
કર્ક – (ડ,હ.)
૨૦૧૯ વર્ષ ના આરંભ માં સાવચેતી રાખવી અને સાવધાન પૂર્વક કાર્ય કરવું તે મૂળ મંત્ર રાખવો જરૂરી છે.આપના મન માં સતત અજંપો રહે અજ્ઞાત ભય રહે.મન માં ઉચાટ રહે.કોઈ પણ કાર્ય જેવા કે ધંધો,ખેતીવાડી,નોકરી વિગરે માં બીજા ના ઉપર ભરોસો રાખી ને તમે કામ કરો છો તો તમને મુશ્કેલી આવી શકે જેથી પોતાનું કાર્ય પ્રમાણભૂત થયું છે કે નહિ તે ચકાસી લેવું જરૂરી છે.આરોગ્ય બાબતે જૂન–જુલાઈ મહિનો તકલીફ વાળો જોવાય છે.તેમાં સાવધાની રાખવી.વરસાદ ના મોસમ માં વાઈરલ ઇન્ફેકશન થઈ શકે.ઉમર વાળા જાતકો ને ધાર્મિક યાત્રા કરવાના યોગ બને વિદ્યાર્થી વર્ગ ને અભ્યાસ માટે પરદેશ ના યોગ બને આ વર્ષ માં નવું સાહસ કરશો.તેમાં તમને લાભ મળશે.નોકરિયાત વર્ગ ને પ્રમોશન અને બઢતી મળી શકે.પોતાની સ્થાવર મિલકત માંથી ભાડા ની ઇન્કમ ઉભી થાય.પોતાની ભૂમિ વિક્રય કરવાથી આપને લાભ થાય અથવા જમીનની દલાલી કરતા હોય તો તેમાં પણ આપને લાભ થઈ શકે તે પ્રમાણે ના પ્રબળ યોગો બને છે.વિદ્યાર્થી વર્ગના માટે અનુસ્નાતક કક્ષા માં કે સંશોધન ક્ષેત્રે થી સંકળાયેલા હશે તો ખરેખર આ જાતકો ને આ વર્ષ દરમિયાન સારું પરિણામ જોવાશે.એવોર્ડ વિજેતા પણ બને દાંપત્યજીવન માં પૂર્ણતાઓ જોવાય છે.પતિ -પત્ની વચ્ચે મીઠા સબંધો રહે.ગત વર્ષની કળવાશ પૂર્ણ થાય.સાંસારિક જીવન એકંદરે સારું જોવાય સંતાન સુખની પ્રાપ્તિ થાય.પુત્ર- પુત્રી ના યોગ બને એકંદરે વર્ષ ૨૦૧૯ શુભ ફળ આપનારું છે.સ્ત્રી જાતકો માટે ખાસ સુચન મન ને બહુ ચિંતિત રાખશો નહિ.નહિ, તો તેનું નુકશાન તમારી જાત ને જ થશે.ખોટા તરંગી વિચારો છોડી દો.આપ કયા કારણે માનસીક પરેશાન છો તેની સમજણ આપણને નહિ પડે. જેથી દુરગામી વિચારો છોડી દરરોજ સવારે ઓમકાર નો જપ કરવો. જે આપણને પૂર્ણ ફળ આપશે.જૈન બહેનો એ પાશ્વનાથ ભગવાનની પૂજા કરવી તેમજ ઘંટાકર્ણમહાવીર ની પૂજા આરાધના કરવી જેથી વર્ષ સારું જોવાશે.