
વૃષભ – (બ,વ,ઉ.)
૨૦૧૯ નું વર્ષ અપના માટે શુભ જોવાય છે. શારીરિક સ્વાસ્થ્ય એકંદરે સારું જોવાશે જેથી અગત્ય ના નિર્ણયો માટે સમય ઉતમ જોવાય આ વર્ષ દરમિયાન આઠમો શની પનોતી નું સુચન કરે છે .આપને હાલ માં લોઢા ના પાયે પનોતી ચાલે છે .જે મેહનત વધારે કરાવશે. જન્મ નો શની અશુભ હોય તો શારીરિક કષ્ટ વધુ ઉઠાવવાનું થાય. રાહુ ત્રીજે સારો છે. શરીર માં મેદાસ્વીતાપણુ નું વધે નહિ તેની કાળજી રાખવી .પિત્ત પ્રકૃતિ અને વાયુ પ્રકૃતિ ભેગા થવાથી લોહી નું દબાણ ઉચું નીચું થાય જેથી ખાવા પીવા માં કાળજી રાખવી જરૂરી છે. યાત્રા પ્રવાસ થાય. જૂન અથવા જુલાઈ માં આપને ઓપરેશન કરવાનું હોય તો મુલતવી રાખવું. સટ્ટાકીય કામકાજ માં સાચવી ને કામ કરવું . પેટ ની શસ્ત્ર ક્રિયા ઓકટોમ્બર પછી કરાવવી .આર્થીક દ્રષ્ટિ એ જોતા જેટલી મેહનત કરશો તે પ્રમણે ફળ ની પ્રાપ્તિ થશે.અચાનક ધન લાભ જોવાય. અચાનક કોઈ ની મદદ મળી રહે .સંપતિ માં રોકાણ થાય વિદ્યાર્થીવર્ગ ને પરીક્ષા માં વિશેષ ધ્યાન આપી ને પ્રશ્નપત્ર ના જવાબો લખવા.જેથી આવનાર પરિણામો સારા જોઈ શકાય. દાંપત્ય જીવન સારું જોવાય. લગ્ન ઉત્સુક યુવક- યુવતીઓ માટે વિવાહ યોગ બને . સંતાન સુખ સારું જોવાય. સમાજ માં યશ, માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય . માર્ચ મહિના માં બાળકો પ્રત્યે ધ્યાન આપવું. પરદેશ માટે ના પ્રયાસો કરવાથી સફળતાઓ જોવાશે. વિદ્યાર્થી વર્ગ ને પૂર્ણ રીતે મેહનત કરવી પડશે. મિત્રો થી સાવધાન રહેવું જરૂરી છે.એન્જીનારીંગ લાઈન ના વિદ્યાર્થી તથા ડોક્ટરી લાઈન ના વિદ્યાર્થી માટે સારું જોવાય છે. વાણિજ્યશાખા ના વિદ્યાર્થીઓ ને તકલીફ પડે લલિતકળા ના વિદ્યાર્થીઓ માટે મધ્યમ જોવાય. સ્ત્રી જાતકો માટે ગુરુ શુભ ફળ આપે છે. શની ની પનોતી હોવાથી હનુમાનજી અરાધન કરવું શની દેવ નું પૂજન અર્ચન કરવું.