astrogujartilogo

ધન રાશી :  (ભ,ધ,ફ,ઢ)

Dhan rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી પોતાની રાશિમાં રહે છે અને ત્યારબાદ તા. ૨૦/૧૧/૨૦ થી તમારા બીજા ધન સ્થાને આવવાનાં છે. તે તા. ૫/૪/૨૧ થી ગુરુ મહારાજ તમારા ત્રીજા સ્થાને જશે અને તા. ૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ તમારા બીજા ધન સ્થાને આવશે. શનિ આખું વર્ષ તમારા બીજા ધન સ્થાનમાં રહે છે. અહી તમારે સાઢાંસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો ચાંદીનાં પાયે ચાલે છે રાહુ આખું વર્ષ તમારા છઠ્ઠા સ્થાને તથા કેતુ તમારા બારમાં વ્યય સ્થાને રહે છે મંગળ તમારા સુખ ભાવથી તમારા અગિયારમાં લાભ ભાવ સુધીનું ભ્રમણ પૂરું કરે છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં રહે છે અહી તે સ્વગ્રહી બને છે. આ ગુરુ તમારી જવાબદારીઓ વધારે છે. એટલે મહેનત પરિશ્રમની જરૂર વધારે જોવાય છે અને આ પ્રમાણે કરવાથી આંતરિક સમસ્યાનો ઉકેલ મળતો જોઈ શકાય છે.   

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં ધનરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Dhan rashi finance and income 2021

આવક બાબતે અને લાભ બાબતે જોતાં ધંધા અને નોકરીક્ષેત્રમાં સારા લાભ પ્રાપ્ત થાય તથા લાભ દ્રષ્ટિકોણથી જોતા લાભ પણ મળે અને સામે ખર્ચ પણ થાય. ધંધામાં ફસાયેલા નાણાં પરત મળે તેવા પણ યોગો બની રહ્યા છે. કોર્ટ-કચેરીમાં જમીન બાબતનો વિવાદ ચાલતો હોય તો તેમાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે. નાણાંકીય ખોટ ખાઈને પણ તે પ્રશ્નનું નિરાકરણ તમારે લાવું પડે તેવા પણ યોગો બને છે. ઓગસ્ટ બાદ મધ્યમ ગતિ એ લાભ મળી શકે. જે નાણા બાકી હોય તે નાણા આપવા પડે તેના કારણે થોડી પરેશાની રહે અને તેનું ટેન્શન મગજ ઉપર તમને રહ્યા કરે. જેથી આવકજાવક બાબતમાં બહુ સાવધાની પૂર્વક તમારે કાર્ય કરવું જોઈએ અને તો જ વર્ષ ૨૦૨૧ તમારું આવકની દ્રષ્ટિએ સારી રીતે પૂર્ણ થાય તેવા યોગો બની રહ્યા છે.       

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021

ધનરાશી વાળા માટે પારિવારિક સુખ જોતાં માતા-પિતા તરફથી પૂર્ણ રીતે સ્નેહ અને સહકાર મળે તેવા યોગો બનેલાં છે. વડીલવર્ગ હોય તેમનો પણ પ્રેમ તમારા ઉપર જળવાઈ રહે તેમજ પરિવારનાં બધા સભ્યો મળીને ધંધો વ્યાપાર કરતાં હોય તો તેમને માટે પણ સારા એવાં યોગો જોઈ શકાય છે. પરિવારની એકતાને લઈને નિર્ણય શક્તિ તમારી પ્રબળ રહે તેના આધારે તમે દરેક કાર્યો પાર પાડી શકો. પરિવારનાં સભ્યોમાં થોડા વૈચારિક મતભેદો રહે અને કૌટુંબિક ધન સંપતિનાં પ્રશ્ને અવરોધો આવે એટલે પારિવારિક આંતરિક સંબંધોમાં તિરાડ ના પડે તે માટે વિચારવું જરૂરી ગણાય છે અને લાંબાગાળાનાં આયોજનોમાં વિઘ્નો આવે નહીં તેમજ કૌટુંબિક વ્યય વ્યવસાયિક ભાગીદારીમાં મનદુઃખ થાય નહિ અને ભાઈ ભાંડું સાથે ઘર્ષણ વધે નહીં દસ્તાવેજ સંબંધિત કાર્યોમાં સંભાળવું જરૂરી છે પરંતુ તમારે સહનશીલતા રાખવી પડે અને આવેલી કસોટીમાંથી પાર ઉતરવું પડે તે પ્રમાણેનાં યોગ વર્ષ ૨૦૨૧માં જોવાય છે.   

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

વર્ષ ૨૦૨૧માં ધનરાશીનાં જાતકોને માટે ધંધા બાબતે જોતાં નવા અવસરો ઉભા થશે તેવા યોગ જોઈ શકાય છે. ધંધામાં તમારી પોતાની બુદ્ધિ તમારો વિવેક અને તમે પોતે આત્મનિર્ભર બનીને આગળ વધશો. તથા નાનીમોટી જે કઈ પરેશાની આવે તેનો માર્ગ કઈ રીતે કાઢવો તેવું પણ બનશે અને તેવું ગ્રહો સૂચિત કરશે. જે જાતકોને આ વર્ષે નવો ધંધો કરવાની ઈચ્છા હોય તેમના માટે આ વર્ષ સારું જોવાય છે. નવો ધંધો વર્ષની શરૂઆતમાં ઓછો ચાલે પરંતુ મે મહિના પછીનાં સમયમાં ધંધો વધારે સારો ચાલે તેવા યોગો બની રહ્યા છે. શેરસટ્ટાકીય રીતે કામ કરતાં જાતકોને માટે તા.૧૪/૫/૨૧ થી ૧૫/૬/૨૧ દરમિયાન શેરસટ્ટામાં બહુ સાંભળીને કામ કરશો બને ત્યાં સુધી આ સમયમાં એકદમ ઓછું કાર્ય કરવું આમ પણ આ સમય દરમિયાન કોઈ સફળતા મળવાની નથી તેથી ના કરવું સારું. તા. ૧૪/૯/૨૧ પછી ધંધાકીય રીતે જોતાં મોટી ઉથલપુથલ જોવાય છે.  

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

ધનરાશી વાળાઓ માટે જોતાં જે જાતકો નોકરી કરતાં હોય તેમના માટે વર્ષ દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રમાં તમે પોતે આગળ વધો છો તેવું તમે જાતે જોઈ શકશો. નવી નોકરી માટેની જે જાતકોની ઈચ્છા હોય તે જાતકોને નવી નોકરી મળવા માટેનાં યોગો વર્ષ ૨૦૨૧માં જોઈ શકાય છે. અથવા જે જગ્યા પર તમે જોબ કરતા હોય અને તે કંપની વિદેશનું કાર્ય કરતી હોય તો વિદેશ નોકરી માટેનાં યોગો પણ તમારા બની શકે તેવા યોગ જોવાય છે. સાથે-સાથે છેલ્લાં બે ત્રણ વર્ષથી નોકરીની શોધખોળ કરી રહ્યા હોય પરંતુ નોકરી ના મળતી હોય તેવા જાતકોને માટે માર્ચ, એપ્રિલ અને મે માં એક સારી નોકરી પ્રાપ્ત થવા માટેનાં ગ્રહો સૂચિત કરે છે અને જે નોકરી માટેની લાંબા સમયથી તમે રાહ જોતાં હતા તે તમને પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી વર્ગને માટે પદોન્નતી થાય અને આવકનાં સ્ત્રોતમાં વધારો થાય તેવા યોગોને નકારી શકાતા નથી. નોકરીયાત વર્ગને માટે વર્ષ ૨૦૨૧ ઘણું સારું પુરવાર થશે.    

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

ધનરાશી વાળા જાતકોને માટે દાંપત્યજીવનમાં એકંદરે સારું જોવાશે. પતિ-પત્ની વચ્ચે જે સંબંધોમાં અંતર હશે તે અંતર દુર થશે અને પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોમાં પૂર્ણરીતે પ્રેમ જોવાશે. એકબીજા ની ચાહનામાં પરસ્પર પૂર્ણતા જોવાશે. વર્ષની શરૂઆતમાં એપ્રિલ સુધીનો સમય વધારે સારો છે. મે થી જુનનો સમય મધ્યમ છે. જુલાઈ થી ડીસેમ્બર સમ જોવાય છે. નાનાં મોટાં જે કઈ ઝગડા થતા હોય તો તે ઝગડાઓ બંધ થઇ જશે છુટાછેડા માટેનાં કોર્ટમાં કેસ ચાલતા હોય તો તેનું પણ નિરાકરણ આવે. પત્ની સાથે ભાગીદારીમાં ધંધો કરવાથી લાભ પણ મળે સાસરી તરફથી પૂરો સહકાર મળે અને ધંધાની શરૂઆત કરવા માટે અથવા અન્ય રીતે નાણાંકીય સહાય પણ જોવાય છે. પ્રેમ સંબંધમાં જોતા આ વર્ષે ધનરાશીનાં જાતકોને માટે સારી સફળતા સૂચક યોગ બની રહ્યા છે. તમારો પ્રેમ સંબંધ નવા મુકામ ઉપર પણ જોઈ શકાય છે. પ્રેમી સાથીઓને જે અણબનાવ બનેલાં હોય તે અણબનાવમાં મીઠાસ આવે અને પરસ્પર પાછા સારા એવાં સંબંધો થઇ જાય પ્રેમ સંબંધોમાં એકબીજા ને કઈક ને કઈક મુદાઓ ઉપર ઝગડો ચાલુ રહે અને કોઈ વખત એવું પણ બને કે ઝગડામાંથી મોટું સ્વરૂપ ધારણ થાય અને છુટા પડવાનાં યોગો બને. લગ્ન માટેનાં યોગો આ વર્ષે સારા જોઈ શકાય છે.      

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

આપની રાશીનાં આધારે જોતાં આ વર્ષે આપને શનિની પનોતીનાં છેલ્લાં ત્રીજા તબક્કામાંથી પસાર થઇ રહ્યા છો તેમાં એકવાત સારી છે કે પનોતી રૂપાનાં પાયે છે તેથી સ્વાસ્થ્ય બાબતે આમ બરાબર નથી પરંતુ બચાવ થાય કેતુ મહારાજથી જોતાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ તેમજ રાશી સ્વામી ગુરુ પસાર થાય છે. તે તમારો બચાવ કરે તબિયત બાબતે વધારે કાળજી રાખવાનો સમય તા. ૧૦/૧૨/૨૦૨૦ થી તા. ૩/૧/૨૦૨૧ તથા તા. ૩૦/૧૦/૨૦૨૧ થી વર્ષનાં અંત સુધી કાળજી લેવી. હૃદય રોગ, મધુપ્રમેહ, આંખનાં દર્દ હોય તેમને જે સમય ઉપર દર્શાવ્યો છે તે સમયમાં ઓપરેશન વિગેરે કરાવવું નહિ આ સિવાય થોડું ડીપ્રેશન રહે ઊંઘ ના આવવી તથા સ્વપ્ના આવવા અને અન્ય રીતે પણ આવી બધી તકલીફ શરીરને થઇ શકે છે. મહામૃત્યુંજયનાં જાપ કરવા અથવા કરાવવા જોઈએ. લઘુરુદ્ર કરાવવો જોઈએ તે આપનાં માટે વધારે હિતકારી છે.  

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

૨૦૨૧માં સંતાન સુખ સારું જોવાય છે પતિ-પત્ની વચ્ચે વિચારણાઓ પ્રમાણે અને યોગ્ય સમય સમજીને સંતાન માટેનું કાર્ય સફળ થઇ શકે છે. સંતાન યોગ બનવાથી પરિવારમાં એક ખુશાલીનો માહોલ જોઈ શકાય. ધનરાશીનાં જાતકોને માટે અભ્યાસમાં જોતાં વિદ્યાર્થી વર્ગને ડીગ્રી પ્રાપ્તિ માટે મહેનત અને પરિશ્રમનું યોગ્ય ફળ મળશે. પરંતુ કૌટુંબિક પ્રશ્નો અભ્યાસમાં ખલેલ ન પહોચાડે તેની કાળજી રાખવી જરૂરી છે. વિદેશ માટેનાં યોગો પણ બને છે. સામાન્ય રીતે શારીરિક તકલીફ પણ રહે જેના કારણે અભ્યાસમાં પૂર્ણતામાં અવરોધ આવે તથા ઉચ્ચ અભ્યાસને લઈને માનસિક ટેન્શન પણ જોવાય ગણિત, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનાં વિષયોમાં એકંદરે સારું જોવાશે.  

ધનરાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વર્ષ ૨૦૨૧ સારું કહી શકાય વધારે પરેશાનીનો સામનો કરવો નહિ પડે સામાન્ય પરેશાની રહેશે પરંતુ તે ચાલે પરિવારનાં વ્યક્તિઓની મદદ મળે. ધંધામાં સારું જોવાય, પ્રેમ સંબંધોમાં સારું જોવાય, દાંપત્યજીવનમાં સારું જોવાય, મકાન ખરીદવા માટેનો યોગ બને. નવું મકાન જેની ઈચ્છા હોય તે પૂર્ણ થાય.     

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮