Leo

સિહ - (મ ,ટ.)

૨૦૧૯ ના નૂતન વર્ષ આરંભમાં આપને આપનો રાશી અધિપતિ સૂર્ય સમાન તેજસ્વી બનાવે વર્ષ ના આરંભમાં બાર માં ભાવ માં રાહુ આપને માટે નાણા નો વ્યય કરાવનાર છે. નાણાકીય બાબતે નાની મોટી તકલીફો નો સામનો કરવો પડે. વર્ષ આરંભે ચોથા ભાવ માં ગુરુ છે. ગુરુ આપની મુશ્કેલી ઉભી કરે “સ્થાન હાની કરોતિ ગુરુ” વર્ષ દરમિયાન ગુરુ આપના સુખો ને હણી લેતો હોય તેવું લાગે શત્ર્રુ ક્ષેત્રી સૂર્ય શારીરિક ગરબડ ઉભી કરે. વારંવાર હોસ્પિટલ માં એડમીટ થવાના યોગો બને. નોકરિયાત વર્ગ ને માટે એકંદરે સારું જોવાય છે. પ્રમોશન મળે પગાર માં વધારો થાય.સટ્ટાકિંય કામ કરતા જાતકો ને બંને તરફ નું ફળ જોવાય મિશ્ર પ્રતિસાદ મળે કોઈ વખત સારો લાભ થાય. કોઈ વખત થોડું નુકશાન પણ થાય ઘરખર્ચ વધે તેમજ બીમારી પાછળ ખર્ચ થાય રાજકીય ક્ષેત્રે જોતા આપને સારા લાભો મળે. આઈ ટી ક્ષેત્ર માં કામ કરતા જાતકો ને મોટું નુકશાન પણ થાય શકે આ માટે સૂર્યની ઉપાસના સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું.પૂજા ની આંગળી ઉપર સોનામાં અથવા તાંબામાં વીટી બનાવવી નંગનું વજન ત્રણ થી ચાર કેરેટ માં લેવું તેમજ સૂર્યનું દાન કરવું તેમાં વિશેષ કરીને ચોખા,સુવર્ણ વિગેરે વસ્તુનું દાન કરવું.સંતાનો ના અભ્યાસ માં કાળજી રાખવી જરૂરી છે.એકંદરે વર્ષ સારું જોવાય છે.