કોન્ટ્રાક્ટર વર્ગને આ વખતે સારા લાગો પ્રાપ્ત થશે, અને ધાર્યા પરિણામો આપ પ્રાપ્ત કરી શકશો,

હવે આપણે આગળ જોઇએ તો તમારા જે રોકાયેલા નાણા છે,

તે નાણાં તમને પરત મળી શકે પરંતુ આર્થિક સ્થિતિના કારણે તમારે ઉછીના નાણાં લેવા પડે અથવા તો લોન લેવી પડે,

 આ પ્રમાણે બની શકે પરંતુ તમે તે સમયસર ચૂકવી દેશો ,

સરકારી કામકાજ હોય તો તેમાં સાવધાન રહેવું જરૂરી છે,

કોઈપણ પ્રકારની પેનલ્ટી કે અન્ય વસ્તુ લાગી શકે જેની ચુકવણી પણ તમારે કરવી પડે,

યાત્રા-પ્રવાસ ની અંદર સામાન્ય રીતે લાભ જોવાય છે,

થોડું નુકસાન પણ જોવાય છે જેથી યાત્રા સમજી વિચારીને કરવી,

અમુક કાર્ય તમારા પુરા ના  થાય તેનાથી તમે દુઃખી થશો, પણ તે ચિંતા કરવાની જરૂર નથી તે કાર્ય તમારા પૂર્ણ થઇ જશે,

 કોઈપણ પ્રકારની આરોગ્ય સુખાકારી આપને પરેશાન કરી શકે કોઈ દવા ની આડઅસર પણ થાય,

નકારાત્મક શક્તિ ને ઓછી કરવા માટે લોખંડનું દાન કાળા કપડાં દાન ભૂરા કપડાંનું દાન શનિદેવને દર શનિવારે તેલ-સિંદૂર આંકડાની માળા ચડાવવી જે તમારા માટે ફળદાયી બને હવે આપણે

વૃષભરાશી  જોઈશુ વૃષભ રાશિના જાતકો માટે આ શનિનું ભ્રમણ તકલીફ આપનારો છે

આ તકલીફ તારીખ  24 -1 -2020 ના રોજ પૂર્ણ થાય ત્યાર પછીથી સારું જોવાય છે ,

આર્થિક સંઘર્ષ થાય ઇન્કમ વધારવા માટે તમારા પ્રયત્નો હોય તેમાં આપ સફળ થઇ શકશો ,

શેરબજારથી દૂર રહેવું ગેરકાયદેસર કામ કરવા નહીં

કોઈના વિવાદમાં પડવું નહીં વિગેરે વસ્તુને ધ્યાનમાં રાખવી આરોગ્ય બાબતે જોતા આંખ કાન અને ગળા કે પેટ સંબંધી પીડા થવાની શક્યતાઓ રહેલી છે જેથી આરોગ્ય બાબતે કાળજી રાખવી,

શનિ ગ્રહની નકારાત્મક શક્તિને ઓછી કરવા દર શનિવારના દિવસે પીપળા ના થડમાં જળ ચડાવવું સરસવનો દીવો કરવો થોડું દહીં અર્પણ કરવું શનિ દેવની ઉપાસના કરવી બની શકે તો શનિવાર નો ઉપવાસ કરવો  તેલ-સિંદૂર આંકડાની માળા ચડાવી જે આપના માટે શુભ છે,

હવે આપણે મિથુન રાશિ જોઈશું તો

મિથુન રાશિના જાતકો માટે સમય સારો જોવાતો નથી સામાજિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે શેરબજારથી દૂર રહેવું જરૂરી છે પરંતુ પત્ની ના ભાગ્યથી આપણે સારા લાભ થઈ શકે છે ,

ના વિચારેલા ખર્ચ આવે પરિવારજનો આરોગ્યની તકલીફ જોવાય જેના કારણે હોસ્પિટલમાં ખર્ચ પણ થાય પરિવારના સભ્યોના આરોગ્યને લઈને ચિંતા જોઈ શકાય,

 કેટલી એવી ઘટનાઓ હોય જીવન માં ઘટવાની હોય તે પણ એ થાય શરીરમાં દુખાવો રહે તેમજ હાથ પગ વગેરે દુખે વિશેષ કરીને ઘૂંટણમાં દુખાવો થાય અને માથાના થી નીચેના ભાગમાં ડોકી માં દુખાવો થાય આ પ્રમાણે યોગ બની રહ્યા છે ,

મકાન માટેનું વિચારી રહ્યા હોય તો આ વર્ષે આપને શનિદેવ મકાન આપે  તેવા યોગ બની રહ્યા છે.

જન્મના ગ્રહો જો પ્રબળ હોય તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે શનિદેવ ગ્રહની આરાધના કરવી પક્ષીને અનાજ નાખો કીડીઓના દર પુરવા મુંગા પ્રાણીઓને ખવડાવવું તે આપના માટે વધારે સુખદાયી છે

કર્ક રાશિ ના જાતકોને શત્રુ તેમજ દેવા (ઋણ) થી બચવાની જરૂર છે.

 સ્વાસ્થ્ય સંબંધી પરેશાની જોવાય નોકરિયાત વર્ગને માટે મધ્યમ જોવાય છે

અન્ય પ્રકારના નાના મોટા ખર્ચાઓ થાય ,દાંપત્ય જીવન સારું પસાર થાય પત્ની સાથે અને અન્ય સાથે વાદ-વિવાદમાં પડવું નહીં કાયદાકીય રીતે કોર્ટમાં કેસ કરવાનો હોય તો જોઈ વિચારીને કરવો જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો આવે નહીં,

કાયદા બાબતથી આપને સફળતાઓ જોવાય પરંતુ તે સામે ના જાતક કોણ છે.

તે જોઈ વિચારીને કરવું વિદેશ માટે આપ વિચારતા હોય તો વિદેશ નો યોગ પણ બની શકે છે,

શરીરમાં હાથ પગ નો દુખાવો થાય ખાસ કરીને કેડ માં દુખાવો થઈ શકે,

નકારાત્મક શક્તિ ને દૂર કરવા માટે શનિદેવના મંદિરે ડ્રાયફ્રુટ અર્પણ કરવું, કીડીયારુ પુરવુ પક્ષીઓને ચણ નાખવો વિગેરે કરવું જોઈએ,

 હવે સિંહ રાશી જોઈશુ

સિંહ રાશિ ના જાતકોને માટે આ વર્ષ શનિ ગ્રહ ના આધારે જોતા ચિંતાવાળો જોવાય છે નાની મોટી ચિંતાઓ સતાવે શેર માર્કેટ માં અથવા ધંધામાં નુકસાન થવાની શક્યતાઓ છે જેથી મોટા નુકસાન માથી બચવા માટે મોટા જોખમથી બચવું મોટું જોખમ કરવું નહીં ભાગીદારીમાં ધંધો કરવો નહીં આગળનો ચાલતો ધંધો  હોય તે બરાબર છે,

પણ નવો આ વર્ષે ધંધો કરવો નહીં,

 ઉત્સુક યુવક યુવતીઓ માટે લગ્નના યોગ બને છે પ્રેમ વિવાહ વાળા જાતકોને પ્રેમ વિવાહના યોગ પણ બને છે,

 પરંતુ બીજી એક ચોક્કસ વાત છે કે આવકમાં વધારો થશે તે પ્રમાણે જાવક પણ થશે યસ ,કીર્તિ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, સન્માન મળશે વ્યર્થ નો ખર્ચ થશે નહીં,

બેન્ક કે અન્ય સંસ્થા પાસેથી લીધેલી લોન હશે તો તે આપ ચૂકવી શકશો આરોગ્યની બાબતો જોતા સામાન્ય પરેશાની રહી શકે તેમ છે,

પેટ સંબંધી રોગો ના થાય તેના માટે ખાવા-પીવાની તમારે કાળજી રાખવી જરૂરી છે તેમજ ગર્ભવતી જે મહિલાઓ છે તેમણે પણ સાચવીને રહેવું પડશે હનુમાનજીને તેલ સિંદૂર વગેરે કરવું જરૂરી છે ,

શનિદેવને આકડાની માળા કરવી જરૂરી છે .

કન્યા રાશિ ના જાતકો માટે જોતા શનિની પનોતી તકલીફ આપનારી છે.

આરોગ્ય બાબત થી જોતા માનસિક રૂપે શાંત રહેવું જરૂરી છે,

સંપત્તિ માટેના મહત્વના નિર્ણયો હોય તે નિર્ણયો લેવા નહિ ,

જો તમે લેશો તો તમને તકલીફ થશે,

તમારા માતાનું આરોગ્ય સાચવો ઉછીના લીધેલા નાણા હોય તો તે પરત કરવા જોઈએ,

 અને નવા નાણા ઉછીના લેવા નહીં તે આપને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ઝડપી ધન કમાવવાની લાલચમાં પડતા  નહીં,

 નહી તો તમને મુશ્કેલી ઊભી થશે, એવા યોગ બને છે.

વિશેષ કરીને અનુભવીની સલાહ લઈને રોકાણ કરવું જરૂરી છે.

 આરોગ્ય બાબતે જોતા માનસિક તણાવથી બચવું જોઈએ મકાન વાહન સુખ-સંપત્તિ વિગેરેમાં અવરોધ આવી શકે તેમ છે.

 હનુમાનજીની ઉપાસના કરવી દર શનિવારના દિવસે ચમેલીનું તેલ અને સિંદૂર હનુમાનજીને ચડાવો તેમજ શનિદેવની આંકડાની માળા તેલ સિંદુર વિગેરે ચડાવવું.

તુલા રાશિ

શનિગ્રહ આ વર્ષના અંત સુધીમાં શુક્ર નક્ષત્રમાં રહેશે તમારો લગ્નેશ શુક્ર છે, શનિ તમારા ત્રીજા ભાવમાં આવશે શનિદેવની દ્રષ્ટિ પંચમભાવ અને ભાગ્ય સ્થાન ઉપર થશે,

અને દ્વાદશ ભાવ ઉપર પણ રહેશે શનિ ગ્રહ આપનો ત્રીજા ભાવમાં ઉચ્ચ લગ્નેશ કે નક્ષત્રમાં હોવાથી આત્મબળમાં વૃદ્ધિ થશે,

આત્મબળ આપનું સંતુલિત રહેશે તમારા ઉત્સાહને વધારશે, અંદરની ધારણાઓ ઓ વધશે કોઈપણ નિર્ણય જો તમારે લેવાનો હોય તો સમજી વિચારીને નિર્ણય લેવો,

બધા પ્રકારના સંબંધોમાં સ્થિરતા જોવાય છે, વિદ્યાર્થી અને શિક્ષા ની દ્રષ્ટિએ જોતા શનિદેવ અનુકૂળ આવશે,

જેમને માટે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાની હોયતેઓને માટે આવતી બાધા દૂર થશે સફળતાઓ મળશે.

વિદેશની યાત્રા થશે તેમજ લાભ પણ થશે તમારા કાર્યક્ષેત્રમાં વ્યાપારમાં વૃદ્ધિ થશે ભાગ્ય તમને સાથ આપશે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

જે કાર્ય તમે શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતાઓ મળશે, ધાર્મિક પ્રવૃત્તિ વધશે બધાને સાથે લઈને ચાલવાની તમારી ભાવના રહેશે મનમાં દયા ભાવ ઉત્પન્ન થશે બીજાને તમે સહાયતા કરશો.

જો કોઈ સંપત્તિ તમારી વેચવાની હોય તો તે સંપત્તિમાં બાધા ઉત્પન્ન થશે નવી સંપત્તિ ખરીદવા માટે નો સમય ઉચિત નથી આ પ્રમાણે આપને જોવાય છે.

વૃશ્ચિક રાશિ

ન અને ય આ રાશિના જાતકોને માટે શનિનો પ્રભાવ વૃશ્ચિક રાશિમાં લગ્નેશ મંગળ છે મંગળ ગ્રહ અને શનિ પરમ શત્રુ છે શનિ અને મંગળ ની યુતિ જોવાય છે.

શનિના પ્રભાવથી તમારા કાર્યક્ષેત્રમાં વ્યાપાર ક્ષેત્રમાં પરેશાની આવશે ધનનો ખર્ચ વધશે કાર્ય વ્યાપાર તેમાંથી લાભો મળવા ના હશે તેના માટે અથાગ પ્રયત્ન કરવો પડશે,

જેની જન્મકુંડળી માં શુભ ગ્રહો છે અથવા નથી તો થોડું પરિણામ નબળું ઓછું જોવા મળશે ,અશુભ છે તો વધારે પરિણામ નબળું જોવાશે.

શનિ ગ્રહ ની સાથે રાહુ-કેતુની સાથે યુતિ પ્રતિયુતિ બની રહેલી છે, જે વ્યાપાર ઉપર પ્રભાવ પાડે વ્યાપારમાં મુશ્કેલી ઊભી થાય વ્યાપાર બિલકુલ બંધ પણ થઈ શકે ,

સ્થાવર સંપત્તિ છે ભૂમિ મકાન, વાહન તેમાં જો નિવેશ કરવાનું વિચારતા હોય તો તેમાં તમે નિવેશ કરી શકો વાહન લેવાનું હોય તો સારો સમય જોઈને લેવું,

તમારા પરિવારના સુખની વૃદ્ધિ થશે સાથે સાથે તમારી સંપત્તિ વેચવાની હોય તો આ સમયે તમારા માટે લાભદાયી નીવડશે,

રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા આ જાતકોને બહુ સારો ફાયદો થશે અને જે પદની પ્રાપ્તિ કરવાની છે તે પદની પ્રાપ્તિ થશે ધાર્મિક કાર્યો થશે સામાજિક કલ્યાણ વિશે જે તમારા વિચારો હશે,

તે વિચારોથી શનિદેવ આપના ઉપર પ્રસન્ન થશે જેના કારણે આપને સારા લાભ થશે તેમજ શોંચાલય વિગેરે અનેક જાતકો જેની પાસે પૈસા નથી,

તેમને જો બનાવી આપવામાં આવશે તો નીચલી જ્ઞાતિ નો પ્રભાવ તમારા ઉપર વધી જશે સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે,

દાંપત્યજીવનમાં બાધા ઉત્પન્ન થઈ શકે તેવા યોગો છે તમારી વાણીમાં અહંકાર તો રહેશે જ કેતુનો પ્રભાવ ગુરુનો પ્રભાવ સારો જોવા તો નથી તમને અમુક વખતે ભ્રમણા પણ થશે,

કાર્યસિદ્ધિ મારી થતી નથી એવી ભ્રમણા થશે પરંતુ મનથી તમે બહુ જ સ્ટ્રોંગ છો જેથી શનિદેવની કૃપા તમારા ઉપર વધારે અશુભ પરિણામો નહીં આપે તમે જે નિર્ણય લેશો,

તે નિર્ણય સાચા અર્થમાં સાચો હશે કાલ નું કાર્ય આજે કરવાની વૃત્તિ ઉત્પન્ન થશે વિદ્યાર્થીવર્ગને માટે શનિદેવ મધ્યમ ફળ આપનાર છે,

જેથી કરી શનિની ઉપાસના કરવી તેલ સિંદુર કાળા મરી અડદ કાળા તલ આંકડા ના પાન ની માળા સરસવનું તેલ વગેરે શનિદેવને અર્પણ કરવું નકારાત્મક શક્તિ ને દૂર કરવા માટે

નો  આ ઉપાય છે

ધન રાશી  ધન રાશિનો સ્વામી ગુરુ છે જેને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે શનિ બીજા ભાવ અને ત્રીજા ભાવ નો માલિક બને છે અને તે ભાવનો સ્વામી છે બીજો ભાવ ધન ભાવ છે ત્રીજો ભાવ પરાક્રમ ભાવ છે,

શનિ આ વર્ષ દરમિયાન લગ્ન ભાવમાં રહે છે ધન રાશિમાં શુક્ર ગ્રહ પરમ શત્રુ છે તથા શનિ શુક્ર ગ્રહ ના નક્ષત્રમાં રહેશે શુક્ર તમારો લાભ સ્થાન અને છઠ્ઠા સ્થાનનો સ્વામી છે ધન લગ્ન વાળાઓ શનિ ગ્રહની દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ અને પોતાની રાશિ ઉપર પડશે,

તથા સાતમા ભાવ અને દસમાં ભાવ બુધ રાશિ ઉપર પડશે તમારી જન્મ કુંડળીમાં ગુરુ અને બુધની સ્થિતિ સારી હશે તો સ્વાસ્થ્ય તમારું સારું રહેશે નહીં તો સ્વાસ્થ્ય બાબતથી તકલીફ જોવા છે,

નકારાત્મક શક્તિનો પ્રભાવ પડશે એટલે સ્વાસ્થ્ય માટે તમારે સતર્ક રહેવું જરૂરી છે તમારા સ્વાસ્થ્યનો તમારે નજર અંદાજ કરવો જોઈએ નહીં,

જો તમે નજરઅંદાજ કરશો તો સ્વાસ્થ્યને લગતી મોટી તકલીફ તમને ઊભી થઈ શકે તેવા તમારા ગ્રહ સંકેત છે .

આજે ફળકથન છે તે રાશિ ઉપર સામાન્ય ફળકથન છે શનિના પ્રભાવના કારણે વર્ષ દરમિયાન પરિશ્રમ વધારે કરવો પડશે જે પ્રમાણે પરિશ્રમ કરશો તે પ્રમાણે તમને તેનું ફળ પ્રાપ્ત થશે.

વ્યાપારમાં સારું જોવાય છે, નોકરીમાં સારું જોવાશે, અન્ય ધંધો કરતા જાતકોને માટે પણ સારું જોવાશે, તમારી માન-પ્રતિષ્ઠા વધશે, વિશેષ કરીને જે લોકો સામાજિક કલ્યાણ અને ધાર્મિક ક્ષેત્રના કાર્યમાં છે.

એવો ને માટે યાત્રાનો યોગ બનશે યાત્રા સુખદ અને લાભકારી બનશે ,કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તન થી લાભનો યોગ બની શકે ,

રાહુ તમારો સાતમા ભાવમાં આવશે, અને શનિની દ્રષ્ટિ શનિની દ્રષ્ટિ થશે  વૈવાહિક જીવન માટે સમય પૂર્ણ રીતે શુભ નથી, લગ્ન કરેલું હોય તો તે તૂટી જવાના યોગો પણ બને,

પરિવારનો બોજ તમારા ઉપર વધારે આવે ,પરિવારના જાતકોને માટે તમારે તમારી યથાશક્તિ પ્રમાણે કાર્ય કરો તેમાં તમારી આવકમાં વૃદ્ધિ થશે,

 વિદ્યાર્થીવર્ગને માટે એકંદરે મધ્યમ જોવાય છે.

આ જાતકો એ આ શનિ દેવની ઉપાસના કરવી શનિદેવની ઉપાસનામાં દર શનિવારે હનુમાનજીના મંદિરે જવું ફળફળાદિ અર્પણ કરવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો તેમજ તેમજ સત્યને સિદ્ધ કરવું.

મકર રાશિ શનિ વર્ષ દરમિયાન બારમા ભાવમાં રહેશે શુક્ર ગ્રહના નક્ષત્રમાં રહેશે શુક્ર તમારો પાંચમાં ભાવ અને દસમા ભાવનો સ્વામી છે.

શુક્રના નક્ષત્રમાં શનિ દ્વાદશ ભાવમાં લગ્નેશ દ્વિતિય ભાવમાં ને લાભ સ્થાનનો સ્વામી છે, શનિની દ્રષ્ટિ દ્વિતીય ભાવ ઉપર તમારી રાશિ પર ભાવ ગુજરાતી પર બુધ ભાગ્ય સ્થાન પર અને શનિ લગ્ને સ્વામી છે.

તમારો લગ્નેશની દ્વાદશ ભાવમાં છે તે આપને અથાક પ્રયત્ન કરાવશે તમારા કાર્યો અનુસાર તમે જે કઠિન તપસ્યા કરી હશે,

જેમાં તમને સફળતાઓ પ્રાપ્ત થશે કોઈપણ કાર્ય ના પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ રોકાઇને થશે ધૈર્ય જાળવી રાખશો ધૈર્યથી તમે આગળ વધશો યાત્રાના યોગો બની રહ્યા છે.

પરંતુ યાત્રામાં સાવધાની રાખવી યાત્રામાં મુશ્કેલી પણ થવાની સંભાવનાઓ છે પોતાના સગાવ્હાલા  સાથે શત્રુતા થાય તેથી વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે અન્ય શત્રુઓ ના કામ ના ઉભા થાય સાથે સાથે બીજો એક સારો એવો ફાયદો છે કે જો તમારા માથે દેવું હશે તો તે દેવું પૂર્ણ થઈ જશે,

જેથી ધનનો ખર્ચ તમારો વધારે જોવાશે કોર્ટ-કચેરી બાબતથી જોતા વાદવિવાદ થાય અને તેમાં ધનખર્ચ થાય પરંતુ વ્યાપારમાં આવક પણ રહેશે .

શનિ ગ્રહને કારણે તમારા પરિવાર માં કોઈ વ્યક્તિને ભયની સ્થિતિ પણ જોવાય સ્થાન પરિવર્તન નો યોગ પણ બને,

સાથે સાથે પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય નોકરી કરતા જાતકોને સફળતાઓ પ્રાપ્ત થશે મોટા લોકો માટે સારું ફળ આપનાર છે,

ભાગ્ય આપનું સાથ અને સહકાર આપશે પરિવારમાં કોઈ અઘટિત ઘટના પણ બની શકે તમારામાં અહંકાર ઉત્પન્ન થાય.

શનિ સાથે કેતુની યુતિ કારણ આ વર્ષ દરમિયાન વિચારધારાઓમાં પરિવર્તન લાવે જે વિચારધારાઓ નિયંત્રણમાં રાખવી જરૂરી છે વિપરીત પરિસ્થિતિમાં ક્રોધ વધારે આવશે,

જે ક્રોધના કારણે તમારે નુકસાન પણ થાય તેથી સાવધાની રાખવી જરૂરી છે શનિદેવના બ્રાહ્મણ દ્વારા ૯૨,૦૦૦ જાપ કરાવવા બ્રાહ્મણ દ્વારા કરાવવા તે આપના માટે શુભ જોવાય છે.

કુંભ રાશિ

શુક્ર ભાગ્યસ્થાન તથા ચતુર્થ ભાવનો સ્વામી છે, શનિ દ્વારા લગ્ન સ્થાનનો સ્વામી છે શનિ તમારો એકાદશ ભાવમાં રહેશે શનિ ની તમારા દ્વાદશ સ્થાન ઉપર રહેશે,

જેના ઉપર વધારે સારો પ્રભાવ પડશે શનિ  તમારો ખરેખર ખુબ જ શુભ છે જાતકની કુંડળીમાં કોઈ ખરાબ દશા અંતર્દશા ચાલી રહી હોય તો થોડો થોડો અશુભ પ્રભાવ જોવાય,

પરંતુ આમ એકંદરે શુભ ફળ આપનાર છે તમારી આવકમાં વૃદ્ધિ થશે ભાગ્ય તમને સાથ આપશે ભાગ્ય ના ભરોસે જે કાર્ય કરશો તે કાર્યમાં તમને સફળતાઓ મળશે.

તમારી બૌદ્ધિક ક્ષમતા વધારે મજબૂત બનશે તમે જે નિર્ણય લેશો તેની નહીં તમારા સાચા અર્થમાં સાચા હશે જે પ્રમાણે તમે પરિશ્રમ કરશો તે પ્રમાણે તમને પરિણામ મળશે,

પરિણામ પરિશ્રમ જે કરશો તેનાથી અધિક પ્રાપ્ત થશે ભૌતિક સુખ સુવિધાઓ માં વૃદ્ધિ થશે યાત્રાઓ તમારી સફળ થશે વિદેશમાં વ્યાપાર કરતા તેમજ વિદેશનો આયાત અને નિર્યાતનો વ્યાપાર કરતા જાતકોને માટે આ સમય ખૂબ જ લાભકારી છે ,

ગર્ભવતી મહિલાઓને તેમના બાળકો માટે ની સમસ્યા ઉભી થઈ શકે છે જેથી દૂરની મુસાફરી કરવી નહીં પરંતુ બીજાને સારી સલાહ આપવાથી આપને સારો ફાયદો થશે આમ તમારા માટે શનિ શું ફળ આપનાર છે.

વિદ્યાર્થીવર્ગને માટે પણ શુભ ફળ આપનાર છે

આ વિદેશ યાત્રા માટે પણ શુભ ફળ આપનાર છે નાનો મોટો વ્યાપાર કરતા જાતકોને માટે પણ શુભ ફળ આપનાર છે ધારેલી વ્યક્તિ નું મિલન થશે.લવ મેરેજ ના યોગો પણ બની શકે

જે પ્રેમ વિવાહ થી જોડાવા માગતા હોય તે જાતકોને પ્રેમવિવાહમાં સફળતા મળે

તેમજ યુવતીઓને લગ્ન માટેના યોગો પ્રબળ બની શકે સાથે સાથે સંતાન પ્રાપ્તિના યોગ પણ સારા બતાવે છે

મીન રાશિ

શનિદેવ એકાદશ  ભાવ

દ્વાદશ ભાવ આવક અને જાવક ના ભાવ માં છે  તેનો સ્વામી શનિ છે

,દશમ  ભાવમાં શુક્ર નક્ષત્રમાં રહેશે.

શુક્ર તમારો અષ્ટમ ભાવ પરાક્રમ ભાવનો સ્વામી છે શનિની દ્રષ્ટિ બારમાં ભાવ પર ચતુર્થ ભાવ પર સાતમા ભાવ પર રહેશે.

મીન રાશિના જાતકોને માટે જન્મકુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ રાહુ-કેતુ અથવા શુક્ર ગ્રહની દશા અંતર્દશા જો મળી રહેતી હશે તો,

નકારાત્મક પરિણામ જોવા મળે જેથી સાવધાન રહેવાની જરૂર છે.

જે જાતકો લોન લેવાની ઈચ્છા હોય અથવા તો ધન લઈને બીજી જગ્યા પર મુકવા માગતા હોય તેઓને આ સમયે ધન પ્રાપ્તિ થશે નહીં તણાવપૂર્ણ સ્થિતિ જોવાશે અપ્રત્યાશિત ધનનો ખર્ચ થાય.

તમે જે કાર્ય કરવા માટેની ઈચ્છા કરો તે કાર્યમાં બાધા ઉત્પન્ન થાય જે કાર્ય તમે વિચારતા હોય તે કાર્ય તમારું થાય નહીં.

યાત્રા-પ્રવાસ તમારો  થશે જીવનમાં જે  જેવો જોઈએ તે નિષ્કર્ષ આ વર્ષે આવે નહીં,

પરિવારના સુખ ની અનુભૂતિ પૂર્ણ રીતે જોવાય નહીં વાદ-વિવાદમાં પડવું નહીં કોર્ટ કચેરીના મામલામાં લાંબા સમય સુધી રહેવું પડે,

જેથી કોર્ટ-કચેરીથી દૂર રહેવું તે આપના માટે શુભ છે તમારા કાર્ય સ્થળ ઉપર તમે કામ કરતા હશો ત્યાં સહયોગથી અને મહિલા કર્મચારીઓ થી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

જુઠા આરોપ પણ આપને લાગી શકે જન્મના જેવા  ગ્રહો હશે. શુભ તો શુભત્વ જોવાય  તમને અપમાન જેવું પણ લાગે વૈવાહિક જીવન જે છે તે તમારું તણાવગ્રસ્ત રહે માતાનું સુખ સારું જોવાય.

શનિ તમારા માટે ખૂબજ હાનિકારક પ્રભાવ પાડનારો છે તમારા પોતાના સ્થાનથી અથવા જન્મસ્થાન થી દૂર જવાના યોગો તમારા બને નોકરીમાં એકંદરે સારું જોવાય,

પરંતુ જે રીતે તમને નોકરીમાં વળતર મળવું જોઇએ એ રીતે મળે નહીં અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ તકલીફ જોવાય.

જે કન્સ્ટ્રકશનના કાર્યમાં જોડાયેલા હોય તેમને પણ મુશ્કેલીઓ ઉભી થાય સાથે સાથે જે ફેક્ટરી ચલાવતા હોય લોખંડ નો વ્યાપાર કરતા હોય,

તેઓ જાતકોને વિશેષ તકલીફ પડી શકે તેવા યોગ બતાવે છે જેથી શનિનો વિધાન ૯૨,૦૦૦ જાપ કરાવવા તથા દશાંશ હોમ આપવો તે જરૂરી જોવાય છે.

આ પ્રમાણે કરવાથી શનિદેવની કૃપા આપણા ઉપર રહેશે મળતા અશુભ પરિણામોમાં રાહત જોવાશે .

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें