astrogujartilogo

Virgo

કન્યા – (પ,ઠ,ણ.)

૨૦૧૯ નું વર્ષ આપના માટે મધ્યમ જોવાય છે.ગુરુ આ વર્ષે શુભ પરિણામ આપનાર છે.રાહુ પણ શુભ પરિણામ આપે છે.આકાશીય ગ્રહો વર્ષ દરમિયાન આપની રાશી માંથી આજુબાજુ માંથી આગળ કે સામેથી પસાર થતા જોવા મળે છે.આપની શની ની અઢી વર્ષ ની પનોતી ચાલે છે જે લોઢા ના પાયે છે.શનિ રાશી બદલતો નથી, મન પર ચિંતા અને ઉદ્વેગ જોવાય મન વિચારશીલ વધારે રહે એકંદરે તંદુરસ્તી બાબતે સારુ જોવાય.સુખ સ્થાન થી જોતા જમીન સુખ વાહન સુખ, સ્થાવર મિલકત સુખ,માતૃ સુખ , મિત્ર સુખ વિગરે સારું જોવાય છે.શનિ ની પનોતી ના ઉપાય માટે હનુમાનજી નું અરાધન કરવું. હનુમાનચાલીસા નો પાઠ કરવો.શનિવાર ના દિવસે કાળીગાય ને કંસાર જમાડવો આર્થિક દ્રષ્ટિ એ ધંધા માં સારી ફાવટ આવશે આવક નું પ્રમાણ સારું રહશે તેમજ શેર-સટ્ટાકીય રીતે કામ કરતા હોય તો સારો લાભ મળશે . નોકરી કરતા જાતકોને બદલીના યોગો બને યશ,માન અને પ્રતિષ્ઠા મળશે. પગાર ધોરણ વધશે. આવક માં અચાનક ફેરફાર જોવાય જેથી માર્ચ, એપ્રિલ, મે નાણાકીય બાબતે કાળજી રાખવી જોઈએ એકંદરે ભાગ્ય તો સારું જ છે.નાણા મળતા રેહશે જેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી.કોંટુંબિક સુખ સારું જોવાશે. વધારાની આવક મળતી રહશે .કાર્યક્ષેત્ર માં ફેરફાર થવા છતા તેની કોઈ અશુભ અસર આપને જોવાશે નહિ સંપત્તિમાં વધારો થશે.મિત્રો થી સાવધાન રેહવું,ના કામ ની મુશ્કેલી ઉભી થાય સંઘર્ષ વાળું જીવન બને તેથી જોઈ વિચારીને મિત્રો સાથે મિત્રતા કરવી.જુની સંપતિ માં સમારકામ થાય ઘરમાં રંગ-રોગાન વિગેરે થાય.આર્થિક , સામાજિક , અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ થાય, ઈચ્છુક જાતકોને સંતાન પ્રાપ્તિ થાય,ધાર્મિક કાર્યો થાય,સતત વિચારો થી દુર રેહવું. ઉંઘને લગતી પીડા થાય , અજંપો થાય આળસ વધારે આવે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ વધારે મેહનત કરાવનારું છે . જો મેહનત કરશો તો જ સારું પરિણામ જોવાશે વિદ્યાર્થીઓ એ ગુરુવારનો ઉપવાસ એક ટાઈમ જમીને કરવો. ‘’ ॐ ऐं नम: ‘’ આ મંત્ર નો જપ દરરોજ સવારે ૧૦૮ વખત કરવો.