astrogujartilogo

Scorpio વૃશ્ચિક (ન,ય.)

yearly horoscope scorpio

આપના માટે આ વર્ષ મિશ્ર ફળ આપનાર છે,પરંતુ આપનામાં હિંમત છે જેથી આપ વર્ષ અવરોધો આવવા છતાં સારી રીતે પાર કરી શકશો.

અન્ય રીતે જોતા આપને આર્થિક રીતે માટે પણ આ વર્ષ સારુ રહેવાનુ છે.

પરિવાર ની જવાબદારી ને તમે નિષ્ઠાપૂર્વક નિભાવસો આપના માં દયાભાવ રહશે.

પરંતુ જો કોઈ દુશ્મન બનીને આવશે તો તે આપની સામે ટકી નહિ શકે.

રાજકીય ક્ષ્રેત્ર માં આપનો ભારે દબદબો રહશે આપની અભૂતપૂર્વ  કામગીરી આપને ઉચા શિખર ઉપર લઇ જશે

પારિવારિક જીવન માટે શુભ રહેશે.પરંતુ અશુભ પ્રંસગો પણ આવે  આ વર્ષે આપનો પરિવાર આનંદમય અને સુખ પૂર્વક જીવન વ્યતીત કરશે.

આપની સંપત્તિ માં વધારો થવાના યોગ બને છે, ભૂમિ-મકાન અથવા સ્થાવારમિલ્કત વસાવો તેવા પણ યોગ છે.

ઘરમાં સુખ શાંતિ અને વૈભવનુ આગમન થશે.

પોતાના પરિવાર ના સભ્યો સારી રીતે કામ ગીરી નિભાવશે આપની હાથ નીચે કામ કરતા જાતકો,

 આ વર્ષે આપના માટે ખેલદિલી થી કામ કરશે અને આપને યશ અપાવશે

આ વર્ષે આપ નવું વાહન ખરીદો તેવા યોગ છે ,અને જુનું વેચો .

પારાવારિક પ્રશ્નો નું નિરાકરણ જોવાશે ,

દુશ્મન પણ આપને સાથ અને સહકાર આપશે,તમે કરેલી મદદ આગળ આવશે આગળ પડી ને કરેલી મદદ માં આપને પુણ્ય ની પ્રાપ્તિ થશે.

તમારા પરિવાર ને તમારી મદદ ની જરૂર પડશે તો તમને મદદ પણ કરશો.

જૂની અદાવત ભૂલી ને આપ તેમના સારા કાર્ય માં જોડાશો.માંગલિક પ્રસંગો પણ થશે,ધાર્મિક વિધિ-વિધાન પણ થાય.

પરિવાર ના જાતકો આપની પાસે કૈક આશા પણ રાખશે તેને આપ પૂર્ણ કરવામાં તત્પર રહેશો.

તમારા સંતાનો ની ખુશી જોવાશે, સંતાનો તરફથી સંતોષ થશે , માંગલિક પ્રસંગો થાય, વડીલો ને માન-સન્માન આપો અને તેમની શુભેચ્છા પ્રાપ્ત કરો.

આ વર્ષે તમારુ દામ્પત્યજીવન જીવન સારી રીતે પસાર થશે. નાની-મોટી બાબત ને લઈને પત્ની સાથે બહેસ જોવા મળશે.

બંને વચ્ચે પ્રેમ ભાવ પણ વધશે. એકબીજાના સમજીને રહેશો તો સારું રહેશો.

તમારા વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ ઉભી ના થાય તેની તકેદારી રાખશો,

પત્નીનું સ્વાસ્થ્યમાંનરમ ગરમ રહે.તેની ચિંતા પણ આપના ઉપર જોઈ શકાય.

આ વર્ષે તમારે તમારા આરોગ્યનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. સ્વસ્થ્યને લઈને રાખેલી બેદરકારી તમને મોંઘી પડી શકે છે.

ફિટનેસને લઈને સમસ્યા ન આવે એ માટે તમારે શારીરિક વ્યાયામ કરવાની જરૂર છે.

જેમ દિનચર્યામાં યોગ એક્સરસાઈઝ ધ્યાન રનિંગ મોંરિંગ વોક જીમને જોડો. આળસનો ત્યાગ કરો.

 આ ઉપરાંત રાતના સમયસર સૂઈ જાવ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો.

સાથે જ તમારા ખાન પાન પર વિશેષ ધ્યાન રાખો. ધ્યાન રાખો તમારુ સ્વાસ્થ્ય જ તમારુ ધન છે.

જૂનમાં તમને કોઈ શારીરિક પીડા થઈ શકે છે. આ સમય તમને ખાંસી શરદી, તાવ સોજો વગેરેની સમસ્યા રહી શકે છે.

આ સમય તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર થઈ શકે છે.

તમારા વ્યાપાર માં ઉન્નતિ શક્ય છે. વેપાર માટે તમારે પરિસ્થિતિ અનુકૂળ લાગી રહી છે.

આ સમય તમે તમારા ધંધા ને ગતિ આપવા માટે ખૂબ મહેનત કરશો.

તમારી કામગીરી સારી હોવાથી આપને પ્રતિષ્ઠિત સંસ્થામાંથી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

નોકરી બાબત થી વિદેશ જવાની શક્યતા છે.

જો તમે આ મળેલ સમય રહેતા ફાયદો લઈ લેશો તો તમને સફળતા જરૂર મળશે.