astrogujartilogo

કર્કરાશી :  (ડ,હ)

કર્ક રાશી kark rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ આ વર્ષ આપને મધ્યમફળ આપનારું છે. વર્ષની શરૂઆતમાં જોતાં ગુરુ તમારા છઠ્ઠા સ્થાને છે અને તા.૨૦/૧૧/૨૦૨૦ પછીથી સાતમા સ્થાનમાં આવશે ત્યારબાદ તા. ૫/૪/૨૦૨૧થી ગુરુ આઠમા સ્થાનમાં રહેશે અને તા. ૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ તમારા સાતમા સ્થાનમાંથી પસાર થાય છે. ત્યારબાદ વર્ષ આખું શનિ તમારા સાતમા ભાવમાં રહેશે અને રાહુ અગિયારમાં લાભ ભુવનમાં સામે કેતુ તમારા પાચમાં સ્થાને વિદ્યા સંતાન ભુવનમાંથી પસાર થાય. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કર્કરાશી વાળાઓ માટે નોકરીની તકો પ્રાપ્ત થાય તેમજ નવી નોકરી કરતાં પણ આ જાતકોને જોઈ શકાય. સારી કંપનીમાં જોબ કરતાં જાતકોને પ્રમોશન મળે તથા સાથે માન અને સન્માન તેમજ પૈસા પ્રાપ્ત થાય તેવું વર્ષ ૨૦૨૧માં જોઈ શકાય છે. પરંતુ કામ કરવામાં એક ખુશી હોવી જોઈએ. અને મન સ્થિર હોવું જોઈએ તો જ વિશેષ સફળતાઓ આ ત્રણ મહિના દરમિયાન જોઈ શકાય અને તેનું શુભફળ પ્રાપ્ત થાય.     

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં કર્કરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? kark rashi finance and income 2021

કર્ક રાશીનાં જાતકોને માટે વર્ષ ૨૦૨૧માં ધન પ્રાપ્તિ માટેના નવા-નવા યોગ અલગ-અલગ રીતે બની શકે. ભાગ્ય સાથ આપે ધન કમાવવા માટેની નવી તકો ઉભી થાય તેમજ નકારાત્મક શક્તિ તમારા ભાગ્યને કશું કરી શકે નહિ અને તમે આગળ વધો. વર્ષ દરમિયાન ધંધામાં મોટો લાભ થાય ગયા વર્ષ કરતાં આ વર્ષે સારા લાભ તમે મેળવી શકો તેવા યોગ પૂર્ણ રીતે બની રહ્યા છે.

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021

કૌટુંબિક સુખાકારીની દ્રષ્ટીએ આ વર્ષ મધ્યમ રીતે પસાર થશે પરિવાર સાથે ભાગીદારીમાં ધંધો કરતાં પહેલા વિચારીને આગળ વધવું કારણકે ધંધાકીય રીતે સંબંધોમાં વધતું ઓછુ જોઈ શકાય તેવા યોગો છે. જેથી લાંબા ગાળાનાં આયોજનમાં સંભાળવું. મોટાં ભાઈ ભાંડું સાથે નાનાં-મોટાં અવરોધો આવે તેમજ વિલ વારસાનાં કાર્યોમાં મન દુઃખ થઇ શકે. આર્થિક લાભનાં કાર્યો ઓછા થાય અથવા ઓછા થતા જણાય. કૌટુંબિક જવાબદારી પૂરી કરવા તમે પ્રયત્ન કરો તે છતાં અપયશ મળે. મોસાળ પક્ષમાં નજીવા કારણોસર ગેરસમજ ઉભી થાય સમૃદ્ધિ વધવા છતાં પરિવારનાં સભ્યોની આર્થિક સ્થિતિ સારી થતી ન જોઈ શકાય. પરંતુ પારિવારિક અતિ મહત્વપૂર્ણ સમસ્યાનો ઉકેલ મળે. પરિસ્થિતિ તેમજ સમય અનુસાર તમારે પોતાને સમજી વિચારીને કાર્ય કરવું. સમય-સમયને માન આપીને આગળ વધવું.

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

કર્ક રાશીનાં જાતકોને માટે વ્યવસાયમાં સારા લાભ પ્રાપ્ત થતા જોવાશે. ધંધાકીય રીતે જોતાં નાનીમોટી તકલીફ ધંધામાં જોવાશે. વર્ષ દરમિયાન સાવચેતીનાં પગલાંથી વ્યાપાર કરવો પ્રતિસ્પર્ધીથી બચવું. માલ લેવામાં અને વેચવામાં બંનેમાં કાળજી રાખવી. જે કર્કરાશીનાં જાતકો શેરમાર્કેટમાં કામ કરતાં હોય અને સટ્ટાકીય પ્રવૃત્તિથી નિત્ય જોડાયેલા હોય તેમણે પણ કામકાજમાં ખુબ ધ્યાન આપીને કાર્ય કરવું. તેમજ બને ત્યાં સુધી શેરબજારમાં મોટાં સોદાઓથી બચવું જરૂરી છે. આ પ્રમાણે જો નહીં કરો તો મોટી સમસ્યા આવી શકે. જે વ્યક્તિઓ નવો ધંધો કરતાં હોય અથવા આ વર્ષે નવો ધંધો ચાલુ કાર્યો હોય તેમના માટે પ્રબળ યોગ જોવાય છે. સ્ટાર્ટપમાં ફંડીગ પણ મળશે.     

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

વર્ષ ૨૦૨૧માં નોકરી બાબતે જોતાં એકંદરે ઘણું સારું જોવાશે. નોકરીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં નોકરી માટેનાં યોગો બની શકે. સરકારી નોકરી તથા કોઈ કંપનીમાં અથવા પોતાના એજ્યુકેશન પ્રમાણે જોબ મળે તેવા યોગો ૨૦૨૧માં જોવાય છે. નોકરીની સાથે-સાથે માન-સન્માન પ્રાપ્ત થાય. તેમજ ઉચ્ચ અધિકારી વર્ગને વર્ષ ૨૦૨૧માં સારો ફાયદો થઇ શકે. હાલમાં જે જોબ ચાલુ હોય તેમાં પણ પદોન્નતિ થઇ શકે. તેવા પણ યોગો આ વર્ષે બને છે.   

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

વર્ષ ૨૦૨૧માં ગ્રહો અનુસાર જોતાં કર્કરાશી વાળાઓનું દાંપત્યજીવન આ વર્ષે ઘણું સારું જોઈ શકાશે. દાંપત્યજીવનનો કારક ગ્રહ શુક્ર તમને સફળતાવાદી અને નવી-નવી આશાઓવાદી બનાવશે. જે જાતકોને છુટાછેડા માટેના કોર્ટમાં કેસ ચાલતા હોય તેમનું પણ નિવારણ થઇ શકે અથવા બંને પાછા ભેગા પણ થઇ શકે.   

કર્કરાશીનાં જાતકો વાળાને જે વિવાહ માટે યુવક-યુવતીઓ ઉત્સાહિત છે તેમના લગ્ન માટેના યોગો બનશે.

કર્કરાશીનાં જાતકોને માટે ગયા વર્ષ કરતા આ વર્ષ સારું જોવાશે તેમજ જે જાતકો સિંગલ છે તેમના માટે પ્રેમ સંબંધનાં યોગો બને તેમજ તે સંબંધો લગ્નમાં પણ પરિવર્તિત થાય બંને વ્યક્તિઓ પરસ્પર એકબીજાને ઘણો પ્રેમ કરે જાન્યુઆરીમાં પ્રેમી જાતકો એક સારી પળો માણી શકે. એકસાથે સૂર્ય, શુક્ર, શનિ, ગુરુ શુભફળ આપશે. માર્ચ મહિનામાં બહુ સારું જોવાતું નથી. તેમજ જૂન પછી પ્રેમ સંબંધમાં લડાઈ ઝગડો વિગેરે થઇ શકે અને છુટા પડવાનાં પણ યોગો બને. જેથી વર્ષ દરમિયાન પ્રેમ જીવનમાં ઉતાર અને ચઢાવ જોઈ શકાશે. પોતાની સૂઝબુઝ પ્રમાણે ક્રોધ ઉપર નિયંત્રણ રાખી વાણી પર સંયમ રાખી ના કામની બહેસ કરવી નહીં નહિ તો પરિણામ શુભ જોવાશે નહીં.    

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

કર્કરાશી વાળા જાતકોને માટે વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં સ્વાસ્થ્યમાં એકંદરે સારું જોઈ શકાશે. શરૂઆતનાં સમયમાં સ્વાસ્થ્યને લઈને કોઈ પરેશાની જોવાશે નહીં. અને કોઈ મોટી સમસ્યા ઉભી થશે નહીં. સામાન્ય બિમારી શરદી, સળેખમ, તાવ વિગેરે જોવાય. પરંતુ આ બધી વસ્તુઓ તમને વધારે પરેશાન કરશે નહીં અને મધ્ય ભાગમાં ગુરુ જે ભ્રમણ કરી રહ્યો છે તે માર્ચ મહિનામાં થોડું પરીવર્તન લાવે અને આ પરિવર્તન નુકશાનદાયક પણ સાબિત થઇ શકે અને તે ફક્ત ને ફક્ત સ્વાસ્થ્યને પ્રભાવિત કરે તેવું જોઈ શકાશે. બહારનું એટલેકે હોટેલનું ભોજન બને ત્યાં સુધી ઓછું લેવું. પેટ દર્દ વધારે થવાની શક્યતા છે. જેથી પેટ સંબંધી સામાન્ય પણ તકલીફ હોય તો અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.           

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

વર્ષ ૨૦૨૧માં સંતાનનું સુખ સારું જોવાશે. સંતાનનાં સ્વાસ્થ્યને લઈને વર્ષ ૨૦૨૧માં કોઈ ન કોઈ રીતે આરોગ્ય બાબતે નાનીમોટી સમસ્યા જોવાય. તબિયત નરમ-ગરમ રહે પણ તમારા સંતાનોને કોઈ મોટી બીમારી આવે નહીં. અભ્યાસ બાબતે સારું જોવાય પરીક્ષામાં સફળતાઓ જોવાય. વિદેશ અભ્યાસ માટે જવાનાં યોગો બને. માતા-પિતાનાં નામને રોશન કરો. એપ્રિલ મહિનામાં ગુરુ વધારે શુભફળ આપશે. જે જાતકોનો અભ્યાસ પૂર્ણ આ વર્ષમાં થઇ રહ્યો હોય તેમના માટે નોકરીની તકો પ્રાપ્ત થાય તેવા યોગ છે. ભણવામાં વિશેષ ધ્યાન આપવું ફાલતું સમય વ્યર્થ કર્યા વગર વાંચન કરવું.        

કર્ક રાશીફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વર્ષ ૨૦૨૧માં નિષ્કર્ષ જોતાં વર્ષ સારું પસાર થશે અને દિન-પ્રતિદિન પ્રગતિ જોવાય. સંતાનને સ્વાસ્થ્ય સંબંધી પીડા થાય. વ્યાપાર વગેરેમાં સારું જ્યોતીષાચાર્ય સલાહ આપે છે કે વ્યાપારમાં વિશેષ લાભ માટે જે માલનો સ્ટોક કરવાનો હોય તે માલનો સ્ટોક કરવો તેનાથી વિશેષ નફો મળશે અને તમે લાભાંવિત બનશો. ઉધારમાં પૈસા આપવા નહીં તથા અનીતિથી પૈસા કોઈના લેવા નહિ આ કરવાથી તમને ઘણા બધા લાભ થશે. પરંતુ સાલનાં મધ્યમાં એક સતર્કતા રાખવાની છે કે કોઈ ગંભીર બિમારી ના થાય અને તેના માટે મહામૃત્યુંજયનાં જાપ કરવા અથવા કરાવવા તથા ગુરુ મંત્રનાં જાપ બ્રાહ્મણો પાસે કરાવવા.

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮