કુંભરાશી : (ગ,શ,સ,ષ)
કુંભ રાશિ ભવિષ્ય Kumbh rashi bhavishy 2021 Gujarati
વિક્રમ સંવત ૨૦૭૭નાં વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા લાભ ભાવે રહેશે. તથા તા. ૨૦/૧૧/૨૦ થી તમારા બારમાં વ્યય સ્થાને આવશે અને તા. ૫/૪/૨૦૨૧ થી ગુરુ તમારી રાશિમાં આવશે તથા ૧૪/૯/૨૧ થી વક્રી થઇ તમારા બારમાં સ્થાનમાં રહેશે શનિ આખું વર્ષ બારમાં સ્થાનમાં રહેશે. તથા સાઢાંસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાંનાં પાયે માથા પરથી પસાર થાય છે અને રાહુ આખું વર્ષ ચોથા સ્થાનમાં અને કેતુ દશમા સ્થાનમાં રહેશે મંગળ તમારા બીજા ધન સ્થાનથી આરંભીને ભાગ્ય સ્થાન સુધી ભ્રમણ કરશે. વર્ષની શરૂઆતમાં અગિયારમાં લાભ ભાવે ગુરુ છે તે ગુરુ ધંધામાં લાભ સારા અપાવશે વ્યવસાય લક્ષી નવી યોજનાઓ પાર પડતી જોવાશે નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનનો યોગ બનશે. તથા સંતાનોની જવાબદારી વધતી જોવાશે. સામાજિક કાર્યો દ્વારા તમારી યશ, કીર્તિ, પ્રતિષ્ઠામાં વધારો થશે. પરોપકારી વૃતિમાં વધારો થતો જોઈ શકાશે.
૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?
૨૦૨૧માં કુંભરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Kumbhrashi finance and income 2021
લાભ બાબતે જોતાં અને આવક બાબતે જોતાં આવકમાં વધારો થશે લાભ પણ સારા મળશે વધારે પૈસા અને ધનની પ્રાપ્તિ થતી જોઈ શકાશે. વ્યાપારમાં આવક વધવાથી સાથે-સાથે નફાનું ધોરણ પણ વધતું જોવાશે નોકરી કરતાં જાતકોને માટે આવકમાં વૃદ્ધિ થાય. તથા નવીન આયોજનો મકાન વાહન માટેના યોગ બને. જે નાણા ઉધાર લીધેલા હોય તે ઉધારી પણ તમે ચૂકવી શકશો. સાથે-સાથે ખર્ચ થશે ખાસ કરીને માતા-પિતા, પત્ની અને સ્વયં પોતે સ્વાસ્થ્ય ને લઈને સ્વાસ્થ્ય સુધારા માટે વિશેષ ખર્ચ થાય.
૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021
કૌટુંબિક સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ ગણાય છે. પારિવારિક, વ્યવસાયિક કાર્યો વિલંબ બાદ સફળ થાય લાંબા ગાળાનાં આયોજનો જે નક્કી કરેલા હોય તે પાર પડતા જોવાય. પરીવારમાં વડીલ વર્ગ હોય તેમની તબિયતમાં કાળજી રાખવી. પરિવારનાં સભ્યો તરફથી પ્રેમ મળે તથા અણબનાવના બને તે માટે વાણી ઉપર સંયમતા રાખવી જરૂરી છે. પરિવારનું કાર્ય કોઈ પણ કરવાનું હોય તો ધૈર્યતા અને ધીરજ રાખીને કરવું ક્રોધ કરીને કે ગુસ્સો કરીને કાર્ય કરવું નહીં. વ્યાપાર થી પરિવારનાં સભ્ય જોડાયેલા હોય તો તેને પણ ધંધામાં પ્રોબ્લેમ થઇ શકે તેવા યોગ બને છે. આમ એકંદરે પરિવારનાં સભ્યોમાં મહત્વકાક્ષામાં વધારો થાય તેવા યોગ બને છે.પરિવારને સમાજમાં માન-સન્માન મળે તેવા યોગ જોવાય છે.
વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business
ધંધા માટે ૨૦૨૧માં જોતાં આપનાં માટે ધંધામાં સારું જોઈ શકાય છે અને ધંધામાં પ્રગતી જોવાશે. વર્ષની શરૂઆતમાં it ક્ષેત્રમાં કામ કરતાં જાતકોને માટે વર્ષ ૨૦૨૧ સુવર્ણ તકો આપનાર છે. દવાનું કામ કરતી કંપનીજે જાતકનાં નામથી પ્રાઈવેટ લીમીટેડ હોય તેઓને માટે પણ સારું જોવાય છે. કેમિકલને લગતું કામ કરનાર માટે વર્ષ શુભફળ આપનાર છે. ઓનલાઈન બીઝનેસ કરતાં જાતકોને માટે સારા પરિણામ આપનાર બને. બીજાં અન્ય ધંધામાં એકંદરેવર્ષ ૨૦૨૧ સારું પુરવાર થાય તથાનફાનું ધોરણ ગયા વર્ષ કરતાં વિશેષ જોવાય આ પ્રમાણેનાં યોગ જોઈ શકાય છે. તથા એકંદરે સર્વ પ્રકારનાં લાભો પ્રાપ્ત થાય.
નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021
વર્ષ ૨૦૨૧માં નોકરીનાં યોગો જોતાં સારું છે. નવો મુકામ હાસિલ કરી શકો તથા નવી નોકરીની તકો પણ વર્ષ ૨૦૨૧માં કુંભરાશીનાં જાતકો માટે ઉજવળ જોવાશે તથા નોકરીમાં થોડી સાવધાની પણ રાખવી પડશે. અંદરોઅંદર પદાઅધિકારીઓ સાથે ખટરાગ રહ્યા કરે તથા અન્યનાં ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. કારણકે ભરોસાને લઈને તમે પોતે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવાં ગ્રહ યોગ જોઈ શકાય છે.આવકમાંએકંદરેસારું રહેશેપગાર વધવાથી એક આનંદ જોઈ શકાશે. ટુકમાંનોકરીયાત વર્ગને માટે ઘણા સારા પ્રબળ યોગો બની રહ્યા છે. જેથીશાંતિ પૂર્વક નોકરીમાં મન લગાવીને નોકરી કરવી અન્ય બાબતોમાં અથવા અન્ય વ્યાપારમાંપડવું નહીં.
દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021
વર્ષ ૨૦૨૧માં કુંભરાશીનાં જાતકો માટે દાંપત્યજીવનની વાત કરીએ તો વધારે અથવા ઓછી તકલીફોનો સામનો કરવો પડશે. એટલી મોટી તકલીફ નહિ આવે પરંતુ તકલીફ આવશે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને પરંતુ જો તમે તમારાં ગુસ્સા ઉપર કાળજી રાખશો તો તેમાંથી બચી પણ શકાય. પરંતુ આ બધું ધર્મ તરફ રુચી રાખવાથી પ્રાપ્ત થાય છે. ઝગડો થાય તો સ્વરૂપ મોટું પણ થઇ જાય તેથી પતિ-પત્ની વચ્ચે ઝગડો ના થાય તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી છે. પતિ-પત્નીએ એકબીજાને સમજીને કાર્ય કરવું તથા પરસ્પર એકબીજાની વાતોને મહત્વ આપવું અને તે પ્રમાણે આગળ વધવાથી થનાર પ્રોબ્લેમમાંથી બચી શકાય. એકબીજાનાં વિશ્વાસ ઉપર આ નાવ ચાલે છે જેથી બંને પતિ-પત્નીએ એકબીજાનાં ઉપર પરસ્પર વિશ્વાસ રાખવો તેમાં તમારું હિત છે.
સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021
વર્ષ ૨૦૨૧માં કુંભરાશીનાં જાતકોને માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય બાબતે અધિક ચિંતા જોવાતી નથી. પરંતુ વિશેષ ધ્યાન તમારે વ્યાયામ તરફ આપવો જરૂરી છે કારણકે વ્યાયામથી તબિયત સારી રહે છે. સ્વાસ્થ્ય ઉપર વધારે સારું જોવાય છે. જૂન પછીથી આરોગ્યમાં તકલીફ જોવાશે જે લોકોને વ્યસન છે તે વ્યસનને લઈને શારીરિક પીડા થઇ શકે અનેતેનાં પરિણામ વિપરીત પણ જોવાં પડે આ રીતે યોગ બની રહ્યો છે. જેને લીવર સંબંધી તથા દમ અને શરીરનો દુખાવો, હાડકાનાં દર્દો તેમજ જોઈન્ટ ભાગમાં દુખાવો વિગેરે હોય તેનાં માટે વિશેષ તમારે સાચવવાની જરૂર છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ ત્રણ મહીના એકંદરે સારા છે. ડીસેમ્બરમાં પેટમાં અલ્સર સંબંધીપીડા થાય આ પ્રમાણેનો યોગ જોવાય છે.
સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021
સંતાન પ્રાપ્તિ માટે આ વર્ષ થોડું કઠીન જોઈ શકાય છે.તથા વિદ્યાઅભ્યાસ ક્ષેત્રમાં જોતાં આ જાતકોને વિદ્યાઅભ્યાસમાં રુચી રહેશે વર્ષની શરૂઆતમાં વિશેષ અભ્યાસમાં ધ્યાન આપવું પડશેતથા ખેલકૂદ અને રમતગમતની અંદર તમે આગળ વધશો. પરીક્ષાની અંદર સારા પરિણામ મેળવવામાટે ગ્રહોસૂચિત કરે છે કે પરિણામ સારું પ્રાપ્ત થાય પરંતુ સાથે-સાથે તમારે મહેનત કરવી પડે. આ કરવાથી વધારે સારું પરિણામ જોઈ શકાય છે.
કુંભરાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ
આમ એકંદરે વર્ષ સારું જોવાય છે. તમારો આત્મવિશ્વાસ અને તમારું મનોબળ તમને જીવનમાં આગળ વધારશે સાથે-સાથે સહનશક્તિ પણ આપશે. ધંધામાં એકંદરે સારું જોવાશે સાથે-સાથે નુકશાન પણ થવાની શક્યતા છે પણ નુકશાન ઓછુ છે. એપ્રિલ, મે, જૂન વિશેષ સારો જોવાશે. નોકરી માટે એકંદરે સારા યોગો બની રહ્યા છે નોકરીમાં સારું જોઈ શકાશે. વિદ્યાર્થી વર્ગને માટે એકંદરે ઘણા સારા પરિણામો જોવાશે સાથે-સાથે વિશેષ મહેનત કરશે તો વધારે સારા પરિણામ પરીક્ષામાં પ્રાપ્ત કરશે અને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય બાબતે જોતાં થોડી પરેશાની રહેશે. પારિવારિક સુખ સારું જોવાશે નવા મકાન માટેનાં યોગ બને તથા સ્થાવરમિલકત વધે, વાહન યોગ પણ બની શકે. સંતાન સુખ અને દાંપત્યજીવન મધ્યમ જોઈ શકાય છે. લાભ વર્ષ ૨૦૨૧માં સારા જોવાશે સાથે-સાથે ખર્ચ પણ થશે. ધંધામાં એકંદરે ઘણું સારું જોવાય સમાજમાં માન પ્રતિષ્ઠા મળે તથા રાજકીય રીતે તમે જોડાયેલા હોય તો ચુંટણીમાં તમારો વિજય થાય આ પ્રમાણેનાં યોગો જોઈ શકાય છે.
ચંદ્રેશ પી. ભટ્ટ
વલ્લભ વિદ્યાનગર
મો. ૯૯૧૩૩૯૯૯૯૮