Guru Ka Gochar 2019 / ગુરુગ્રહ નું ગોચર ૨૦૧૯

0
493

ગુરુગ્રહ તા. 11/8/ 2019 ના રોજ સમય 19 :08 ક.મિ થી માર્ગી થાય છે. અને તા. 5 /11/ 2019 ના રોજ સમય  05: 24 ક.મિ ગુરુ પોતાની રાશી બદલે છે. ગુરુ ગ્રહનું ફળકથન તારીખ 11/ 8/ 2019 ને રવિવાર શ્રાવણ સુદી અગિયારસ ના દિવસે ગુરુ માર્ગી થાય છે. વૃશ્ચિક રાશી માં માર્ગી થશે. 29 March 2019 ના રોજ ગુરુ ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો. 10 એપ્રિલ થી વક્રી અવસ્થા હતી. વક્રી અવસ્થાને કારણે વૃશ્ચિક રાશિમાં પાછો ગયો હતો. અને ૧૧ ઓગસ્ટના ના રોજ પાછો ગુરુ વૃશ્ચિક રાશિમાં માર્ગી થયો. કોઈપણ ગ્રહ વક્રી થાય ત્યારે પાછળ ચાલે છે.

માર્ગી થાય ત્યારે આગળ ચાલે છે. ગુરુ માર્ગી થવાથી બારે બાર રાશિ ઉપર તેની અસર જોવાય છે. ગુરુ પોતાની દ્રષ્ટિ ૫, ૭ અને ૯ ઉપર કરે છે. ગુરુની પાંચમી દ્રષ્ટિ મીન રાશિ પોતાની રાશિમાં છે. તેમજ સાતમી દ્રષ્ટિ વૃષભ રાશિમાં છે. નવમી દ્રષ્ટિ કર્ક રાશિ સ્થિત સૂર્ય, બુધ, શુક્ર ત્રણ ગ્રહો ને જોવે છે. રવિવારના દિવસે મૂળ નક્ષત્ર ધન રાશિનો સ્વામી ગુરુનું માર્ગી થવું પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી સારું જોવાય છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે.

આવા સારા યોગોમાં ગુરુનું માર્ગી થવું શુભ પરિણામ આપનાર છે. સકારાત્મક પરિણામ પણ આપનાર છે. વ્યાપાર-વ્યવસાયમાં તેજી આવે, સોના-ચાંદીમાં તેજી આવી શકે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને ગુરુ શું પરિણામ આપશે તે આપણે જોઈએ. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આઠમા સ્થાનમાંથી ગુરુ પસાર થાય છે. ગુરુ વૃશ્ચિક રાશિનો મંગળનાં ઘરમાં બેઠેલો છે. આ ગુરુ એકંદરે શુભ પરિણામ આપનાર નથી. ધન સંબંધી ચિંતા કરાવનારો છે.વ્યાપાર વૃદ્ધિ માં યોગ અટકી જાય છે. નવો વ્યાપાર આ સમય દરમિયાન કરવો ઉચિત જોવાતો નથી.

આરોગ્ય બાબતે જોતા સાવધાની રાખવી જરૂરી છે. અચાનક આરોગ્ય બગડે પોતાના જે મિત્રો હોય તે મિત્રો સાથે પણ અણબનાવ ઊભો થાય. જે ના થાય તેનું ધ્યાન રાખવું તેવું ગ્રહ સૂચિત કરે છે. પ્રવાસનો યોગ બનશે. ભારતની નાની-મોટી મુસાફરી થાય. વિદેશયાત્રા યોગ પણ બને.પોતાની પત્ની અને પુત્ર ને પીડા થાય. આ સમય દરમિયાન તણાવ રહેશે. પરંતુ સાથે-સાથે નવું કામ પણ શરૂ થશે તે પ્રમાણે ના યોગો બની રહ્યા છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે ગુરુ સુખ-સમૃદ્ધિ લઈને આવેલ છે. આ જાતકોને માટે વ્યાપારમાં મોટો લાભ થાય. કોઇ ને કોઇ રીતે બીજા અન્ય વ્યાપારમાં પણ સારા લાભો મળે. વિશેષ કરીને ખાવા-પીવાની વસ્તુઓ શાકભાજી, અનાજ વગેરે નો ધંધો કરતા જાતકોને સારો લાભ થાય. સાથે-સાથે સોના-ચાંદી ,તાંબુ ,લોખંડ તેનો ધંધો કરતા જાતકોને પણ સારો લાભ થાય.

એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતા વેપારી વર્ગને વ્યાપાર- વાણિજ્યમાં સારો લાભ પ્રાપ્ત થશે, મિત્રોનો સહયોગ મળશે. મિત્રો થકી મદદ પણ મળશે. ભાગીદારી માં જો આપનો વ્યવસાય હશે તો સારા લાભ થશે.પોતાની સ્ત્રી નું સુખ સારું મળશે. પોતાની સ્ત્રીનો પણ ભાગ્યોદય થાય, આરોગ્ય સારું જોવાશે, મન પ્રફુલ્લિત રહેશે. એકંદરે વૃષભ રાશિવાળા માટે ગુરુ શુભ ફળ આપનાર છે.

મિથુન રાશિ

મિથુન રાશી થી જોતા ગુરુ આપની જન્મકુંડળીમાંથી છઠ્ઠા સ્થાનમાંથી પસાર થાય છે. પરિણામરૂપે જોતા નોકરી માટેના યોગો આ સમય દરમિયાન પ્રબળ બને છે. જોબની ઈચ્છા રાખતા જાતકોને અવશ્ય જોબ મળશે. પ્રમોશનની ઈચ્છા રાખતા જાતકોને પ્રમોશન મળે, નોકરિયાત વર્ગને માટે ગુરુ શુભ પરિણામ આપનાર છે. પરંતુ કારણ વગરની ચિંતા થયા કરે.શત્રુ વૃદ્ધિ ના થાય તેની કાળજી રાખવી. શત્રુઓ સાથે મીઠાશ પૂર્વક વાત કરવી આ મોટામાં મોટું શસ્ત્ર છે. ધનનો ખર્ચ રહેશે.

સામાન્ય રીતે જોતા ધાર્મિક ખર્ચ થાય ,કોર્ટ-કચેરીમાં કેસ ચાલતો હોય તો તેમાં પણ ખર્ચ થાય. સાથે-સાથે રોગ નું સ્થાન હોવાથી દવામાં પણ ખર્ચ થાય. પરંતુ Astro Gujarati  ઉપાય બતાવે છે કે આ બધામાંથી બચવા માટે ગુરૂવારના દિવસે કેળ ના થડમાં જળ સીંચવું અને સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર નાખી અને સ્નાન કરવું દર ગુરુવારના દિવસે પીળા રંગનો રૂમાલ સાથે રાખવો.

કર્ક રાશિ

કર્ક રાશિથી જોતા ગુરૂ પાંચમા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ ગુરુ આપના માટે  સદબુદ્ધિ આપનાર છે, સાથે-સાથે વિદ્યા આપનાર છે. સંતાનની ઈચ્છા વાળા જાતકો માટે પણ આ યોગ ખુશી આપનારો છે. સંતાનથી મોટી કોઈ ખુશી નથી તેમાં પણ પુત્ર પ્રાપ્તિના યોગો બને છે. વિદ્યાભ્યાસ કરતા જાતકો માટે આ સમય ઉત્તમ ફળ આપનાર છે.

નવા વિચારો આપનાર છે. સાથે-સાથે કોઈપણ પ્રતિયોગીતા માં જો તમે ભાગ લો છો તો તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થવાના યોગ બને છે. પરંતુ સાથે-સાથે એક વાત તો ધ્યાનમાં રાખવી પડશે કે પરિશ્રમ વગર કોઈ પણ ક્ષેત્રમાં કોઈપણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. જે સુખની ઈચ્છા રાખતા હોય તે સુખની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સુખો ની પ્રાપ્તિ થાય છે.

વિદેશથી આવેલ જાતક સાથે વિવાહના પણ યોગ બને છે. અથવા ભાગીદાર માં કોઈ નવા ધંધાની શરૂઆત પણ થાય છે. ઋષિકુમારો માટે આ સમય દરમિયાન મંત્ર વિદ્યાનું ગુરુ પાસે જ્ઞાન લેવું અને વેદના મંત્રો ગુરુ પાસે ભણવા તે ઉત્તમ ફળ આપનાર છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને માટે ગુરુ ચોથા સ્થાનમાંથી માર્ગી થઇ રહ્યો છે. આ જાતકોને મોટાભાગના સુખોની પ્રાપ્તિ  કરાવનાર છે. સ્ત્રીથી લાભ થાય. સ્ત્રી થકી જે કાર્ય કરવાનું હોય એનું મેનેજમેન્ટ કરે, મિત્ર વર્ગથી સારો લાભ થાય. મિત્રો સાથ અને સહકાર આપે, જીવનનો એક અનેરો પ્રસંગ આ સમયે જોવા મળે, પુત્રના સુખની પ્રાપ્તિ થાય.

ઉચ્ચ અધિકારી વર્ગને માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર તરફથી આદર સન્માન થાય. ધન લાભ થાય. તથા ઇષ્ટ અને મિત્રો નું સુખ પ્રાપ્ત થાય. નોકરી માટેના યોગો પ્રબળ બને. તમારું નવું કોઈ કાર્ય કરવાનું હોય તો આ સમય દરમિયાન તમે કરી શકો. ભૂમિથી લાભ થાય, નવું વાહન પણ આવે અને વિદ્યા પ્રાપ્તિ પણ થાય. બધી જ રીતે ગુરુ આપને સકારાત્મક ફળ આપનાર છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને માટે ગુરુ ત્રીજા સ્થાનમાંથી માર્ગી થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને માટે આ સમય દરમિયાન એટલે કે વૃશ્ચિક રાશિમાં ગુરુ ભ્રમણ કરશે. તે દરમિયાન આપને આકસ્મિક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે. સાથે-સાથે વ્યાપારમાં અથવા કાર્યક્ષેત્રમાં સારા લાભો મળશે. મિત્રો તથા ભાઈઓ સાથે સમાગમ થશે. પરંતુ ત્રીજું સ્થાન પરિશ્રમનું છે. જેથી પરિશ્રમ તો કરવો પડશે.

તેમજ ભાઈ સાથે અથવા બહેન સાથે કોઈ પ્રશ્નનું નિરાકરણ ના આવતું હોય તો તેનું સલાહ સૂચન પણ કરવું પડશે. આ રીતે જોતા આપને માટે પરિસ્થિતિને સમજી ને કામ લેવાની સલાહ છે. સ્ત્રી નું સુખ પ્રાપ્ત થાય. દાંપત્યજીવન સુખ સારું જોવાય. પતિ-પત્ની વચ્ચે કોઈ નાની-મોટી બાબતથી મન મુટાવ હોય તે દૂર થાય. ભારતની નાની-મોટી યાત્રાના યોગ બને. એકંદરે ગુરુ સારું ફળ આપનાર છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ગુરુ બીજા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ ગુરુ આપને ધન સુખ આપનાર છે. બેન્ક બેલેન્સ બનાવનાર છે. તમે તમારા નાણાંનું રોકાણ કરી શકો. તે પ્રમાણેની આવક પણ આવે. કુટુંબ પરિવાર થી સારું જોવાય છે. કર્મ ક્ષેત્રમાં લાભ જોવાય છે. ધન સુખ ની પ્રાપ્તિ થશે. ધનલાભ પણ થશે.

આરોગ્ય બાબતથી જોતાં જુના અને હઠીલા દર્દો અને રોગ તે એકંદરે ધીરે ધીરે ઓછો થતો હોય તેવું લાગે અને જો કુંડળીનું બળ વિશેષ હોય તો તેમાંથી રોગમુક્ત પણ થઈ શકો. પરિવારના જાતકો સાથે જે સંબંધોમાં નાની-મોટી ગેરસમજના કારણે મુશ્કેલી ઊભી થઈ હોય તો તેમાંથી તેનું નિરાકરણ થાય અને પારિવારિક સંબંધો મધુર બને. વિદ્યાર્થીવર્ગ જે પી.એચ.ડી કરતા હોય અથવા તેને સમકક્ષ હોય તેવા જાતકોને માટે આ સમય ઉત્તમ ફળ આપનાર છે

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને માટે ગુરુ દેહ ભુવન માંથી પસાર થાય છે. આ પ્રમાણે જોતાં ગુરુ મંગળ ની રાશિમાંથી પસાર થાય છે. એટલે કે હાલમાં ગુરુ વૃશ્ચિક રાશિમાં છે. સ્ત્રીનું સુખ સારું પ્રાપ્ત થાય, પુત્રનું સુખ મળે ,આરોગ્ય સુખાકારી એકંદરે સારી જોવાય. વિદ્યાર્થી વર્ગને માટે આ સમય ઉત્તમ જોવાય છે. વિદ્યાભ્યાસમાં આગળ વધવાની તકો પ્રાપ્ત થાય નવા નવા વિચારો વ્યાપાર માટેના આવે અને તેનાથી વ્યાપાર વૃદ્ધિ થાય.

લાભ સારા જોવાય. નોકર ચાકર નું સુખ પ્રાપ્ત થાય. રાજ્ય તરફથી આદર અને સન્માન મળે. નોકરી કરતા જાતકોને માટે સારું જોવાય. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ થાય. ધાર્મિક કાર્યો કરવામાં રુચિ વધે. ભૂમિ ને લગતા કાર્યો માં તેમજ સ્થાવર મિલકત ને લગતાં કાર્યોમાં સફળતા ના યોગો બને. લગ્ન વિવાહનો યોગ પણ આપની યોગ્ય ઉંમર હોય તો બને. એકંદરે ગુરુ પરિવાર સહિતનું સારું સુખ આપનાર બને છે

ધન રાશિ

ધન રાશિના આધારે જોતા ગુરુ આપની રાશિથી બારમા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ ગુરુ ગ્રહની દ્રષ્ટિ છઠ્ઠા રોગ અને શત્રુ સ્થાન પર છે. જેથી શત્રુઓ સાથે શત્રુતા વધે. પારિવારિક જીવનમાં નાના-મોટા ઝઘડા થાય. શત્રુ સાથે પણ ઝઘડો થાય, અણધાર્યું નાકામ નું દુઃખ ઉત્પન્ન થાય.

આરોગ્ય બાબતે જોતા શરીરમાં કફ પ્રકૃતિ વધારે થાય, અણધાર્યા ખર્ચા આવે. સાથે આવકનો સ્ત્રોત રહે પરંતુ ખર્ચનું પ્રમાણ વધારે થાય. કોર્ટ-કચેરી બાબત થી સાવધાન રહેવું જરૂરી છે. આ સમય દરમિયાન પ્રવાસ યોગ પણ બને, નોકરી કરતા જાતકોના માટે કોઈને કોઈ નાની-મોટી મુશ્કેલી આવે.મન ઉપર ચિંતા અધિક રહે. રાજ્ય તરફથી અથવા સરકારી કાર્યોથી ભય ઉત્પન્ન થાય, જેથી દરેક કાર્ય સાવધાની પૂર્વક કરવું તે આપના માટે શુભ છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને માટે આ સમય ઉત્તમ જોવાશે.  દેહ સુખ સારું જોવાય  ધન સુખ સારું પ્રાપ્ત થાય,આરોગ્ય બાબતની ચિંતા દૂર થાય, આરોગ્ય સારું રહે.સમાજમાં ,કાર્યક્ષેત્રમાં ,નોકરીમાં યશ, કીર્તિ, પ્રતિષ્ઠા અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. પત્નીનું સુખ સારું જોવાય, પુત્ર સુખ સારું જોવાય પોતાના મિત્રો થકી સારા લાભ મળે ,વાહન માટે નો સુંદર યોગ બને છે.

જન્મકુંડળીના ગ્રહો  જો પ્રબળ હોય તો ચાર પૈડા વાળુ વાહન તેનો પણ યોગ બને. વિદ્યાર્થી વર્ગને માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. આધ્યાત્મિક ક્ષેત્રમાં રુચિ વધે, મન  થી ધારેલા કાર્યો સફળ થાય. સંતાનોનું સુખ સારું પ્રાપ્ત થાય , સંતાનોના  સારા કાર્ય ની ખુશી પણ અનુભવાય.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના માટે વૃશ્ચિક રાશિનો ગુરુ દસમા સ્થાનમાંથી પસાર થાય છે. આ ગુરુ તમે કલાકાર હોય, નેતા હોય સારી પોસ્ટ ઉપર હોય, ગામના સરપંચ હોય જે જગ્યા ઉપર નોકરી કરતા હોય આ બધાને માટે આ સમય ઉત્તમ જોવાય છે. તમારા બધા લોકો વખાણ કરે, તમારી કીર્તિનું પ્રસાર અને પ્રચાર કરે રાજ્ય તરફથી અથવા તમારું જે કાર્યક્ષેત્ર હોય અને વિદ્યાર્થી વર્ગ આ બધાને માટે આ રાશિના જાતક હોય તો પુરસ્કાર આપને મળે.

વ્યાપારમાં ધનલાભ થાય છે. આકસ્મિક ધન લાભ થવાનો યોગ પણ છે અને મિત્રોનો સુખ પ્રાપ્ત થાય છે. આવનાર ઉત્સવો માં ભાગ લઈને પારિતોષિક પ્રાપ્ત કરી શકો છો તેમજ આવનાર ઉત્સવોમાં ધામધૂમપૂર્વક ખર્ચ પણ કરો અથવા ધાર્મિક કાર્યોમાં ફાળો પણ આપો.

મીન રાશિ

મીન રાશિના જાતકોને માટે જોતા ગુરુ શુભફળ આપનાર છે. ભાગ્ય ને લગતા પ્રશ્નોનો  સમાધાન થાય. ભાગ્યોદય બને .વ્યાપાર રોજગાર માં લાભ થાય.  ભાઈ દ્વારા , બહેનો દ્વારા ,સાહસ દ્વારા ધનલાભ થાય. નાના પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય,વાહન યોગ બને . ધર્મ કાર્યમાં રુચિ વધે, ધર્મકાર્ય થાય. આવનાર ઉત્સવો આનંદ પૂર્વક પૂર્ણ કરો.

રાજ્ય તરફથી સુખની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અધિકારી વર્ગને માટે તેમજ ધારાસભ્ય અથવા સાંસદ હોય તો તેમના માટે પણ આ સમય વધારે અનુકૂળતા વાળો જોવાય છે. અભ્યાસ ક્ષેત્રેથી જોડાયેલા શિક્ષક વર્ગ, અધ્યાપક વર્ગ ને માટે પણ ઉત્તમ સમય જોવાય છે. પરિવારનું સુખ સારું જોવાય છે. એકંદરે ગુરુ આપના માટે શુભત્વ કરનાર છે

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें