astrogujartilogo

ગ્રહો ના અન્ય પ્રસિદ્ધ નામો

સૂર્ય:- ભાનુ ,દિનકર ,દિવાકર, પ્રભાકર, રશ્મિ, સવિતા, ભાસ્કર, આદિત્ય, રવિ, અર્ક, માર્તંડ, હેલિપૂષા,અરુણ.

ચંદ્ર:- સોમ, રજનીપતિ, શશિ, કલાનિધિ, ઇન્દુ, શશાંક, શીતાંશુ, મૃગાંક, સુધાકર, મયંક, રજનીશ..

મંગળ:- ભૂમીસુત, લોહિતાંગ, રુધિર, અંગારક, કૂરનેત્ર, ભોંમ, કુંજ, વક્ર, ક્ષિતીજ નંદન, ક્ષિતિજઅને મહીસુત. 

બુધ:- ચંદ્રાત્મજ, સૌમ્યવિદજ્ઞ ,બોધન, ઇન્દ્રપુત્ર, હેમંતકુમાર, સોમજ ,પ્રભાસુત, ચાંદ્રી, અને તારાનયન.

બૃહસ્પતિ:- ગુરૂ, જીવ, અંગિરા, વાચસ્પતિ, સૂરી, દેવપૂરોહિત, દેવેજ્ય, ઈડ અને ઈજય.

શુક્ર:- ભાર્ગવ, સિત, મૃગુ, ઉશના, દૈત્યપૂજ્ય, કામ ,કવિકાણ, અને દૈત્યગુરુ.

શનિ:- છાયાત્મજ, મંદ, શનૈશ્ચર, સૌરી, પંગુ, યમ, કૃષ્ણયન, સૂર્યપુત્ર, રવિજ અને આસિત.

રાહુ:- તમ, અસુર, અગુ, સ્વરભાનુ, વિદ્યુન્તુદ, ભુજંગ કપિલાસ.

કેતુ:- શિખી, ધ્વજ, ધૂમ.

ઉપરોક્ત ગ્રહ માં ચંદ્ર, બુધ, શુક્ર અને ગુરુ આ ક્રમથી અધિક શુભ માનવામાં આવેલ છે એટલે કે ચંદ્ર થી બુધ ,બુધ થી શુક્ર અને શુક્રથી ગુરૂ વધારે શુભ છે.

એજ રીતે સૂર્ય, મંગળ ,શનિ અને રાહુ, આ ક્રમથી વધારે માં વધારે પાપી ગ્રહ માનેલ છે. એટલે કે સૂર્યથી મંગળથી શનિ, અને શનિથી રાહુ વધારે પાપી ગ્રહ છે.