Libra તુલા- (ર,ત.)
તુલા – (ર,ત.)
તુલારાશી ના જાતકો માટે આ વર્ષ એકંદરે સારું જોવાય છે. વ્યાપારમાં સારું જોવાય છે.
નોકરીઆત વર્ગ ને પણ સારું જોવાય છે, માર્ચ મહિનો નોકરી કરતા જાતકો ને શુભ ફળ આપનાર છે.
નોકરી કરતા જાતકો ને પ્રમોશન મળી શકે તેવા યોગ છે અને બદલી-બઢતી પણ આપને મળી શકે. નાણા બાબતે આ વર્ષ સારું છે,
ગયા વર્ષ કરતા આ વર્ષે વ્યાપાર કરતા જાતકો ને નાણા મળી શકે તેવા યોગ બતાવે છે.
અન્ય જાતકો થી નાણા ની આશા રાખવી નહિ જે આપને ખાલી કહેશે પણ નાણા આપશે નહિ નાની રકમ મળી જાય.
પણ મોટી રકમ મળે તેવા યોગ જોવાતા નથી.
વ્યાપાર માં ધન પ્રાપ્તિ ના યોગ પ્રબળ છે એટલે આમ આપને બહાર થી અથવા માર્કેટ થી નાણા લેવા ના યોગ નહિ બને.
આર્થિક પરીસ્થિતિ આ વર્ષે વધારે મજબુત થશે, પરિવાર અને કૌટુંબિકમાં મન મેળ સારો જોવાશે,
જે સંબધો બગડ્યા હોય તેમાં સુધારો થશે તેવા યોગ બતાવે છે.
આ વર્ષે આપને ત્યાં માંગલિક પ્રસંગો થાય,આપની મન ની ઈચ્છા ઓ પૂર્ણ થાય,ધાર્મિક યજ્ઞ પણ થાય ભાગવત પારાયણ અથવા કથા-વ્રત પણ થાય,
માતા નું આરોગ્ય સમ જોવાય છે જયારે પિતાનું આરોગ્ય ઉત્તમ જોવાય છે.
ભાઈ-બહેન માતા-પિતા સાથે આપનો વેવહાર સારો રાખશો જેથી મનમેળ તૂટે નહિ અને મતભેદ થાય નહિ.
વર્ષ ની શરૂઆત માં આપ કામમાં ઘણા વ્યસ્ત રહેશો,
ત્યારબાદ આપ ને કામ નો ભાર થોડો ઓછો રહેશે સાથે-સાથે આપ નાણા પણ કમાશો,લઈ શકો એવુ બની શકે.
પિતાજીનુ આરોગ્ય સારુ રહેશે. તેમની સાથે ક્યારેક કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.
આપના ભાઈ બહેનો માટે સમય સારો છે.
આ વર્ષે તેમને મોટી સફળતા પણ મળી શકે તેવા યોગ છે.તેમના વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે.
આપના ભાઈ બહેન હોઉં તો તેમના દ્વારા તમને આર્થિક લાભ-મદદ બંને મળી શકે છે.
સંતાન બાબત થી જોતા આપના પરિવાર માં બાળક નો જન થાય અને તેના આનંદ ની આનુભુતી આપના માટે અનેરી હોય,
આપના ઘરમાં આપને આપના સ્વભાવ ઉપર નિયત્રણ રાખવું જરૂરી છે,બને ત્યાં સુધી ગુસ્સો કરવી નહિ.
સંવંત-૨૦૭૫ માં લગ્ન યોગ્ય યુવા વર્ગ માટે આ વર્ષ સારું જોવાય છે,
પરંતુ કુંડલી ના આધારે જોઈએ તો ચોક્કસ સમય નો ખયાલ આવે આ માટે આમારો સંપર્ક કરવો.
ચંદ્રેશ ભટ્ટ ૯૯૧૩૩૯૯૯૯૮ વલ્લભ વિદ્યાનગર
જેમના લગ્ન થઇ ગયેલા છે તેમના દાંપત્યજીવન માં વિખવાદ ના થાય તેના માટે તેમને ફક્ત એકબીજા ઈ સમજી ને આગળ વધવાનું છે.
જીવનસાથી સાથે તેને સમજવાના પ્રયત્નો કરવા અને તેમની નાની મોટી ભૂલોને માફ અને તમારી ભૂલો ને તે માફ કરે,
આ ઉપરાંત ગુસ્સો કરવો નહિ સમજી વિચારી ને આગળ વધવું નહિ તો આપના દાંપત્યજીવન માં તિરાડ પડી શકે છે,છુટા છેડા પણ થાય.
આપના વિવાહિત જીવન માં સમસ્યા આવે તેવા સંકેત છે પણ આપના જન્મ કુંડલી ના ગ્રહો સારા હશે તો કો બાદ આવશે નહિ,
પણ સામાન્ય ચંદ્ર રાશી થી ફળકથન માં આ સંકેત છે.
આરોગ્ય બાબતે જોતા એકંદરે સારું જોવાય છે, નાની બીમારી નું સમાધાન થશે પણ મોટીબીમારી સમાધાન થશે નહિ.
તે પણ આપને ધ્યાન માં રાખવું જરૂરી છે.
આપ આપના ખાવા-પીવા માં કાળજી જેટલી રાખશો તે રીતે એટલું વહેલું સરેં થશે.
વિદ્યાથી વર્ગ ને માટે આ વર્ષ સારું જોવાય છે, આપના માટે નવી તકો પણ ઉભી થાય.
અભ્યાસમાં આપનું મન લાગશે અને ગયા વર્ષ કરતા આ વર્ષે આપ પરિણામ સારું મેળવશો.
વિદેશ ભણવા જતા વિદ્યાર્થી ને માટે સારું જોવાય છે,તેમના પ્રયત્નો થી અભ્યાસ માટે વિદેશ ના યોગ બનશે.
શનિદેવ નું આરાધન કરવું દર શનિવારે હનુમાન ચાલીશા નો પાઠ કરવો
તેલ, સિંદુર સફેદ આંકડાની માળા વિગરે હનુમાનજી ને અર્પણ કરવું શિવ ભકિત કરવી.
ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવો.