astrogujartilogo
das mahavidya

દસ મહાવિદ્યા

શ્રીકુળ માં દસ મહાવિદ્યાઓને અંતર્ગત છે મહાવિદ્યાઓને ઉલેખ તંત્ર માં શ્રીકુળના અંતર્ગત જોવામાં આવે છે. જે આ પ્રમાણે છે.

૧.ત્રિપુર સુંદરી ( ૧૬ ષોડસી )

૨.ત્રિપુર ભૈરવી

૩.બગલા

૪.કમલા

૫.ધુમાવતી

૬.માંતગી

દસ મહાવિદ્યા ઓને અંતરગત આ છ મહાવિદ્યા ઓ શ્રીકુળ ની છે આ સિવાય બીજા તંત્ર ગ્રંથોમાં

૧.બાલા

૨.સ્વપ્નાવતી

૩.મધુમતી

આ ત્રણ વિદ્યા શ્રીકુળ માં ગણાય છે. આ જ પ્રકારે જોતા કાલીકુળ અને શ્રીકુળ ની મહાવિદ્યા ઓમાં કુલ અઢાર ભગવતી, અઢાર મહાવિદ્યા ઓના નામ થી વિખ્યાત છે. આ સિવાય મહાભૈરવ; ચંડેસ્વર; શુલપાણી બટુકભૈરવ; નૃસિંહ, રામકૃષ્ણ, ગોપાલ; માર્તંડ ભૈરવ, વૈતાલ, ગણપતિ, ઉછિષ્ટ ગણપતિ, સ્મશાનભૈરવી, ઉનમુખીભૈરવી, ચંડિકા, લક્ષ્મી, મહાલક્ષ્મી, સરસ્વતી અને માળા સરસ્વતી શીધ્ર ફળ આપવા વાળી છે.

વેદ ઉપનિષદ શાસ્ત્ર તથા તંત્ર ગ્રંથોના અંતર્ગત દસ મહાવિદ્યા, શ્રીકુળ ની વિદ્યા આ બધી મળી અઢાર  સિદ્ધિ અઢાર મહાવિદ્યાઓની સાધના આમાં કુલા-કુલ ચક્ર ની જરૂર પડતી નથી. આ સિવાય ના દેવી દેવતાઓની સાધનામાં કુલા-કુલ ચક્ર થી નિર્ણય કરી ને સાધના કરવી જોઈએ.

કુલા કુલ ચક્

પાંચ તત્વો છે.

૧.વાયુ        ૨.અગ્નિ           ૩.ભૂમિ            ૪.જલ         ૫.આકાશ 

અ આ         ઇ ઈ            ઉ ઊ              ઋ ઋ            લૃ   લૃ   

એ             ઐ               ઓ                 ઔ                અં

ક              ખ               ગ                  ઘ                 અંગ         

ચ             છ                જ                  જા                જ્ય્

ટ              ઠ                ડ                   ઢ                 ણ

ત             થ                દ                   ધ                 ન

પ             ફ                 બ                   ભ               મ

ય             ર                ણ                   વ                 શ

ષ             ક્ષ               લ                    સ                 હ

કુલા-કુલ ચક્ર સંપૂર્ણ.

કુલા-કુલ ચક્ર જોવા ની વિધિ કુલા કુલ ચક્ર જોવા માટે કોઈ પણ સાધક હોય તેનો પહેલો અક્ષર અને દેવતા ના નામનો પહલો અક્ષર એક વર્ગ માં હોય તો પોતાના કુળ ના દેવતા સમજવા.

આ દેવ ની આ પ્રમાણે સાધના કરવાથી પૂર્ણ સિદ્ધી પ્રાપ્ત થાય છે. આજ પ્રમાણે મિત્રવર્ગ અથવા મિત્રકુળ ના દેવતા હોય તો સાધના માં સફળતા ની પ્રાપ્તિ થાય છે. શત્રુકુળ ના દેવતા ની સાધના માં સફળતા મળવી તે પ્રશ્નાર્થ ચિન્હ છે.

મિત્ર –        જલવર્ગ + ભૂમિવર્ગ

             અગ્નિવર્ગ + વાયુવર્ગ

શત્રુ –        વાયુવર્ગ + ભૂમિવર્ગ

             અગ્નિવર્ગ + ભૂમિવર્ગ

વિશેષ –     આકાશવર્ગ માં બધા વર્ગો ના મિત્રો છે.

ઉદાહરણ તરીકે :-

ભૈરવની ઉપાસના કરવાની હોય તો જલ તત્વ આવે જે જાતક હોય અથવા સાધક હોય તેનુ નામ ધારો કે દિનેશભાઈ છે તો દિનેશભાઈનો વર્ગ ભૂમિ આવે છે તો હવે ઉપરના કોષ્ટકમાં જોશો તો

જલવર્ગ અને ભૂમિવર્ગ  મિત્ર છે તેથી સફળતા ઓ પ્રાપ્ત થાય છે. જે થી આ પ્રમાણે જોવાનું હોય છે.

કુલા કુલ ચક્ર ની સાથે રાશી ચક્ર નો વિચાર કરવા માં આવે છે .

1.મેષ        અ, આ, ઇ, ઈ

૨.વૃષભ     ઉ, ઊ ,ઋ

૩.મિથુન     ઋ, લ, લ

૪.કર્ક        અ, એ

૫.સિંહ        ઓ, ઔ 

૬.કન્યા      અં, અ:, શ, ષ, સ, હ, લ; ક્ષ

૭.તુલા       ક, ખ, ગ, ઘ, ડ

૮.વૃષિક     ચ; છ; જ; ટ; ણ

૯.ધન       ટ; ઠ; ડ; ઢ, ણ

૧૦.મકર    ત; થ, દ, ધ, ન

૧૧.કુંભ      પ, ફ, બ, ભ, મ

૧૨.મીન     ય, ર; લ, વ

પુલિંગ મંત્ર

જેના અંતમાં वषट् અથવા फ़ट्  શબ્દ આવતો હોય તે પુલિંગ મંત્ર કેહવાય છે.

સ્ત્રીલિંગ મંત્ર

જેના અંત માં वौषट् અથવા स्वाहा શબ્દ આવતો હોય તે સ્ત્રીલિંગ મંત્ર કહેવાય છે.

નપુંસકલીંગ

જેના અંતમાં નમઃ આવે છે તે મંત્ર ને નપુંસકલીંગ મંત્ર કહેવાય

હવે જયારે મંત્ર માં દોષ હોય છે.ત્યારે મંત્ર નો દોષ જાણ્યા સિવાય જો સાધના કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

ભગવાન શિવના ડમરું માંથી લગભગ સાત કરોડ મંત્રની ઉત્પતિ થઇ કાલાન્તર પ્રમાણે ધીરે ધીરે આ મંત્રો ઉપર દોષો આવ્યા છે આજે કોઈ પણ મંત્ર કોઈ ને કોઈ રીતે દોષ ગ્રસ્ત છે. આ દોષો ની નિવૃત્તિ માટે મંત્રના દસ સંસ્કાર કરવા અગત્યના છે.

1.જનન

૨.દીપન

૩.બોધન

૪.તાડન

૫.અભિષેક

૬.વિમલીકરણ

૭.જીવન

૮.તર્પણ

૯.ગોપન

૧૦.અધ્યાપન  

આ સંસ્કાર કરવા.