Aries

Mesh Rashifal રાશિફળ 2022-2023 Gujarati
વિક્રમ સંવત ૨૦૭૯ના શરૂઆતમાં આપની જન્મરાશિથી જોતા પ્રથમ ભાવે રાહુ , બારમાં ભાવે ગુરુ, દશમાં ભાવે શનિ સાતમાં ભાવે સૂર્ય, બુધ, શુક્ર, કેતુ, ત્રીજે મંગળ તથા સંવત ૨૦૭૯ તથા વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન નાની કે મોટી પનોતી નથી.
આર્થિક રીતે – Economic 2022-2023
વર્ષારંભે આપની જન્મરાશિ પ્રમાણે જોતા આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. પરિવારમાં આવકની વૃદ્ધિ થશે ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. તા.૧૭-૧ થી લાભેશ શનિ અટકતા લાભો આપશે. કાર્ય તેમજ કર્મક્ષેત્રમાં સિદ્ધિ મળશે. નાંણા રોકાણ કરવા બાબતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. તથા ઉછીનાં નાંણા આપવામાં સાવચેતી રાખવી. તથા મિલકત દ્વારા પણ આપને સારા લાભો પ્રાપ્ત થઇ શકે ભાગીદારીમાં ધંધો હોય તો લાભ થાય તેવા યોગો બને છે. ગુરુ ગ્રહ ૨૧-૪ થી આપના ભાગ્યને ચમકાવશે તથા વ્યાપાર ધંધામાં, નોકરીમાં લાભ આપશે. ધાર્મિક ખર્ચ કરશો કર્મેશ શનિ સ્વગ્રહી હોવાથી તમારા કર્મક્ષેત્ર દ્વારા ધન આવશે. પરંતુ કોઈ-કોઈ વખત મળતો લાભ અટકી પણ શકે છે. સ્થાવર સંપત્તિ તથા વિલ-વારસો વિગેરેથી મળતા લાભોમાં નાની-મોટી તકલીફ થઇ શકે તેવા યોગ છે. રાહુ ગ્રહ ઉધારી કરાવે અને ઉઘરાણી બાકી પડે તેવી સ્થિતિ સર્જી શકે છે. દવાખાનામાં ખર્ચ થઇ શકે છે આપની કુંડળીમાં બળવાન ગ્રહો આર્થિક રીતે આપને વધારે બળવાન બનાવી શકે છે.
ધંધો-વ્યવસાય – Business 2022-2023
વર્ષના આરંભમાં આપની ચંદ્ર રાશિ પ્રમાણે જોતાં કર્મભુવનમાં કર્મેશ શનિ ગ્રહ પોતાની રાશિનો માલિક બને છે વ્યાપાર અને વ્યવસાય મંદ ગતિથી ચાલે પરંતુ અમુક-અમુક સમયે મોટો લાભ આપનાર બને પરિવારમાં બધા સાથે મળીને ધંધા લક્ષી પ્રશ્ન થયો હોય તો તેને તમે ઉકેલી શકો તેવાં ગ્રહ યોગ જોવાય છે. તથા અમુક-અમુક સમયે પારિવારિક પ્રશ્નોથી વ્યાપાર ધંધામાં ઘટ પણ આવી શકે. વર્ષ દરમ્યાન વર્ષની શરૂઆતમાં ધંધાકીય પ્રશ્નો ચિંતા કરાવે નવી ભાગીદારી કરવાની હોય તો સાવચેતી પૂર્વક કરે કર્મચારીઓનાં માટે પગાર ધોરણ વિગેરેમાં ઉદારનીતિ રાખવી પડે. રાહુના કારણે આ રીતે કરવું જરૂરી જોવાય છે ધંધાનાં વિકાસ માટે ગ્રાહકનો સંપર્ક તથા જાહેરાત વિગેરે કરવું પડશે. વિદેશમાં વ્યાપાર કરતાં હોય તો તમારે વધારે સાવચેતી પૂર્વક કાર્ય કરવું જરૂરી છે નહિ તો નુકશાન પણ ભોગવવું પડે. નવાં ધંધાની શરૂઆત અથવા નવા પ્રોજેક્ટ કરવાના હોય તો એપ્રિલ મહિના પછીથી કરવા તે વધારે સરળ રહેશે. લોન લેવાની હોય તો એપ્રિલ પછીથી લેવી વર્ષના પૂર્વાર્ધમાં જૂની ઉઘરાણીમાં બાંધછોડ કરી પતાવટ કરવી. વિક્રમ સંવત ૨૦૭૯ના વર્ષમાં નવી યોજનાઓ, નવી આશાઓ, નવું લક્ષ્ય સાથે ગતિમાન થશો અને વ્યાપાર ધંધામાં એક નવી હરણફાળ ભરશો.
નોકરીયાત – Job 2022-2023
વર્ષનાં આરંભમાં જન્મરાશિનાં આધારે ષષ્ઠેશ બુધ સ્વગ્રહી છે તથા ભાગ્યેશ ગુરુ બારમે સ્વગ્રહી છે જેથી નવાં વર્ષમાં આર્થિક ક્ષેત્રે નોકરીમાં પ્રગતિ જોઈ શકાશે. પ્રમોશન, પગાર વધારો તથા નાના-મોટા કામ થઇ શકશે. આ વર્ષે લોન લેવા માટેનું વિચારશો અને લોન લેશો સહકર્મચારીથી સહકાર રહેશે. આર્થિક જવાબદારીઓનો બોજ રહેશે. પરંતુ કાર્યમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. તા. ૨૧-૪ થી ગુરુ પંચમ સ્થાન પર દ્રષ્ટિ કરશે જેથી વિશેષ તાલીમ તથા નોકરીમાં આગળ વધવા માટેની પરીક્ષા પણ આપવી પડશે. એ રીતે યોગ બનશે ભૌતિક સુખ, સગવડ વિગેરેમાં ખર્ચ થશે યશ, કીર્તિ, પ્રતીષ્ઠાની પ્રાપ્તિ થશે. આમ એકંદરે નોકરીયાત વર્ગને સારું જોઈ શકાશે.
વિદ્યાર્થી – Education 2022-2023
વર્ષના આરંભમાં જન્મરાશિ પ્રમાણે જોતાં પંચમેશ સૂર્યનો નીચભંગ છે જેથી જ્ઞાન પ્રાપ્તિમાં ચિંતન મનન કરવું પડશે. વિદ્યાર્થીનો અભ્યાસ અટકી ગયો હોય તો એપ્રિલ બાદ પુનઃ શરૂ થઇ શકે તેવા યોગ જોઈ શકાય છે. પારિવારિક પ્રશ્નો ઓછા થવાથી હળવાશ અનુભવશો શત્રુક્ષેત્રી રાહુ બિનજરૂરી દોડધામ કરાવશે પરીક્ષામાં સમયનો વ્યય કરાવશે. નિરાશ પણ કરાવશે. જેથી સમયે-સમયે ધ્યાન રાખેની આપને આગળ વધવાનું રહેશે. વાંચન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નિત્ય ૬ થી ૭ કલાક વાંચન કરવું જરૂરી છે. તથા વર્ષના આરંભમાં ગુરુ બારમે હોવાથી અભ્યાસ અંગે ખર્ચ પણ થઇ શકે તેવા ગ્રહો સૂચિત થાય છે.
આર્થિક રીતે જોતા સ્કોલરશીપ મળી શકે તા.૧૦-૫ થી ૧-૭ તથા ૬-૧૧ બાદ વાહન ચલાવવામાં ધ્યાન રાખવું ખોટા સાહસ કરીને વાહન ચલાવવું નહિ. નાની-મોટી પરીક્ષાઓમાં સફળ થવાશે.
સ્ત્રીઓ માટે – For Women 2022-2023
સાતમાં ભાવનો સ્વગ્રહી શુક્ર, શનિની સાતમે ઉચ્ચ સ્થાને દ્રષ્ટિ, ગૃહસ્થી જીવન ઉચ્ચ કોટિનું બતાવે છે. હરીફોથી વિજય પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થાય ગૃહ સજાવટ વસ્તુની ખરીદી થાય. તથા ૧૪-૪ થી ૧૫-૫ તંદુરસ્તીના પ્રશ્નોથી ચિંતિત થવાય પોતાના આત્મવિશ્વાસને કેળવીને વર્ષ પૂર્ણ કરવું. એકંદરે ધન વાહન પરિવારનું સુખ સારું જોવાય છે.
મેષ રાશિના જાતકોને ઉપવાસ કરવો હોય તો બુધવારનો ઉપવાસ થઇ શકે એક ટાઈમ ભોજન કરીને ઉપવાસ કરવો જે શુભફળ આપનાર રહેશે.
તંદુરસ્તી – Health 2022-2023
વર્ષના આરંભમાં મેષ રાશિનો રાહુ આપની જન્મકુંડળીમાં ઉદીતમાન છે જેથી તંદુરસ્તી સારી જોવાશે. તથા કોઈ-કોઈ સમયે સામાન્ય ભાર જેવું લાગે
પરંતુ એકંદરે મેષ રાશિ ના જાતકોને માટે તંદુરસ્તી સારી જોવાશે.
એપ્રિલ-મે દરમ્યાન જૂની બિમારીમાં રાહત થતી જોવાશે, જુલાઈ-ઓગષ્ટમાં થોડો ભાર જોવાશે.
તા.૧૭-૦૧-૨૨ થી અટકતાં લાભો પ્રાપ્ત થતાં હર્ષ અનુભવશો. તા.૧૮-૦૮ થી તા.૦૩-૧૦ દરમ્યાન પડવા-વાગવા અંગે સાવચેતી રાખવી ઈચ્છનીય બનશે.
વર્ષારંભે મંગળ ત્રીજે મોટા-મોટા લાભ તથા મોટી-મોટી સફળતાઓ અપાવશે. સાહસ કરવાની જીજ્ઞાસા વધારે થશે.