
2019 નું વર્ષ આપના માટે ભાગ્યોદયનો ઈશારો કરે છે.
આપની રાશિનો સ્વામી ગુરુ છે, આ ગુરુ ભાગ્ય સ્થાને બિરાજમાન થાય છે, આટલું જ નહીં પણ ગુરુ બુધની સાથે છે,
આ બુધ ની સાથે ગુરુ આપના પરિવારજનો આપને સલાહ આપે કઈ સલાહ મુજબ કાર્ય કરવાથી આપને સફળતાઓ પ્રાપ્ત થાય તેવા યોગ છે.
કોઈ નાની વ્યક્તિ અથવા કોઈ બાળક આપણ સલાહ આપે તો પણ તે લાભકારી બને છે.
તેને નજર અંદાજ કરવી જોઈએ નહીં ,તમારી રાશિ માં મંગલ ગ્રહ વિરાજમાન થાય છે, માંગલિક કાર્યોનું આયોજન થાય, આ વર્ષ આપના માટે એકંદરે સારું પુરવાર થાય તેવા યોગો બની રહ્યા છે.
જોતા સૌથી મોટું પરિવર્તન જોતા માર્ચ મહિનાની સાતમી તારીખ રાહુ રાશિ પરિવર્તન કરે છે,
સુખસ્થાન માંથી રાહુ પસાર થશે જે આપના માતા ની તબિયત ઉપર અસર કરશે,
ધંધાકીય રીતે વ્યાપાર વર્ગને સારો લાભ થાય રાજનીતિમાં જે જોડાયેલા હોય તે જાતકોને માટે વિશેષ લાભો પ્રાપ્ત થાય, ઇલેક્શનમાં જીતવા માટેના યોગો પ્રબળ બને, સુખ ભાવથી જોતા યાત્રાના યોગ પણ બની રહ્યો છે, પિતાજી ધંધો કરતા હોય તે ધંધો બજે તમે જે ધંધો કરતા હોય તેમાં પણ વધારો થાય તમારી આવકમાં વૃદ્ધિ થાય ખર્ચ પણ વધે પરંતુ અનાવશ્યક ખર્ચ માથી બચવુ જરૂરી છે.
30 માર્ચ રાશિ સ્વામી ગુરુ ભાગ્યસ્થાન માંથી પરિવર્તન કરી કર્મ ભાવમાં આવશે કાર્ય સ્થળ ઉપર તમારે સાવધાન રહેવાની જરૂર છે,
પ્રતિષ્ઠાની ઠેસ પહોંચે નહીં તેનો ખ્યાલ રાખવો, તમારા વ્યવસાયને લગતા જાતકો સાથે સારું જોવાય તમને કોઈ મળેલી સંપત્તિ હાથમાંથી નીકળી જાય નોકરીમાંથી રાજીનામું આપવાની ઇચ્છા થાય નોકરી છોડી દેવાની ઈચ્છા થાય ,
પરંતુ સાથે-સાથે તમારા માતા ના સ્વાસ્થ્ય માટે નો ખ્યાલ રાખવો જરૂરી છે,
ગુરુ વક્રી હોય તે ગુરુ આપને અન્ય પ્રકારે મુશ્કેલી કરી શકે સંતાન સંબંધી શુભ સમાચાર મળે તેમજ સ્ટોક માર્કેટ માં નિવેશ થાય પોતાની સૂઝબૂઝ પ્રમાણે આગળ વધુ વધારે જોખમ લેવું નહીં,
મધ્યમ જોખમ થી કામ કરવું 30 એપ્રિલ શનિ વક્રી થશે તમને ટેન્શન આપે થોડો મગજ ઉપર ભાર રહે પૈતૃક સુખની કમી આવે,
આરોગ્ય બાબતે ચિંતા થાય દાંપત્યજીવનમાં પરેશાની ઉભી થઇ શકે,
ઓગસ્ટ મહિનામાં લગભગ બીજા સપ્તાહમાં આ બધી સ્થિતિ સુધરતી જોવાય ઓગસ્ટમાં ગુરુ માર્ગી થાય છે,
તેના કારણે પાછું બધું રાઈટ ટાઈમ પર કામ ચાલુ થઈ જાય પરંતુ તમારા જીવનમાં પરિવર્તન આવે 18 સપ્ટેમ્બર પછીથી વિશેષ લાભકારી જોવાય,
કામકાજનો બોજો ઓછો થાય ધનનો નિવેશ થાય સારા લાભો મળે. અનુકૂળ વ્યક્તિઓનો સહયોગ મળે.
તેમજ લાઈફ પાર્ટનર સાથે તમારા યોગો સારા જોઈ શકાય. ગુરુ 14 ડિસેમ્બરના રોજ આવશે કર્મ ભાવ માં શનિ ની સાથે આવવાથી માનસિક ચિંતાઓ નો વધારો કરે.
પ્રતિસ્પર્ધિઓ સામે તમારે ઉભા રહેવું પડે કાર્ય સ્થળ ઉપર ઊભા રહેવું પડે તમારું માન-સન્માન ગવાઈ નહીં તેની કાળજી રાખવી પડે.
આ નેગેટિવ ઊર્જાને દૂર કરવા શની ગુરુનું વિધાન બ્રાહ્મણ દ્વારા કરાવવું જરૂરી છે પ્રભુ આપને તન-મન-ધનથી સુખી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના
અથઃ શુભમ ભવતુ અસ્તુ