
મેષ (અ,લ,ઈ.)
૨૦૧૯ નું નૂતન વર્ષ અપના માટે સારું જોવાશે .નવ ગ્રહોનું ગોચર આપના માટે શુભ પરિણામ લાવશે.આ વર્ષમાં આપને પનોતી નથી. આરોગ્ય ની દ્રષ્ટિ એ જોતા શરીર માં કળતર થાય તેમજ જૂન માસ માં વધારે તકલીફ થાય જેથી આરોગ્ય બાબતે સતર્ક રેહવું સામાન્ય રીતે જોતા વાઈરલ ઇન્ફેકશન, શરદી, સળેખમ ,ખાસી કફ નું પ્રમાણ વધી શકે. ઘરેલું ઉપચાર ચાલુ રાખવો .જેથી અચનાક આવતી પીડા માં રાહત જોવાય. ઉપાય માં ગણપતિ ભગવાન ની પૂજા કરવી. જૈન પરિવારો એ વસુપૂજ્ય સ્વામીની તથા આદિનાથ ભગવાન ની આરાધના કરવી. આર્થીક દ્રષ્ટિ એ જોતા વર્ષની શરુઆત પ્રગતિમય બની રહશે. ધન મળ્યા કરે સાથે સાથે ખર્ચ નું પ્રમાણ વધે માંગલિક પ્રસંગો વર્ષ દરમિયાન થાય. યાત્રા પ્રવાસ નો યોગ બને .વર્ષ એકંદરે સારું જોવાય છે .નોકરિયાત વર્ગ માટે વી.આર.એસ લે અથવા આવે. સટ્ટાકીય કામકાજ માં ધાર્યો લાભ થાય નહિ વર્ષ દરમિયાન સ્થાવર જંગમ ,મિલકત માંથી આવક ઉભી થઈ શકે. કૌટુમ્બીક દ્રષ્ટિ એ જોતા કુટુંબના વ્યક્તિ ઓ તમારું ધ્યાન રાખશે. તમારા નાના ભાઈ અને બહેન નું આરોગ્ય કથળેલું રહે . વર્ષ દરમિયાન સંતાન પ્રાપ્તિ ના યોગ છે. માતા ને નાની મોટી તકલીફ થઈ શકે. વ્યાપારની દૃષ્ટિ એ જોતા આ વર્ષ એકંદરે સારું પુરવાર થશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકંદરે સારું જોવાશે .અભ્યાસ અર્થે જે વિદ્યાર્થીઓ વિદેશ માટે વિચારતા હોય તેમને વિદેશનો યોગ પણ બનશે. વિશેષ કરી ને ભૈરવ દાદા ની પૂજા અર્ચના કરવાથી લાભ સારા થશે.