
રાશિફળ ના આધારે જોતા કુંભ રાશીના જાતકોને માટે આ વર્ષ ખુશી આપનારું છે.
ધન લાભ થશે તેમજ તમારે મકાન બનાવવાની ઈચ્છા હશે તો ઈચ્છા પણ તમારી પૂર્ણ થશે,
મકાન નવું ખરીદાય અથવા બનાવાય આ યોગ બને, તમારી રાશિનો સ્વામી શનિ નવા વર્ષમાં 2019 ની શરૂઆત માં તમારી રાશિ માં અગિયારમા સ્થાને સૂર્યની સાથે છે. અગિયારમું સ્થાન લાભનું કહેવામાં આવે છે.
બધુ મળીને જોતા આ વર્ષ આપના માટે લાભદાયક છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે નવું ઇન્વેસ્ટમેન્ટ થાય અને તેમાં પ્રોફિટ પણ થાય,
બાળકો સંબંધી ચિંતાઓ ઊભી થાય, મંગળ બીજા સ્થાનમાંથી પસાર થાય છે.
જે જાતકો વિવાહિત હોય તે જાતકોને માટે થોડું ચિંતા વાળું છે,
2019 માં મોટી ઘટના૭ માર્ચ ના દિવસે થઈ રહી છે, રાહુનું રાશિ બદલે છે,
આપના પાંચમા સ્થાનમાં થી રાહુ પસાર થશે, આ સ્થાન વિદ્યાનું છે,
વિદ્યાર્થીઓને માટે આ સમય તણાવપૂર્ણ રહે અભ્યાસમાં પ્રેસર રહે,
પરીક્ષાની ચિંતાઓ વધારે સતાવે સતાવે દાંપત્યજીવન માટે આમ એકંદરે સારું જોવાય છે,
વિવાહિત જાતક બાળકો માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તેમને સફળતા મળે,
રોમાન્ટિક લાઈફ પાર્ટનર ની સાથે મધુર સંબંધો બને,
ધન બાબત થી જોતા વ્યાપારમાં લાભ માટેના નવા માર્ગો જે તમે શોધતા હોય તે તમને પ્રાપ્ત થાય, થોડું દુઃખ પણ મળે, પણ દુઃખની સાથે સુખ વિશેષ છે.
તમારી મહેનત ઉપર તમે નિર્ભર રહેશો સામાન્ય રીતે જોતાં જે તમારી ઉમ્મીદ હોય તે ઉમીદ સફળ થશે, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુરુનું પરિવર્તન તમારા લાભ સ્થાન ની રાશિ માં આવે છે શનિ બ્રહસ્પતિ બંને તમારા માટે શુભ છે,
રિશ્તેદારો ની સાથે થોડો માહોલ અશાંત રહે એવા પણ યોગ બને છે વ્યાપારમાં થોડી અડચણ આવે જે લાભ માટેની આશા તમે રાખી રહ્યા હતા તે પ્રાપ્ત થાય ,
સંપત્તિ બાબતમાં ખોટ આવી શકે પોતાને મળેલી પ્રોપર્ટી પાછી વેચવાના યોગો બને,
એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં શનિ વક્રી બને છે જેથી જે વસ્તુ ની જરૂર હોય તે વસ્તુ પ્રાપ્ત થાય નહીં,
આરોગ્ય બાબત થી જોતા આરોગ્ય સુખાકારી મધ્યમ જોવાય છે, યાત્રા પ્રવાસ નો યોગ બનશે સપ્ટેમ્બર મહિનામાં તમારે સંભાળ રાખવી જરૂરી છે.
ત્યારબાદ યાત્રાઓ માટે 18 સપ્ટેમ્બર પછી નો યોગ બને છે, લાભ માટેના રસ્તાઓ પણ 18 સપ્ટેમ્બર પછી ખુલે છે.
પાર્ટનર સાથે અને બાળકો સાથે સંબંધો સારા રહેશે, યાત્રા કરવા માટે પ્રબળ યોગ છે.
જેથી કોઈ પણ ચિંતા વગર યાત્રા પ્રવાસ કરવો જોઈએ ધંધાકીય બાબતે યાત્રા કરવા માંગતા હોય તો તેમાં પણ આપણને સફળતા મળી શકે છે.
વર્ષના અંતિમ દિવસોમાં એટલે કે 14 ડિસેમ્બર ના દિવસે ગુરુ તમારી રાશિ થી લાભ સ્થાન માં રાશિ સ્વામી શનિ સાથે આવે છે આ સમયે તમને કોઈ મોટી ચિંતા પણ ઉભી થાય અથવા કોઈ માણસ તમને ખોટી સલાહ આપે અથવા ખોટું કરે,
તમારું નસીબ ખરાબ કરવાની પણ કોશિશ કરે જેથી બીજાના ઉપર ભરોસો રાખવો નહીં,
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં જલદી કરવી નહીં, સમજી વિચારીને નિર્ણય લેવો,
સ્ત્રી જાતકોને માટે આ વર્ષ સારું જોવાય છે તમે મનોકામના પૂર્ણ થાય છે અને બાળકો માટે પણ આ વર્ષ સારું છે પરિવારની ખુશી માટે તમારાથી જે થાય કરવું ,
જીવનમાં કરેલું કર્મ અફળ જતું નથી, પરિવારની વ્યક્તિને મદદ કરવાની હોય તો આપ કરશો,
વર્ષ દરમિયાન વિદ્યાર્થીવર્ગને માં સરસ્વતી નું અનુષ્ઠાન કરવું જરૂરી છે.
દર ગુરુવારે એક ટાઈમ જમીને ઉપવાસ કરવો તેમજ લાભ મેળવવા માટે વ્યાપારી વર્ગના જાતકોએ ગુરૂવારનો ઉપવાસ કરવો દતબાવની નો પાઠ કરવો, ગુરુનું રત્ન ધારણ કરવું તો આપના માટે વિશેષ ફળદાયી છે,
રાહુ સંબંધી પીડાની દૂર કરવા માટે તમારે રાહુ ના મંત્ર જાપ 72000 બ્રાહ્મણ દ્વારા કરાવવા જોઈએ,
જેથી વિદ્યાર્થીવર્ગને ,વ્યાપાર કરતા જાતકોને અને નોકરી કરતા જાતકોને પૂર્ણતા જોવાય .
વિશેષ કરીને પ્રવાસ દરમિયાન સાધન ચલાવવામાં કાળજી રાખવી જરૂરી છે.
માં ભગવતી આપની આશાઓ પૂર્ણ કરે તન-મન-ધનથી આપને સુખી રાખે તેવી પ્રભુને પ્રાર્થના
अथः शुभम भवतु
अस्तु