
વર્ષ 2019 આપના માટે નવું કાર્ય લઈને આવનાર છે. આપનો વ્યવસાય વિદેશ સાથે જોડાયેલો હશે,
તો આપને વિશેષ પ્રકારના લાભ જોવા મળશે, આપના વ્યાપારમાં વિશેષ કરીને ઓગસ્ટ પછી નો સમય વધારે સારો પુરવાર થશે.
જે વ્યાપાર કરતા હશો તે વ્યાપારમાં વધારો થશે, આપને માટે વર્ષ 2019 શુભ પરિણામ આપનાર છે.
વિદેશથી આપના રહેતા સગા-વહાલા તરફથી ખુશ ખબરના સમાચાર મળી શકે, વિદેશ પ્રવાસ માટે આ વર્ષ શુભ જોવાય છે.
નોકરિયાત વર્ગને માટે આ વર્ષ સારું જોવાય છે, પ્રગતિ થાય કામનો બોજ હળવો બને ઉચ્ચ અધિકારી માટે આ વર્ષ સારું જોવાય છે.
બઢતી પ્રમોશન મળે , જન્મ ગ્રહો જો શુભ ના હોય તો નોકરી છોડવાનો પણ વાળો આવે,
પરિવાર કુટુંબનું સુખ સારું જોવા છે, કૌટુંબિક રીતે જોતા કુટુંબના દરેક સભ્યો પ્રત્યે તમને માન સન્માન રહેશે તેઓ પણ તમને માન આપશે જૂના થયેલા કડવા અનુભવ તેનું નિરાકરણ આવશે,
સંપ રાખીને કુટુંબમાં આગળ વધવા માટે તમારા પ્રયત્નો હશે તમારા પરિવારના સભ્યો સાથે અથવા સગાવહાલા સાથે આપ નવો ધંધો પણ કરી શકો,
રોજગારી માટે ની તકો ઈચ્છા રાખતા હોય તેઓને પ્રાપ્ત થશે, નોકરીની તકો મળે સરકારી અર્ધસરકારી નોકરી માટેના યોગો પૂર્ણ રીતે જોવાય છે.
જે યુવકોને વિવાહ ની ઉત્સુકતા હોય તે લોકો માટે વિવાહ યોગ બને, યુવતીઓ ની યોગ્ય ઉંમર થઈ હોય તો લગ્ન માટે નો યોગ પણ બને.
જીવનમાં દાંપત્યજીવન મહત્વનું છે, દાંપત્ય જીવન આપણું સારી રીતે પસાર થાય સંતાનની ઈચ્છા રાખવા વાળા ઓ ને સંતાનની પ્રાપ્તિ થાય, આ પ્રમાણે ના પ્રબળ યોગ જોવાય છે.
માતા-પિતાનું આરોગ્ય સારું જોવાય ભાઈ બહેનની મદદ મળે મિત્રોથી સપોર્ટ મળે આ વર્ષે તમારે બીજાની પાસેથી ઉછીના નાણાં લેવાનો યોગ બનશે નહીં ,
પરંતુ આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં જે તમે ના જોયું હોય તેવી ઘટના તમારી આંખો સમક્ષ બને અને આ બનવાથી, આ જોવાથી આપને નાનું મોટું ટેન્શન આ બાબતને લઈને રહ્યા કરે,
આ માટે ઉપાય કરવો જરૂરી છે દરરોજ સવારે ઓમકાર નો જાપ કરવો ધીમા અવાજે ઓમ મંત્ર બોલવો જેમ મંત્ર બોલશો તેમ તેમ તે તમારું ટેન્શન ઓછું થશે,
મનને શાંતિ લાગશે જીવન સુખી છે, તેઓ એક અનુભવ થશે,
સાથે સાથે ભારતની યાત્રા થશે વિદેશ યાત્રા તો થવાની છે જ, પણ ભારતમાં ધાર્મિક સ્થળોની યાત્રા તમે કરશો તમારા સંતાનો થી તમને ગર્વ થશે તમારા સંતાનો સારા કાર્યો કરશે,
જીવનમાં જે તમારો ધ્યેય હોય જેને પૂર્ણ કરવા તમે કોશિશ કરશો, આરોગ્ય બાબતે જોતા શરૂઆતમાં આરોગ્ય સારું જોવાશે, તેમજ મધ્ય સમય પછી આપના માટે આરોગ્યને લગતી જે કંઈ તકેદારી રાખવાની હોય તે આપ રાખશો,
વિશેષ કરીને આપને ખાવાપીવામાં કાળજી રાખવી , બહારના ખાદ્ય પદાર્થો ખાવા નહીં પાણી આપને પૂરતા પ્રમાણમાં પીવું,
આમ એકંદરે આરોગ્ય સારું રહેશે, ભાગીદારીથી આપણે સાવચેતી રાખવાની જરૂર છે.
કોઈપણ કાગળ અથવા દસ્તાવેજ હોય તો એ જોઈ વિચારી તેમાં સિગ્નેચર કરવી જેથી કરીને પાછળથી પ્રોબ્લેમ ઉભો થાય નહીં,
અધિકારી વર્ગ સરકારી કામ કરતા જાતકોને કોઈ અન્ય રીતે બનાવી ના જાય અથવા લાંચના છટકામાં આપણને પરોવી ના દે તેનો ખ્યાલ રાખવો આ બાબત મોટા ચક્કરમાં ફસાવી જાય નહીં તેનો ખ્યાલ રાખવો,
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ થોડું કઠીન છે, જેથી વિદ્યાર્થીવર્ગને ભગવતી સરસ્વતી દેવી નું અનુષ્ઠાન બ્રાહ્મણ દ્વારા કરાવવું.
અથવા જાતે કરવું મંત્ર ॐ ऐं नमः ની ૧ માળા કરવી, મંત્રનો જપ કરવો. આ મંત્રના જપથી વિશેષ પ્રકારની કૃપા માં ભગવતી ની થશે,
આપના જે કંઈ નાના-મોટા શોખ હોય તે આપ પુરા કરશો,
હવે જન્મના ગ્રહો તો આપના જે પ્રમાણે હોય તે પ્રમાણે આપને ફળ મળશે પરંતુ વર્ષ ના ગોચર ગ્રહોના આધારે આ ફળકથન કરેલું છે જે સામાન્ય ચંદ્ર રાશિ ઉપરથી હોવા થી આપને આ પ્રમાણે જોવાય છે,
માં જગદંબા આપને તન-મન-ધનથી સુખી રાખે એવી પ્રાર્થના વિધિવિધાન માટે આપની શનિની ઉપાસના કરવી જરૂરી છે
પુરુષ વર્ગ હનુમાન ચાલીસાના પાઠ કરે શનિ ચાલીસાનો પાઠ કરે દર શનિવાર મંગળવારના દિવસે હનુમાનજીને તેલ-સિંદૂર ચડાવે આકડાની માળા ચઢાવવી,
બહેનો દર મંગળવારના દિવસે હનુમાન ચાલીસા નો પાઠ, બજરંગ બાણ તેમજ શિવ ચાલીસા નો પાઠ કરે,
આપને માટે વિશેષ ફળ આપનાર છે જો આપને વધારે મન ઉપર ભાર લાગતો હોય તો દર શનિવારના દિવસે ચાર કોડી લેવાની 4 ચકલા આગળ ઉભા રહેવાનું અને ચાર દિશામાં ચાર કોડીને ફેંકી દેવાની,
બીજા શનિવારે લીંબુ લેવાનું માથા ઉપરથી વારી ચાર ચીરી કરી ચકલે જઈને ચાર દિશામાં ફેંકી દેવાના આ પ્રમાણે પ્રયોગ કરવાનો જે આપણા માટે શુભ જોવાય છે.