astrogujartilogo

મીનરાશી :  (દ,ચ,ઝ,થ)

મીન રાશિ ભવિષ્ય Meen rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ના વર્ષની શરૂઆતમાં ગુરુ ગ્રહ તમારા કર્મ સ્થાનમાં રહેશે. તથા તા. ૨૦/૧૧/૨૦ થી અગિયારમાં લાભ ભાવે આવશે. તા. ૫/૪/૨૧ થી ગુરુ બારમાં વ્યય ભુવનમાં રહેશે. વક્રી થઈને ૧૪/૯/૨૧ થી પછી લાભ ભાવે આવશે. શનિ આખું વર્ષ આગિયારમાં લાભ ભુવનમાં રહેશે રાહુ આખું વર્ષ ત્રીજા ભાવમાં રહેશે અને કેતુ તમારા નવમા એટલેકે ભાગ્ય ભાવમાં રહેશે. મંગળ આઠમા સ્થાન સુધીનું ભ્રમણ પૂરું કરશે. વર્ષની શરૂઆતમાં ગુરુ દશમાં કર્મ સ્થાને રહે છે તે સ્વગૃહી બને છે ધંધા વ્યવસાય કાર્યોમાં સફળતાઓ આપનાર છે. ધંધો કરનાર જાતકોને માટે એકંદરે સારું જોવાય છે.પરંતુ જેને નવો ધંધો કરવાનો છે તેમને અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે તે પ્રમાણેનાં યોગો જોવાય છે.ધ્યેય લક્ષી મુસાફરી તેમજ વ્યાપાર લગતી મુસાફરી લાભદાયી બનશે. ધંધામાં ભાગીદારી હશે તો એકબીજાને મનદુઃખ પણ થાય.

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં મીનરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Meenrashi finance and income 2021

વર્ષ ૨૦૨૧માં આવક બાબતે જોતાં મીનરાશી વાળાઓને લાભ મળતા જોઈ શકાશે. ધંધામાં સારા લાભ મળશે નાણાંકીય લગાવ વધારે રહેશે. વધારાની આવક માટે સ્ત્રોત ખુલ્લા જોઈ શકાશે વિશેષ આવક દ્વારા નવીન કાર્ય કરવાની સ્ફૂરણાઓ થશે તથા તેમાં સફળતાઓ પણ તમને મળતી જોવાશે. એકંદરે લાભ ઘણા સારા પ્રાપ્ત થશે. ભાગ્યબળ તમારું આ વર્ષે ચમકશે તેવાં પણ યોગોને નકારી શકાતા નથી એકંદરે સફળતાઓ ભાગ્યમાં છુપાયેલી છે તે બહાર આવશે અને પૂર્ણતઃ લાભ જોવાશે. સાથે-સાથે સામાન્ય ખર્ચ રહેશે બાળકોને ભણવા માટેનો ખર્ચ થાય, સ્વાસ્થ્યમાં ખર્ચ થાય.તથા ઘરને રાસ રચીલું બનાવવા માટે ખર્ચ થઇ શકે તેમજ ઈત્યાદી વસ્તુઓની ખરીદી કરવાથી ખર્ચ જોઈ શકાય છે.

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness

2021

કૌટુંબિક સુખાકારીની દ્રષ્ટિએ જોતાં વર્ષ મધ્યમ પસાર થાય એવા યોગોબનેલા છે તથા લાંબાગાળાનાં આયોજનો પાર પડતા જણાય. પરિવારનાં સભ્યોને કોર્ટકચેરી સંબંધિત કાર્યમાં ફસાઈ જાવાય નહીં તેની કાળજી રાખવી જરૂરી છે. સામાજિક પરિસ્થિતિને મજબુત રાખવા પરિવારમાં એકતાની જરૂર જોવાય જેથી પરસ્પર એકમેક રહે તો ઘણું સારું જોઈ શકાય. મીનરાશિના જાતકોને માટે પરિવાર પ્રત્યેની જે જવાબદારી છે તે જવાબદારી વધારે કઠીન બનેતેવાં યોગો જોઈ શકાય છે. પરિવારમાં નોકરિયાતવર્ગને માટે એકંદરે મધ્યમ જોવાય છે. પરિવારનાં સભ્યો સાથે સંબંધોમાં મતભેદ રહે તથા સંયુક્ત પરિવારમાં નકારાત્મકતા જોઈ શકાય આંતરિક તકલીફ રહે નજીવી બાબતોની ગેરસમજ ઉભી થાય. પરંતુથોડી જવા દેવાની ભાવના રાખીને પરિવારનાં સંબંધોને ટકાવી રાખવા તેમાં તમારું હિત છે.

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

તા. ૨૦/૧૧/૨૦૨૦ થી ગુરુ તમારા અગિયારમાં લાભ ભુવનમાં આવે છે. તેમજ રાહુ તમારો ત્રીજા સ્થાનમાં છે એટલે ધંધામાં રાહુ તમને સાહસ કરવાની પ્રેરણાઓ આપશે. તેમજ તમે જે સાહસ કરો છો તેમાં તમારી પાછળ ટેકા રૂપે તમારા ભાઈ-બહેન હશે. રાહુ સાહસ કરાવશે અને ગુરુ લાભ સ્થાનમાંથી લાભ આપશે. એટલેકે આ વર્ષે તમે જે નવું સાહસ કરશો તેમાં તમને જોખમ જોવાશે નહીં અને પૂર્ણતઃ લાભ જોઈ શકાશે.વ ર્ષની શરૂઆતમાં લાભ સારા જોવાશે. નવું રોકાણ કરેલું હોય તેમને માટે સમય સારો છે.

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

વર્ષ ૨૦૨૧માં નોકરી માટેનાં યોગો સારા જોઈ શકાય છે. નોકરીમાં પદોન્નતીથઇ શકે. એપ્રિલ મહિનામાં નોકરી કરતાં જે જાતકો હોય તેવોને માટે નવી આશાનું કિરણ જોઈ શકાય છે. તથા કાર્યક્ષેત્રમાં નવી ઉન્નતીનાં યોગ બને પરંતુ એકવાત ચોક્કસ છે કે વર્ષ ૨૦૨૧માં નવીન તકો નોકરીમાં જોવાશે. ગુરુને લઈને કાર્યક્ષેત્રમાં નવી ઉન્નતી અને પ્રગતી બંને વસ્તુ જોઈ શકાય છે. નોકરીમાં સારી કામગીરી કરવાથી તમને તેનું સારું વળતર મળે અને સાથે-સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમે સફળ બનો. ઉચ્ચ અધિકારી વર્ગને માટે લાભો સારા જોઈ શકાય છે. ભાગ્ય અને કર્મ બંનેનો સાથ મળવાથી તમારા કાર્યક્ષેત્રમાં અને નોકરીના ક્ષેત્રમાં પ્રબળ સિદ્ધિ પ્રાપ્ત કરશો. વર્ષ દરમિયાન નોકરીમાં ઉતારચઢાવ આવશે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

વર્ષ ૨૦૨૧માં દાંપત્યજીવન સુખ મીનરાશીનાં જાતકોને માટે કેવું જોવાશે તે આપણે જોઈએ. દાંપત્યજીવન એકબીજાને પુરક રહેલું છે. પતિ-પત્ની વચ્ચેનો એક વિશ્વાસ અતુટ હોવો જોઈએ અને એકબીજાની સમજદારી હોવી જોઈએ. પરસ્પર સમજદારીથી દાંપત્યજીવનનું સુખ સારું મળે છે. આ વર્ષની અંદર જોઈએ તો પતિ-પત્નીની વચ્ચે નાનો વિવાદ થાય પરંતુ તે વિવાદને તમે પોતે સુલજાવો અને જે વિવાદ થયો હોય તે તમારા બંને વચ્ચેનાં વાર્તાલાપથી સમાપ્ત થાય તેમાં બીજાં વ્યક્તિઓની આવશ્યકતા પડે નહીં. પતિ-પત્નીનાં પ્રેમને મજબુત રાખવા તમે તમારા પ્રયત્નો કરતાં રહેશો. પતિનાં માટે પત્ની મદદરૂપ થશે અને પત્નીનાં માટે પતિ મદદરૂપ થશે. તે પ્રમાણેનાં યોગો નકારી શકાતા નથી. સાસરીમાં સુખ સારું જોવાશે તથા જે કઈ ગયા વર્ષના અણબનાવો બન્યા હોય તેનું સમાધાન થતું જોઈ શકાશે. વર્ષ ૨૦૨૧માં પ્રેમ સંબંધો માટે સારું જોવાય છે તમારા પ્રેમી અથવા સાથી તરફથી તમને પુરેપુરો સહયોગ મળશે અને તમારી વાતોને તે સમજશે તેથી પ્રેમ સંબંધ બાબતે સ્થિતિ પુરેપુરી તમારા હાથમાં રહેશે. નાનામોટા ઝગડાઓ થશે અંતે તેનું સમાધાન થશે. લગ્ન માટેના યોગ આ વર્ષે જોવાય છે. વિવાહ ઉત્સુક યુવક અને યુવતીઓ માટે આ વર્ષ સારું પુરવાર થશે. વિવાહ માટે જે અડચણો આવતી હશે તે અડચણો દુર થઈને વિવાહ યોગ બનશે. આ રીતે વર્ષ ૨૦૨૧નાં ગ્રહો તમારા માટે ફળદાયી બનશે.

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

વર્ષ ૨૦૨૧માં મીનરાશીનાં જાતકોને માટે તંદુરસ્તીની દ્રષ્ટિએ જોતાં વર્ષ મધ્યમ ફળદાયી બની રહેશે વર્ષ દરમિયાન આરોગ્ય અંગેની આવરનવાર સામાન્ય તકલીફ રહ્યા કરશે. ડાયાબિટીસ તેમજ અન્ય રોગથી પીડાતા જાતકોને માટે થોડું સાચવવું જરૂરી છે. એપ્રિલ થી લઈને ઓગસ્ટ સુધીના સમય દરમિયાન સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી જોઈએ તો જ આરોગ્ય બાબતે સારું રહેશે અને કોઈ સ્વાસ્થ્યને લઈને મોટી તકલીફ થાય નહીં. માનસિક સ્થિતિ પણ થોડી અસ્વસ્થ રહેશે તેનાં કારણે તંદુરસ્તી બગડે કફ અને પિત પ્રકૃતિ નાનીમોટી તકલીફોને ઉભી કરી શકે. શિવ આરાધન કરવું.

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

સંતાન સુખ બાબતે જોતાં સંતાન પ્રાપ્તિનાં યોગો જોઈ શકાય છે. બાળકોની એક જીમેદારી તમે સારી રીતે નીભાવશો બાળકનું લાલન પાલન કરશો તથા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય તે પ્રમાણેનાં યોગો બને છે મહેનતનું ફળ યોગ્ય રીતે મળતું જોઈ શકાશે. ડીગ્રી મેળવવા માટે એકંદરે સારું રહેશે. બોર્ડની પરીક્ષા જે બાળકોને આપવાની હોય તેમને માટે પણ સારું જોવાશે. પરિણામો વધારે સારા પ્રાપ્ત કરવામાં સરસ્વતીની પૂજા કરવી અથવા કરાવવી તે ઘણી લાભદાયક બનશે પરીક્ષાનાં સમયે ઘરેથી નીકળતા પહેલાં દહીં ખાવું તથામાં સરસ્વતીને એક વખત નમસ્કાર કરીને ઘરેથી નીકળવું અને માં ભગવતી સરસ્વતી તમને ઘણા સારા પરિણામો આપશે અને તે તમે શુભ પરિણામોને જોઈ શકશો. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ એમબીબીએસ ડોક્ટરનાં ક્ષેત્રમાં તમે તમારું કરિયર બનાવવા માટે જે ઈચ્છતા હશો તે સફળતાઓ તમે પ્રાપ્ત કરી શકશો.

મીનરાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વર્ષ ૨૦૨૧માં વર્ષનો નિષ્કર્ષ જોતાં સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી જોઇશે. તથા સંતાનનું સ્વાસ્થ્ય પણ બગડી શકે આ સિવાય બીજા ક્ષેત્રમાં સારું જોવાશે. વિદેશ યાત્રા ૨૦૨૧માં જાન્યુઆરી થી માર્ચ સુધીમાં કરવી નહીં. પરિવાર સુખ જોતાં એકંદરે સમ જોવાય છે. પ્રેમ સંબંધ અને દાંપત્યજીવન એકંદરે સારું જોઈ શકાય છે. વ્યાપારમાં સારું છે.  આમ એકંદરે વર્ષ સારું પુરવાર થશે.

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮