astrogujartilogo

Graho nu daan (ગ્રહો નું દાન)

ગ્રહો નું દાન

સૂર્યગ્રહ નું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ

ફળ જોવાતું હોય ત્યારે દાન કરવું.

ઘઉં, ગોળ, વાછરડી સાથેની ગાય, કમળનું પુષ્પ, નવું ઘર, લાલચંદન, લાલવસ્ત્ર, સુવર્ણ, તામ્ર(તાંબુ), કેશર, પરવાળુ, દક્ષિણા, મંત્ર-જપ, ॐ घृणि: सूर्याय नमः જપ ૨૮૦૦૦ કરવા, સુર્યની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

ચંદ્રનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ ફળ

જોવાતું હોય ત્યારે દાન કરવું.

વંશપાત્ર (સૂપડું), શ્વેત ચોખા, સફેદપુષ્પ, ખાંડ, ચાંદી, બળદ, શંખ, દહીં, મોતી, કર્પૂર, દક્ષિણા, મંત્ર-જપ, सों सोमाय नमः ४४००० જપ કરવા, ચંદ્રની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

મંગળનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ

ફળ જોવાતું હોય ત્યારે દાન કરવું.

ભૂમિદાન, મસુરની દાળ, ઘઉં, લાલબળદ, ગોળ, લાલચંદન, લાલવસ્ત્ર, લાલપુષ્પ, તાંબુ, કેશર, કસ્તુરી, દક્ષિણા, મંત્ર-જપ, ॐ अं अङ्गारकाय नमः જપ ૪૦૦૦૦ કરવા. મંગળની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

બુધનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ ફળ

જોવાતું હોય ત્યારે દાન કરવું.

કાંસા નું પાત્ર, લીલુંવસ્ત્ર, હાથીનો દાત, ઘી, પન્ના રત્ન, કર્પૂર, ફળ, ષડરસ ભોજન, દક્ષિણા, મંત્ર-જપ,  ॐ बुं बुधाय नमः  ૩૬૦૦૦ કરવા. બુધની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

ગુરૂનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ ફળ

જોવાતું હોય ત્યારે દાન કરવું.

પીળું અનાજ, પીળું વસ્ત્ર, સુવર્ણ, ઘી, પીળું પુષ્પ, પીળું ફળ, પોખરાજ, હળદર, પુસ્તક, મધ, સમુદ્ર મીઠું, ખાંડ, ભૂમિ, છત્ર, દક્ષિણા, મંત્ર-જપ,  ॐ बृं बृहस्पतये नमः ૭૬૦૦૦ જપ કરવા. ગુરુની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

શુક્રનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ ફળ

જોવાતું હોય ત્યારે દાન કરવું.

સફેદ ચંદન, સફેદ ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ પુષ્પ, ચાંદીનો હાર, ઘી, સોનું, સફેદ દહીં, અત્તર, ખાંડ, ગાય, દક્ષિણા, મંત્ર-જપ, ॐ शुं शुक्राय नमः ૬૪૦૦૦ જપ કરવા. શુક્રની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

શનિનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ ફળ

જોવાતું હોય ત્યારે દાન કરવું.

કાળા તલ, અડદ, તેલ, કાળું વસ્ત્ર, લોખંડ, પાડો, કાળી ગાય, કાળું પુષ્પ, પાવડી, કસ્તુરી, સોનું, દક્ષિણા, મંત્ર-જપ, ॐ शं शनैचराय नमः ૯૨૦૦૦ જપ કરવા. શનિની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

રાહુનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ

ફળજોવાતું હોય ત્યારે દાન કરવું.

સાત પ્રકારનું ધાન્ય, અડદ, નાગ કેશર, ભૂરું વસ્ત્ર, ગાય, કાળું પુષ્પ, તલવાર, તલનું તેલ, લોખંડ, સૂપડું, કામળો, તાંબાના વાસણમાં તલ ભરીને આપવા, ઘોડો, રત્ન, દક્ષિણા, મંત્ર ॐ रां राहवे नमः ૭૨૦૦૦ જપ કરવા , રાહુની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.

કેતુનું ગોચરમાં, જન્મ કુંડળી માં, વીંશોત્તરી દશા,અશુભ

ફળજોવાતું હોય ત્યારે દાન કરવું.

કામળો, કસ્તુરી, અડદ, કેતુનો નંગ, કાળું પુષ્પ, તલ નું તેલ, રત્ન, સોનું, લોખંડ, બકરી, શસ્ત્ર, સપ્તધાન્ય,  દક્ષિણા, મંત્ર-જપ ॐ कं केतवे नमः || ૬૮૦૦૦ જપ કરવા, કેતુની થતી અશુભ અસરો માથી મુક્ત થવાય છે.