astrogujartilogo

Sagittarius ધન (ભ,ધ,ફ઼,ઠ.)

Sagittarius ધન (ભ,ધ,ફ઼,ઠ)

ધન રાશિના જાતકોને આ વર્ષે સારુ પરિણામ જોવાશે આ વર્ષ દરમિયાન સારા લાભો પણ પ્રાપ્ત થાય એવા ગ્રહ સંકેત છે.

આપના માટે આ વર્ષે આગળ વધવાના યોગ બની રહ્યા છે, આપની સામે કેટલાક પડકારો આવશે પરંતુ તે પડકારો અને સંઘર્ષો ને તમે દૂર કરશો,

સંઘર્ષમાં આપને સફળતા જોવાય છે, નોકરી કરતા જાતકો માટે આ વર્ષ સારુ ગણાય છે,

માર્ચ-એપ્રિલમાં અથવા જૂન-જુલાઈમાં નોકરી માં બદલીના યોગ બની રહ્યા છે, પ્રમોશન પણ મળી શકે આપની જે સંપત્તિ હોય તે સંપત્તિમાં આપને સારો લાભ પણ મળે અને તે સંપત્તિ વધવાના યોગો પણ બને આપની જે જવાબદારી હોય તે જવાબદારી આપ નિષ્ઠાપૂર્વક પુરી કરો પરિવાર ની જવાબદારી આપ સારી રીતે પૂર્ણ કરો,

આ વર્ષે પરિવારની ખુશી ના માટેઆપ યાત્રા-પ્રવાસ પણ કરો, સાથે સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવાય તે સિવાય માંગલિક પ્રસંગોના યોગ બને.

આપને આ વર્ષે ઘણા સારા એવા લાભો પણ મળે તે લાભોને લઈને આપ ધાર્મિક કાર્ય પણ કરી શકો આપના જીવનમાં આગળની બધી સમસ્યાઓ હતી તે સમસ્યાનો નિરાકરણ આવી ગયું છે,

પરંતુ બીજી બાબત થી જોતા જીવનસાથી ને સમજવાનો પ્રયત્ન કરશો તેમજ કોઈપણ પ્રકારની ગેરસમજ હોય તો તે દૂર કરવા માટેનો પણ આ પ્રયત્ન કરશો,

પરંતુઆપના જીવનસાથીને આપના તરફથી જે ગેરસમજ ઊભી થઈ હોય તે તેને વહેલી તકે દૂર કરશો જેથી

આપની પત્નીને આપના તરફથી સમાધાન પ્રત્યેનું ગર્વ થાય, જીવનસાથીની જે જરૂરિયાતો છે તેને પણ તમે પૂરી કરશો .

આપનું સ્વાસ્થ્ય આ વર્ષે એકંદરે સારું રહેશે પરંતુ માર્ચ એપ્રિલ કે મે આ સમયમાં આપને તકલીફ જોવાય શરીરમાં દુખાવો થાય પેટની પીડા થાય. કમર દર્દ થાય વિગેરે આપને થઈ શકે,  આપને ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી છે,

જો આપને વિશેષ પ્રકારના રોગો હોય જેવાકે ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ અન્ય થાઇરોડ રોગ હોય તો ખાવા પીવાના કાળજી રાખવી

આપનું કેરિયર આ વર્ષે સારું જોવાય છે થોડો ઉતાર-ચઢાવ આવશે પરંતુ છેવટે વર્ષના અંત સુધીમાં આપને સારો ફાયદો થઇ શકે આપના માટે

કાર્યક્ષેત્રમાં ઉચ્ચ  કર્મચારી તરફથી સારો લાભ થાય તેમજ જો આપને ફેક્ટરી હોય તો તેમાં પણ કારીગરો ધ્યાનપૂર્વક કાર્યકરે અને આ વર્ષે તમે નવી ભરતી પણ કરો એવા યોગ બની રહ્યા છે,

વર્ષ દરમિયાન આપના પરિવારમાં નવુ સંતાન આવે તેની ખુશી જોવાય, વિદ્યાર્થીવર્ગને માટે આ વર્ષ સારું જોવાય છે, પરિણામો સારા મળશે કરેલી મહેનતનું ફળ જોવાશે,

વિદેશ પ્રવાસના યોગ બનશે જે વિદ્યાર્થીઓ ભણવાની ઈચ્છા રાખતા હોય તે વિદ્યાર્થીઓને પણ આગળ વધવાના યોગ બને છે

સ્ત્રીવર્ગને માટે જોતા આ વર્ષ સારું છે પતિ-પત્ની વચ્ચે દાંપત્યજીવન સુખ સારું જોવાય આ વર્ષે ધન રાશિના જાતકોને

વિશેષ કરીને ગુરુ ઉપાસના રાહુ ઉપાસના કરવી ગુરુ ઉપાસનામાં દર ગુરુવારે કેળ ના થડ માં પાણી રેડવું હળદરથી સ્નાન કરવું  એટલે કે પાણી માં થોડી હળદર નાંખવી,

તેમજ દત્ત ભગવાનની પૂજા કરવી દત્ત બાવની નો પાઠ કરવો,

રાહુ માટે દર સોમવારે શિવ મંદિરે જવું શિવ મંદિરે જઈને કાળા તલ દૂધ વિગેરે ભગવાનને અર્પણ કરવું  

શનિવારના દિવસે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું તેમજ લવિંગ ની માળા ચડાવી તે આપના માટે શુભ છે.

રાહુ નો મંત્ર કરવો હોય તો નીચે પ્રમાણે મંત્ર છે તે મંત્રનો જાપ કરવો

ॐ भ्रां भ्रीं भ्रौं सः ह्रीं राहवे नमः

આ મંત્રનો જાપ કરવાથી આપને શુભ પરિણામ મળશે ,

દરરોજ એક માળા કરવી અથવા 10 માળા પણ કરી શકો