Disha Shool (દીશા શૂલ)
પૃથ્વી ઉપર દસ દિશા ઓ આવેલી છે. તેમાં दिक्शूलम् , विदिक्शूलम् , नक्षत्रशूलम् તેમજ शूल दोष निवारणाथँ भक्ष्यपदार्था:
વિગેરે માહીતી.
૧. પૂર્વ ૨. દક્ષિણ ૩. પશ્ચિમ ૪. ઉત્તર
પૂર્વ દક્ષિણ ની વચ્ચે અગ્નીકોણ
દક્ષિણ પશ્ચિમ ની વચ્ચે નૈઋત્યકોણ
પશ્ચિમ ઉત્તર ની વચ્ચે વાયવ્યકોણ
ઉત્તર પૂર્વ ની વચ્ચે ઇશાનકોણ
આકાશ પાતાળ
પુરાણો માં ૧૦ દિશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં યુદ્ધ ના સમયમાં હનુમાનજી નો અવાજ દસ દિશાઓ માં
સંભળાતો હતો.
દસ દિશાઓ માં દેવતાઓ નો વાસ રહેલો છે.
હવે આપણે વાત કરીએ છીએ વૈદિક જ્યોતિષ – જ્યોતિષ શબ્દ “જ્યોતિ” થી બને છે. જેનો અર્થ
“પ્રકાશ” થાય છે.
વૈદિક જ્યોતિષ અત્યંત વિસ્તૃત રૂપથી આપવામાં આવેલું છે. મનુષ્યને આ બાબતથી જ્ઞાન મેળવીને આગળ વધવું.
જયારે તમે યાત્રા માટે વિચારતા હોય ત્યારે નીચે પ્રમાણે આપેલી માહિતી મુજબ અનુસરવું જેથી આપની યાત્રા મંગલમય
બને.
વાર પ્રમાણે કઈ દિશા માં જવું નહિ?
-
સોમવાર , શનિવાર – પૂર્વ
-
રવિવાર , શુક્રવાર – પશ્ચિમ
-
મંગળવાર , બુધવારે – ઉત્તર
-
ગુરુવાર – દક્ષિણ
-
મંગળવાર – વાયવ્ય
-
બુધવાર , શનિવાર – ઇશાન
-
શુક્રવાર , રવિવાર – નૈઋત્ય
-
ગુરુવાર , સોમવાર – અગ્ની
ચાર દિશાઓ અને ચાર કોણમાં ઉપર પ્રમાણે આપેલું છે તેમાં યાત્રા પ્રવાસ અથવા અગત્યના કામ માટે જવું નહિ.
શૂલદોષ ની શાંતિને અર્થે વાર પ્રમાણે વસ્તુભક્ષણ કરીને યાત્રા કરવી જેની માહિતી નીચે આપેલી છે.
-
રવિવાર – ઘી
-
સોમવાર – દૂધ
-
મંગળવાર – ગોળ
-
બુધવારે- તલ
-
ગુરુવાર – દહીં
-
શુક્રવાર – જવ
-
શનિવાર – અડદ
ઉપર મુજબ ના પદાર્થો નું સેવન કરીને પ્રસ્થાન કરવું.