astrogujartilogo

Gemini

મિથુન-(ક,છ,ઘ.)

૨૦૧૯ નું આવનાર વર્ષ અપના માટે શુભ પરિણામ આપનાર છે. આપનો રાશી અધિપતિ છટ્ઠા સ્થાનેથી વૃશ્ચિક રાશી થી વર્ષ દરમિયાન દરેક ભાવમાં પરીભ્રમણ કરી વૃશ્ચિક રાશી માં પૂર્ણ થાય છે .જે ભાવ છટ્ટો છે .રાશી અધિપતિ ના આધારે જોતા શરુઆત નો સમય આપના માટે લાભદાયી પુરવાર થાય છે.મધ્ય નો સમય અપના માટે મધ્યમ ફળ આપનાર બને. ઉત્તરાર્ધ નો સમય અપને સારા લાભ આપે .માનસિક ચિંતા વધારે જોવાય .જેની અસર શરીર ઉપર પડે ચિત્ર – વિચિત્ર પ્રકાર ના સ્વપ્ન આવે દર મંગળવાર ના દિવસે હનુમાનજી તેલ સિંદુર સફેદ આકડાનીમાળા ,પાંચ લવિંગ ,કાળા તલ ,ચમેલી ના પુષ્પ અથવા ચમેલી નુ તેલ હનુમાન દાદા ને અર્પણ કરવું જેથી શારીરિક પીડા માં રાહત જોવાય .યાત્રાપ્રવાસ યોગ બને .શેરબજાર તેમજ સટ્ટાકીય નાણા-રોકાણ માં લાભ જોવાય .ભાગીદારો માં ધંધો ચાલતો હોય તો ભાગીદારો સાથે ગેર સમજ ઉભી થાય. અવિવાહિત ના વિવાહ કે લગ્ન થઈ શકે. રાજકીય ક્ષેત્ર થી સારો લાભ જોવાશે .દાંપત્ય જીવન માં અચાનક પરસ્પર વૈમનસ્ય ઉભું થઈ શકે .સંતાન સુખ સારું જોવાય .ધાર્મિક કાર્યો માં રૂચી વધે . પનોતી નો પ્રભાવ નથી જે અપને શુભ ફૂળ આપનાર છે. તમારા આત્મવિશ્વાસ ને મજબુત કરવો જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ ને જોતા સ્નાતક ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ ને વૈચારિક તકલીફો વધશે. આર્ટસ, કોમર્સ , સાયન્સ ,એન્જીનારીંગ ‘મેડીકલ વિગરે ના વિદ્યાર્થી માટે વિશેષ પ્રયત્નો કરવા તેવું ગ્રહો નું સુચન છે.