
Chandra-guru gajkesriyog-ચંદ્ર-ગુરુ યુતિ ગજકેસરી યોગ,ચન્દ્ર થી છઠ્ઠે ,સાતમે,આઠમે શુભ ગ્રહ હોય તો રાજયોગ બને છે.ચંદ્ર-બુધ ની યુતિ શુભ જોવાય છે.
જ્યોતિષવિદ્યા અનુસાર, ગજ-કેસરી યોગ યોગ શું છે?
જ્યારે આ યોગ જન્માક્ષરમાં થાય છે, ત્યારે ચંદ્ર અથવા ચંદ્ર લગ્ન અથવા અન્ય શુભ ગ્રહ શક્તિ અને લાભો પ્રદાન કરે છે. ચંદ્રને મનનું કારણ માનવામાં આવે છે અને તે પાણીથી સંબંધિત છે. વ્યક્તિના મૂલ્યો, આદર, સંપત્તિ, આરોગ્ય, શક્તિ અને ધૈર્ય પ્રાપ્ત કરવામાં તેમનો મુખ્ય ફાળો છે.ઘણાં જન્માક્ષરોમાં ગજ-કેસરી યોગ હોવા છતાં, તેમના જીવનમાં સંઘર્ષથી ભરપૂર જોવા મળે છે. ગજ-કેસરી યોગ પર નકારાત્મક અસરો હોવાના ઘણા કારણો છે. ઘણી વખત, જન્માક્ષરમાં, આ યોગની અસર અન્ય યોગને દૂરકરી નાખે છે. વ્યક્તિ શ્રીમંત હોવા છતાં સંઘર્ષમાં પોતાનું જીવન જીવે છે. વ્યભિચાર એ છે કે વ્યક્તિને આ વિશે પણ ખબર નથી. ગજ-કેસરી યોગના ક્ષેત્રમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે:
પ્રખ્યાત વ્યક્તિઓના જન્માક્ષરમાં ગજ-કેસરી યોગ
મહાત્મા ગાંધી
જ્યોર્જ કેનેડી
રણવીર કપૂર
અક્ષય કુમાર
રાહુલ દ્રવિડ
ચંદ્ર એ મન નો કારક છે ,નિર્બળ ચંદ્ર નાની મોટી બીમારી આપે છે ,શરદી ,મન ની નબળાઈ ,અપચો ,આતરડા ની પીડા, નિદ્રા નો અભાવ આંખ ની પીડા , કબજિયાત પાણી શરીર માં વધારે હોવાથી ચંદ્રગ્રહ ની અસર વધારે જોવાય છે. વૃષભ માં ૩ અંશ ઉચ્ચનો અને કર્ક માં સ્વગ્રહી ગણાય છે .વૃશ્ચિક માં નીચ નો ગણાય છે, મકર નો ચંદ્ર શત્રુ રાશી નો છે ચન્દ્ર મન ની પ્રબળ શકિત આપે છે. કોઈ પણ કાર્ય માં ગભરાયા વિના તે આગળ વધે છે. પરંતુ નિર્બળ હોય તો અધૂરું કામ રાખી ને નાસીપાસ થઇ જાય છે, જેથી તમારે તમારા જીવન માં સફળ થવા માટે ચંદ્ર ને મજબુત રાખવો જરૂરી છે. દરેક ગ્રહ ના કાર્ય અલગ અલગ છે.કર્મ કરવાની શકિત મંગલ આપે છે .કર્મ માટે વિચાર બુદ્ધિ વિગરે બુધ આપે છે. કર્મ માટે સાધનો ગુરુ આપે છે કર્મ માટે ના આયોજન નો આધાર શનિ ઉપર રહે છે .સૂર્ય તમને ઉર્જાવાન બનાવે છે.
જેતે કર્મ નું ફળ લક્ષ્મી સ્વરૂપે શુક્ર આપે છે, જેથી બધા જ ગ્રહ આપણા શરીર માં એક અવનવી ઉર્જા આપનાર છે. હવે મુખ્ય વાત ઉપર આવીએ ઘણા માણસો ગ્રહ ને માનતા નથી, પણ સમગ્ર જીવન ઉપર ચંદ્ર ની અસર વધારે રહેલી છે. એક ઉદાહરણ આપું આપણે કોઈ પણ જમવાનું બનાવીએ છીએ તેમાં પણ સવાર નું બનાવેલું જમવાનું સાંજના અલગ લાગે છે, અને અમુક વસ્તુ ખાવાની હોય તને જો ફ્રોજન કરીએ તો લાંબો સમય રાખી ને પણ આપણે તે ખાઈ શકીએ છે. તો સમજવાનું એ છે કે જયારે ઠંડી જગ્યા ઉપર આપણે વસ્તુ ને લાંબો સમય સુધી સારી રાખી શકીએ છે, તો કહેવાનો ભાવાર્થ એ છે કે ચંદ્ર જો તમારો મજબુત હોય તો તમારી શક્તિ ઉપર અન્ય શકિત હાવી થઇ શક્તિ નથી.
હવે ખાવાની વસ્તુ ઉપર અસર થતી હોય તો મનુષ્ય દેહ ઉપર કેમ થાય નહિ સમજવાની જરૂર છે. આ તો વિશાળ છે પણ હું બધાને સમજાવવા માગું છું કે તમારી ઉપર ચંદ્ર નીઅસર થાય છે. આ જગત માં જળદેવ –અગ્નિદેવ-પવનદેવ આ ત્રણ દેવો સમસ્ત પૃથ્વી ને હચમચાવી નાખે છે. આ વાત ને માનવી પડે, ચંદ્ર થી ગણા બધા શુભ યોગો બને છે, અને તેના બળ થી તમે સંસાર રૂપી સાગર માંથી પાર ઉતરી શકો છો, ભગવાન શિવ તેમણે ચંદ્ર દેવ ને મસ્તક ઉપર ધારણ કરેલ છે. ચંદ્ર ના બળ થી અવિનાશી બને છે .જેથી એક ઉપાય બતાવું છું, તે કરવાથી ચંદ્ર નું બળ વધશે અને અનેક પીડા માંથી આપ મુક્ત થઇ શકશો, કોઈ પણ વિધિ-વિધાન કરો તો ચંદ્ર ની પૂજા ખાસ કરો.
ચંદ્ર ની ગતિ સવા બે દિવસ ની છે, અને તેની અસર આ જગત ઉપર વધારે જોવા મળે છે. આપણે અગિયારસ કરીએ પૂનમ કરીએ આ પણ ચન્દ્ર નું બળ શુભ આપનાર છે. જયારે ચંદ્ર સાથે શનિ હોય તો વિષયોગ બને છે, પણ વિષયોગ માં અમૃત રહેલું હોય છે. આવા જાતકો પૈસા કરકસર કરી ને બચાવે છે. ચન્દ્ર સાથે રાહુ હોય તો ગ્રહણ દોષ બને, અને ચંદ્ર સાથે ગુરુ હોય તો ગજ-કેસરી યોગ બને, ચન્દ્ર થી છઠ્ઠે ,સાતમે અને આઠમે શુભ ગ્રહ હોય તો રાજયોગ બને છે .ચંદ્ર-બુધ ની યુતિ શુભ છે ચંદ્ર-શુક્ર ની યુતિ શુભ છે.