
પનોતી ની સમજ
વૃષભ રાશી અને કન્યા રાશી ના જાતકોને ૨૦૭૫ માં નાની પનોતી અઢી વર્ષ ની છે, જયારે મોટી પનોતી વૃશ્ચિક રાશી, ધન રાશી, અને મકર રાશી ને છે.
વૃષભ રાશી – બ,વ,ઉ
નાની પનોતી લોઢાના પાયે તારીખ ૨૪/૦૧/૨૦૨૦ સુધી છે જે મુશ્કેલીઓ થી ભરેલો સમય પસાર કરાવે.
કન્યા રાશી – પ,ઠ,ણ
આ રાશીને નાની પનોતી લોઢાના પાયે ચાલે છે તારીખ ૨૪/૦૧/૨૦૨૦ સુધી રહેશે. મિશ્ર પરિણામ ભર્યો સમય પસાર કરવો પડે.
વૃશ્ચિક રાશી ન,ય
મોતી પનોતી છેલ્લો તબક્કો રૂપાના પાયે હોવાથી લાભદાયી છે.
ધન રાશી ભ, ધ, ફ, ઢ
પનોતી નો બીજો તબક્કો સોનાના પાયે છે. મુશ્કેલીઓ આપે કામકાજ માં રુકાવટ આપે.
મકર ખ,જ
સાડાસાત વર્ષની પનોતી નો પ્રથમ તબક્કો લોખંડના પાયે છે. જે કષ્ટદાયી બને.
ઉપાય: શનિ મંત્ર ના જપ ૯૨૦૦૦ કરાવવા. હનુમાન ચાલીસા નો પાઠ કરવો, તેલ, સેન્દુર, અકળા ની માળા હનુમાનજી ની અર્પણ કરવી. દર શનિ વારે શનિ દેવ ના મંદિરે જવું. શનિ દેવને સરસવનું તેલ, આકડા ના પાન, કાળા તલ અર્પિત કરવા, શુક્રવાર ના દિવસે કાળા અડદ પલાળવા , શનિવાર ના દીવસે આ કાળા અડદ ને બાફી ને ખવડાવા.
કાગડાને ચણાના લોટ ના ગાઠીયા ખવડાવવા. હોમાત્મક લઘુ રુદ્ર કરાવવો. જયારે જયારે શનિનું અશુભ ભ્રમણ થતું હોય ત્યારે ઉપરોક્ત ઉપાય કરીને જીવનમાં આવનારી કષ્ટદાયી પેડાનું નિવારણ થાય છે. શનિ મંત્ર ના જપ બ્રાહ્મણો પાસે કરાવવા વધુ ફળ દાયી છે. શનિ ગ્રહ ન્યાય પ્રિય છે જે વ્યક્તિ ખોટા કામો કરે છે તેને શનિ અવશ્ય દંડ કરે છે. ન્યાયાધીશ ની જન્મ કુંડલી માં શનિ નો ભાગ મહત્વનો હોય છે. રાજા સમાન વ્યક્તિ તેને જન્મ કુંડલીમાં શનિનો ભાગ મહત્વનો હોય છે. આમ એકંદરે શનિ નું રત્ન પણ ધારણ થાય પરંતુ સુજ્ઞ જ્યોતિષ પાસે સલાહ અનુસાર રત્ન ધારણ કરવું.