કન્યા રાશિ : (પ,ઠ,ણ)
કન્યા રાશિ ભવિષ્ય kanya rashi bhavishy 2021 gujarati
વિક્રમ સંવત ૨૦૭૭નાં નૂતન વર્ષારંભે રાશિ અધિપતિ બુધ આપની રાશિથી બીજા ભાવે અને વર્ષ દરમિયાન બારે બાર રાશીમાંથી પસાર થઈને પછીથી તુલારાશિ માંથી પસાર થશે. શુક્ર ચોથા ભાવ સુધી જાય છે. ગુરુ તમારા સુખ સ્થાને રહે છે. તથા તા. ૨૦/૧૧/૨૦૨૦ થી તમારા પાચમાં સ્થાનમાં આવશે અને તા. ૫/૪/૨૧ થી ગુરુ તમારા છઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં રહેશે અને ૧૪/૯/૨૧ થી વક્રી થઇ પાંચમે આવશે. શનિ પાંચમે રહેશે, રાહુ નવમે રહેશે, કેતુ ત્રીજે રહેશે.
૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?
૨૦૨૧માં કન્યારાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? kanya rashi finance and income 2021
કન્યારાશિનું વાર્ષિક રાશિફળ જોતા લાભની વાત કરીએ તો લાભ સારા જોઈ શકાશે. તમારા કરિયરને લઈને શરૂઆતમાં પરેશાની રહેશે તેમજ ફેબ્રુઆરીની તા. ૧૫ પછીથી રાબેતા મુજબ કઈક સારું જોવાશે તથા ધંધા અને વ્યવસાયથી જોડાયેલાં હોય તો વ્યાપારમાં વધારો જોવાય અને ધન લાભનાં યોગ બને. પરંતુ પરિશ્રમ વધારે કરવો પડે. ધંધામાં પરિવારનાં સભ્યોનો સહયોગ લેવો પડે તથા ખાસ કરીને ભાઈ અથવા બહેનનાં સહયોગની જરૂર પડે. તમારી વાણીને મધુર બનાવો તો પણ વ્યાપાર વૃદ્ધિમાં સહાયક થાય. ધંધા માટેના નવા અવસરો પણ મળશે. ધૈર્ય અને ધીરજ રાખી ધંધા ને આગળ વધારવા પ્રયત્ન કરશો તેવા યોગ બની રહ્યા છે અને આવકની દ્રષ્ટિએ ધંધા નોકરી બંનેમાં આવક સારી જોવાશે. તથા બચત પણ થશે અને સાથે-સાથે ખર્ચ પણ થાય તેવા યોગો બની રહ્યા છે.
૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021
વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પારિવારિક સુખ એકંદરે સારું જોવાશે. ઘરમાં ખુશાલીનો માહોલ બને. પરિવારજનો ખૂબ મોજ મસ્તી કરે એપ્રિલ મહિનામાં મતભેદ રહે પરિવારમાં સુખ શાંતિની અનુભૂતિ જોવાય. જૂન મહિનામાં પરિવારજનોનું સ્વાસ્થ્ય થોડું નબળું રહે. જુલાઈમાં પરિવારજનોને અમુક પરીક્ષાઓ માંથી પસાર થવું પડે તેવા યોગ છે. સપ્ટેમ્બરમાં માંગલિક પ્રસંગ આવે જો પિતાજી નોકરી કરતાં હોય તો પદોન્નતી જોવાય તથા માતાનાં સ્વાસ્થ્યમાં કાળજી રાખવી જરૂરી છે. ધીરજ અને ધૈર્યથી જે કાર્ય કરો તે શુભફળ આપનારું છે ના કામની ચિંતા અને કારણ વગરનો ગુસ્સો કરવાથી તમારી સમસ્યા હલ થવાની નથી આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ કરવાથી મોટી આવતી સમસ્યાઓ માંથી બચાવ થાય.
વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business
વ્યાપારમાં એકંદરે વર્ષ ૨૦૨૧ સારું રહેશે તેમજ વ્યાપાર ક્ષેત્રમાં વધારે નાણા રોકવાનું બનશે માર્કેટમાં નાણા રોકવાથી વર્ષ દરમિયાન સારા લાભો પ્રાપ્ત થશે અને જેઓ ધંધાની શરૂઆત કરવાના હોય તેવો માટે પણ જે રોકાણ કરેલું હશે તેનો વર્ષ દરમિયાન સારો લાભ મળશે તેવા વ્યાપારમાં પ્રબળ યોગ બને છે કાપડનો ધંધો, કન્સ્ટ્રકશનનો ધંધો તથા કેમિકલ અને અન્ય રાસાયણિક પદાર્થોનો વ્યાપાર કરતાં જાતકોને તથા તમાકુ, બીડી, સિગરેટ વિગેરેને આ વર્ષે સારો લાભ જોવાય છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ધંધામાં થોડું ઓછુ જોવાશે. ધંધો ઓછો ચાલતો હોય તેવું લાગશે પરંતુ માર્ચ ૧૫ પછી અને જુલાઈની વચ્ચેનો ગાળો વધારે લાભદાયી બની રહેશે. નવા-નવા કાર્યો થશે આવકમાં વધારો થશે તેમજ નવી સ્થાવર મિલકત વ્યાપાર માટે વસાવવાનાં યોગ બને.
નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021
કન્યારાશી વાળા જાતકોને આ વર્ષે ગુરુની દ્રષ્ટિ શુભફળ આપશે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં નોકરી માટે યોગ બની શકે તેમજ માર્ચ, એપ્રિલમાં જે જાતકોની નોકરી ચાલુ હોય તેમને સ્થળાન્તર થવાનો યોગ પણ બને અને બઢતી થઇ શકે. મે, જૂન, જુલાઈમાં નોકરી માટે મળેલી તકો જતી પણ રહે. ત્યારબાદ એકંદરે સારું જોવાય ઉચ્ચ અધિકારી પદનાં જાતકોને માટે થોડો સંઘર્ષ રહેશે. પરંતુ તે છતાં એકંદરે નોકરિયાત વર્ગને માટે સારું જોવાય છે.
દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021
વર્ષ ૨૦૨૧માં દાંપત્યજીવન એકંદરે સારું જોવાશે. તેમજ ગયા વર્ષ કરતાં આ વર્ષે નાનામોટાં ઝગડા ઓછા થતા જોવાશે. સામાન્ય રીતે વર્ષના મધ્ય ભાગમાં એટલેકે મે થી ઓગસ્ટનાં સમયમાં સામાન્ય રીતે નાનીમોટી તકલીફ દાંપત્યજીવનમાં ઉભી થઇ શકે તેવા યોગ બનશે તેમજ વિશેષ જન્મનાં ગ્રહો અશુભ હશે તો પતિ-પત્નીનાં વચ્ચે જે ઝગડો થયો હોય તેના અનુસંધાનમાં કોર્ટ-કચેરી થઇ શકે અને છુટાછેડા થવાના યોગો પણ બની શકે તે રીતે ગ્રહો જોવાય છે. તેથી પતિ-પત્ની વચ્ચે જ્યારે વિવાદ થાય તો તે વિવાદ અને તે કોઇપણ વાત નજર અંદાજ કરીને દાંપત્યજીવનમાં આગળ વધવું જવા દેવાની ભાવના રાખવાથી બધું સારું થાય. પ્રેમ સંબંધોમાં જોતાં કન્યા રાશીનાં જાતકોને માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એકંદરે લાભદાયી રહેશે. આદિત્ય યોગ ભરપુર સુખ આપશે. ચતુરગ્રહી રાજયોગ પ્રેમ સંબંધમાં સફળતા આપશે. ભાગ્ય તમને પૂરો સાથ આપશે. પ્રેમ સંબંધ આપનો વિવાહમાં પણ પરિવર્તિત થાય તેવા યોગ જોવાય છે. વિવાહ યોગ માટે નો સમય માર્ચ, એપ્રિલ અને સપ્ટેમ્બર થી ડીસેમ્બર સુધીમાં બને લગ્નોત્સવ બહુ ધામધૂમથી કરો.
સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021
કન્યારાશી વાળા જાતકોને સ્વાસ્થ્ય બાબતે જોતાં વર્ષ ૨૦૨૧ એકંદરે મધ્યમ જોવાય છે. વર્ષની શરૂઆતમાં નાનીમોટી બિમારીનાં ભોગ બનવું પડે. મૂત્ર સંબંધી તથા કીડની સંબંધી બીમારીથી ગ્રસિત હોય તો તે લોકોને વધારે ધ્યાન આપવું જરૂરી છે. સાથે-સાથે હૃદયને લગતી બિમારી પણ થઇ શકે. બ્લડપ્રેશર ઉપર નીચે જોવાય તથા બંને ઘુંટણમાં દર્દ જોવાય તથા ઋતુ સંબંધિત બિમારી થઇ શકે. ટુકમાં વર્ષ ૨૦૨૧ આરોગ્ય સુખાકારી માટે સારું જોવાતું નથી. જ્યોતીષાચાર્ય સલાહ આપે છે કે ભગવાન શિવની આરાધના કરવી નિત્ય શિવ આરાધન કરવું તેમાં શિવ સહસ્ત્રનામ મંત્રનો જપ કરવો અથવા સાંભળવો તો તમારા આ કર્મથી નિશ્ચિત રૂપે આવેલી મોટી બીમારી ભગવાન શિવની કૃપાથી દૂર થઇ જશે અને શરીરને કષ્ટ ઓછુ પડશે સાથે-સાથે ભગવાન શિવની પૂજા, લઘુરુદ્ર અને મહામૃત્યુંજય જપ તમારી બધી પરેશાનીઓ દુર કરશે અને આ એક માત્ર ઉપાય તમારા માટે ઘણો લાભદાયી તેમજ નીરોગીદાયી નીવડશે. જેથી શિવ આરાધન તેજ આપનાં માટે મહામંત્ર છે. સાથે-સાથે દવાઓનું પણ યોગ્ય રીતે પાલન કરીને સેવન કરવું તે વિશેષ શુભકારી છે. કહેવાનો ભાવાર્થ દવા અને દિલથી કરેલી પ્રભુને પ્રાર્થના અવશ્ય આવેલી બીમારીમાંથી બચાવે છે અને એક ઉત્તમ જીવન નીરોગી જીવન પ્રાપ્ત થાય છે.
સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021
સંતાન સુખ માટે વર્ષ ૨૦૨૧નો સમય શુભ જોવાય છે જે જાતકોને સંતાન પ્રાપ્તિ નથી તે જાતકોને સંતાન પ્રાપ્તિના યોગ બનશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે. કન્યારાશીનાં બાળકોને માટે અભ્યાસ વર્ષ ૨૦૨૧માં મધ્યમ જોવાશે પરંતુ જો મહેનત કરશે તો જ સફળતાઓ મળશે. નહિ તો પ્રયત્ન ન કરવાથી પરીક્ષાનું પરિણામ ફેલ આવે તેવા પણ યોગો બને છે. વિશેષ કરીને ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાઓમાં આવું જોવા મળી શકે. બની શકે તો આ જાતકોએ પોતાના રાશી અધિપતિ બુધનું પન્ના રત્ન ધારણ કરવું વધારે શુભ છે જેથી અભ્યાસક્ષેત્રમાં સરળતા પૂર્વક પૂર્ણ થવાય અને પરીક્ષાનાં પરિણામમાં સારું જોઈ શકાય કહેવાનો ભાવાર્થ એ કે સારા માર્ક થી પાસ થઇ શકે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માટે એકંદરે વિદેશનો યોગ પણ બની શકે તેવા યોગ છે. તેમજ ભગવતી સરસ્વતી દેવીની કૃપા કાયમનાં માટે રહે તેના માટે તમારે ઓમ ઐમ નમઃ મંત્રનો જાપ નિત્ય એક માળા કરવાથી બધું સારું થશે.
કન્યારાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ
વર્ષ ૨૦૨૧માં આવકની દ્રષ્ટિએ જોતાં આવક સારી રહેશે અને ધંધા વ્યાપારમાં સારું જોવાશે દાંપત્યજીવન માટે સમવિષમ રહેશે અને પ્રેમ સંબંધોમાં એકંદરે સારું જોવાશે લગ્નયોગ બનશે તથા નોકરિયાત વર્ગને માટે સારું જોવાય છે પદપ્રાપ્તિ થશે નવી નોકરી મળશે સંતાન સુખ સારું જોવાશે તથા વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં તકલીફ રહેશે અને આરોગ્ય સુખાકારી માટે જોતાં વર્ષ ઘણું નબળું છે. જેથી આરોગ્યમાં કઇક ને કઇક તકલીફ જોવાશે તેવા યોગો બનેલાં છે. વર્ષ ૨૦૨૧નું નિષ્કર્ષ આ પ્રમાણે છે.
ચંદ્રેશ પી. ભટ્ટ
વલ્લભ વિદ્યાનગર
મો. ૯૯૧૩૩૯૯૯૯૮