Mesh Rashifal મેષ રાશિફળ 2021 Gujarati

0
319
mesh rashi rashifal

મેષરાશી :  (અ,લ,ઈ)

Mesh Rashifal રાશિફળ 2021 Gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ આ વર્ષ આપને મિશ્રફળ આપનારું છે.

વર્ષની શરૂઆતમાં ગુરુ તારીખ. ૨૦/૧૦/૨૦૨૦ થી તારીખ. ૫/૪/૨૦૨૧ મકરરાશીમાંથી પસાર થશે. સાથે શનિ પણ મકરરાશીમાંથી પસાર થશે. મેષરાશી પ્રમાણે ગુરુ દશમાં સ્થાનમાંથી પસાર થાય છે અને ગુરુની દ્રષ્ટિ બીજાં સ્થાન પર, ચોથા સ્થાન પર અને છઠ્ઠા સ્થાન ઉપર થાય છે. જેથી કરીને આ સમયમાં કોઈપણ વ્યવસાય ક્ષેત્રમાં મધ્યમ જોવાય છે. તેમાં વધારે અસર શિક્ષક, ન્યાયાધીશ, વકીલાત કરનાર, ઉપદેશક, રાજનીતિજ્ઞ, મંત્રી, પુરોહિત, વ્યાજનો ધંધો કરતાં હોય તે, પીળી વસ્તુનો ધંધો કરતાં હોય તે, પથ્થરનું કામ કરનાર, લોખંડનું કામ કરનાર, તેલનો ધંધો કરનાર, મશીનરી વેચનાર, પેટ્રોલપંપ, સ્પેરપાર્ટસ, લાકડા વેચનાર, પ્રિન્ટીંગ પ્રેસ, પગરખાં બનાવનાર, કારખાના વાળા તથા પગરખાં વેચનાર, કાળારંગનાં પદાર્થો વેચનાર વિગેરેને માટે મિશ્રફળ આપનાર છે.

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં મેષ રાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Mesh rashifal finance and income 2021

તા.૨૪/૦૧/૨૦૨૦ થી મંગળ મીનરાશી પૂરી કરીને મેષરાશી માંથી પસાર થશે. મંગળની દ્રષ્ટિ ૪,૭,૮ રહેશે. આવકની દ્રષ્ટિએ રાશી અધિપતિ પસાર થાય છે તે શુભફળ આપશે. ધંધામાં વૃદ્ધિ કરાવશે તેમજ આવકમાં સારો એવો વધારો થશે. આ સમય લગભગ જૂન સુધી ચાલશે. ત્યારબાદ આવકનું પ્રમાણ ઓછુ થશે. પરંતુ સરવાળે વર્ષ દરમિયાન આવક-જાવક સરખી રહેશે. વિશેષ ખર્ચમાં આરોગ્ય સંબંધિત તકલીફ થાય તો વધારાનો ખર્ચ કરવો પડે. જમીન-જાયદાદનાં કામમાં પણ નાનીમોટી તકલીફ આવે જેના કારણે આવકનો સ્રોત ઘટે.

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે? Family happiness 2021

કૌટુંબિક સુખાકારી ૨૦૨૧માં બહુ સારી ગણી શકાય નહીં. શનિ, મંગળ, ગુરુ ત્રણ ગ્રહોના આધારે જોતાં પરિવારથી સાથ મળે નહિ તેમજ કુટુંબીજનોનું વર્તન વિચિત્ર રહે. ભાઈ અને બહેન તરફથી પૂર્ણ સહકાર મળે નહીં. આ વર્ષમાં પારિવારિક સુખનો અભાવ જોવાય તમે તમારો ભાવ પરિવારનાં સભ્યો માટે હંમેશા સારો રાખવા માટે પ્રયત્નશીલ રહો તે છતાંપણ કઈ ફરક પડે નહીં. તમારો વ્યવસાય પારિવારિક રીતે જોડાયેલો હોય તો તેમાં પણ ચિંતા પરેશાની રહે. પારિવારિક વ્યવસાયમાં નુકશાન થતું પણ જોવાય અંદરોઅંદર પરિવારમાં પૈસાની લેણદેણમાં એકબીજાનાં મન ઉચા થાય. જેથી પારિવારિક સબંધોમાં પૈસાની લેણદેણ સમજદારી પૂર્વક કરવી. પારિવારિક ખર્ચ વધારે રહે પરંતુ સપ્ટેમ્બર, નવેમ્બર, ડીસેમ્બરમાં પારિવારિક સ્થિતિઓમાં સુધાર જોવાં મળે. તેમજ પરિવારની કોઈ મિલકત વેચવા માટેની યોજના બનાવો. મોસાળપક્ષ, સાસરીપક્ષનાં સબંધોમાં મિઠાસ રહે. પરંતુ એક વાત ચોક્કસ છે કે પરિવારની જવાબદારી તમારે નિભાવવાની છે અને પરિવાર માટે ખર્ચ પણ કરવો પડે આ બાબતો ધ્યાનમાં રાખીને વર્ષને પૂર્ણ કરવું.

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

વર્ષની શરૂઆતમાં ધંધો કરતાં મેષરાશીનાં જાતકોને માટે જૂન સુધીનો સમય સારો જોવાશે. શનિ, ગુરુનો એક કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બને છે. જે ધંધામાં વૃદ્ધિ કરાવશે ધંધામાં ઉતાર-ચઢાવ વર્ષ ૨૦૨૧માં જોવાશે પરંતુ શરૂઆતમાં નવાં ધંધા માટેની તકો ઉભી થઇ શકે. ગ્રહોની અનુકુળતા શરૂઆતમાં હોવાથી આપના હરીફો દ્વારા પણ આપને ફાયદો થઇ શકે તેવાં ગ્રહ યોગ છે. વાયદા બજાર તેમજ શેરસટ્ટાકીય ફાયદો થાય. જમીનથી લાભ થાય સ્થાવર મિલકતથી લાભ થાય. જૂન પછીનો સમય વ્યાપારમાં મોટા સોદાઓથી બચવું તેમજ સતર્કતા દાખવીને વ્યાપાર કરવો. વ્યાપારમાં નાણાંકીય સ્તરે ઘણી મુશ્કેલી આવે. છેવટે માર્ગ નીકળે પરંતુ એકવાર તો આવેલી સમસ્યા બહુ કઠીન લાગે માનસિક ચિંતાઓ કરાવે. જેથી લોભ રાખ્યા વગર વ્યાપાર કરવો તે ઉત્તમ છે.

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

વર્ષ ૨૦૨૧માં નોકરી માટેનાં યોગો જોવાય છે. તેમજ નોકરીમાં નવી દિશાઓ પ્રાપ્ત થાય. કેટલા સમયથી નોકરીની તમે રાહ જોઇને બેઠા હતાં તો વર્ષ ૨૦૨૧માં નોકરીનાં પ્રબળ યોગો બને છે. ગ્રહ સંકેત સૂચિત કરે છે. વિદેશમાં નોકરી માટેનો મોકો એટલેકે વિદેશ માટે નોકરી શોધતા હોય તો તેનો પણ યોગ બને તેવાં યોગ છે. નોકરીમાં પદોન્નતી થાય,બઢતી મળે, વેતનમાં વધારો થાય. એકંદરે આ વર્ષ નોકરિયાત વર્ગને માટે સારું પુરવાર થશે.

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ?Marital life, Marriage, Love Relation 2021

વાર્ષિક રાશીફળ કથનનાં આધારે દાંપત્યજીવનની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧માં મેષરાશી વાળાઓ માટે આ વર્ષે દાંપત્યજીવન સુખ મધ્યમ જોવાય છે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝગડા રહે. વર્ષની શરૂઆતનાં ૩ મહિના દાંપત્યજીવનમાં મધુરતા જોવાય છે. બુધ ગ્રહનાં આધારે એપ્રિલ પછીથી નાનીમોટી સમસ્યાઓ ઉભી થાય આ માટે શુક્ર ગ્રહને પ્રબળ કરવો જરૂરી છે.

લગ્નયોગ બાબતે જોતાં શુક્ર જ્યારે મેષરાશીમાંથી, વૃષભરાશીમાંથી અને મિથુનરાશીમાંથી પસાર થાય છે આ સમય દરમ્યાન લગ્નયોગ બને. ૧૫ ડીસેમ્બર ૨૦૨૧ થી ૧૫ ફેબ્રુઆરી અને તા.૧૦/૪/૨૦૨૧ થી ૨૯/૫/૨૦૨૧ સુધીનાં સમયમાં લગ્નનાં પ્રબળ યોગો બને છે.

પ્રેમ સંબંધોમાં વર્ષ ૨૦૨૧ મેષરાશી વાળાઓ માટે સારું ગણી શકાય તેમ છે. જે યુવક અથવા યુવતીઓને માટે ઘરવાળા વ્યક્તિઓની વિવાહ કરવામાં જે બાધાઓ ઉત્પન્ન થતી હોય તે બાધાઓ શાંત થાય અને બંને પક્ષથી સંબંધનો સ્વીકાર કરે અને લગ્નમાં પરિણમે તે પ્રમાણેનાં યોગ જોવાય છે. કહેવાનો અર્થ એવો છે કે જે ઘણાં સમયથી પ્રેમ સંબંધોમાં બંધાયેલા છે તેઓને માટે વિવાહનાં યોગો જોઈ શકાય છે. નવેમ્બર ૨૦૨૧ સુધીમાં સફળતાઓ મળી શકે અને સફળતાપૂર્વક વિવાહ કાર્ય પૂર્ણ કરો.

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

આ વર્ષે સ્વાસ્થ્ય ઓછુવતું રહેશે. વર્ષની શરૂઆતમાં રાશી અધિપતિ મંગળ તમારી પોતાની રાશીમાં હોવાથી મોટા રોગો કદાચ થાય તો પણ તે નાની બિમારીમાં પરિવર્તિત થઇ જાય અને રાહત મળે. માર્ચ મહિનામાં સંક્રમણ થવાની શક્યતાઓ બને છે. તો આ સમય દરમિયાન તમારે ખુબ જ સાવધાની રાખવાની જરૂર રહેશે. જેથી આરોગ્ય સુખાકારીમાં વધારે તકેદારીઓ રાખવી. આ કરવાનું કારણ મોટી બિમારીમાંથી બચી જવાય અને ગંભીર બીમારી ચિંતાનો વિષયનાં બને. આ માટે સાવધાનીનાં પગલાં આરોગ્ય બાબતે ખાસ રાખવાં. ૨૦૨૧નાં મધ્યભાગમાં પણ કોઈ મોટી બીમારી પરેશાન કરી શકે. બને ત્યાં સુધી બહારનું ભોજન કરવું નહીં. નવેમ્બર, ડીસેમ્બરમાં પગ સબંધિત પીડા તેમજ જોઈન્ટનો દુખાવો રહે.

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

વર્ષ ૨૦૨૧માં મેષરાશી વાળાઓ માટે સંતાન વિષયક પ્રશ્નો સતાવતા હોય તો તેનું નિરાકરણ આવે. સંતાન પ્રાપ્તિ માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી. સૂર્યનારાયણનાં આશીર્વાદથી સંતાનની ખુશી પ્રાપ્ત થશે. શુક્રવારનાં દિવસે પતિ-પત્નીએ દાડમનું ફળ ખાવું સંતાન તરફથી લાભ જોવાશે. વ્યાપાર સંબંધી સંતાનને સફળતાઓ મળશે.

૨૦૨૧માં મેષરાશી વાળા માટે અભ્યાસમાં આ વર્ષે આગળ વધાશે. તેમજ અભ્યાસમાં રૂચી વધશે. કઈક કરવાની મનમાં તમન્નાઓ ઉભી થશે. તેનાં દ્વારા પરિક્ષામાં પણ પૂર્ણ રીતે સફળ થવાશે. શરૂઆતમાં મંગળ પોતાની રાશીમાંથી પસાર થાય છે એટલે અભ્યાસનાં વિષય બાબતે વધારે અધિક લાભ સાબિત થશે. વિદેશ ભણવાની ઈચ્છા હોય તો વિદેશની કોલેજમાં સ્કોલરશીપ પ્રાપ્ત થશે. તેમજ ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં તમને વિદેશમાં નોકરી પણ મળે ભણવાની સાથે-સાથે આવકનું સાધન પણ બની રહે.

મેષ રાશીફળ ૨૦૨૧ નિષ્કર્ષ

મેષરાશી વાળા ઓનું નિષ્કર્ષ જોવામાં આવે તો તમારે માટે આ વર્ષ ઉતમ રીતે પસાર થતું જોઈ શકશો વ્યાપારમાં તમને લાભ પ્રાપ્ત થશે. સાથે ધન ઐશ્વર્યની વૃદ્ધિ થશે. નોકરી માટે સારો ચાન્સ મળશે. વિદેશ જવા માટેની તક ઉભી થશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું વધારે જરૂરી છે. પરિવાર અને દાંપત્યજીવનમાં સમસ્યાનો સામનો કરવો પડશે. પરંતુ ઈશ્વરનો ધન્યવાદ માનીને વર્ષને પૂર્ણ કરવું. સમય-સમય પર ધાર્મિક પૂજન અર્ચન કરવું હનુમાનજીની આરાધના કરવી સૂર્યનારાયણની આરાધના કરવી ગણપતિ સ્તોત્રના પાઠ કરવા આ વિશેષ આપના માટે ફળદાયી છે.

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮ 

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें