astrogujartilogo

મિથુનરાશી :  (ક,છ,ઘ)

Mithun rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ આ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા સાતમાં સ્થાને રહેતા એટલેકે ગુરુ સાતમાં સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે અને તા.૨૦/૧૧/૨૦૨૦ થી ગુરુ મહારાજ તમારી રાશીથી એટલેકે મિથુનરાશી માંથી જોતાં આઠમા સ્થાને આવશે. તા.૫/૪/૨૦૨૧ થી ગુરુ તમારા ભાગ્ય ભાવે આવતા તા.૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ તમારા આઠમા સ્થાનમાં આવીને તે રહેશે. શનિ મહારાજ વર્ષ ૨૦૨૧માં આઠમા સ્થાનમાંથી પસાર થશે. શનિની પનોતી ચાલે છે લોઢાનાં પાયે છે વર્ષ દરમિયાન આ પનોતી તમારી ચાલશે. રાહુ વ્યય સ્થાને, કેતુ રોગ શત્રુ સ્થાને, મંગળ કર્મ સ્થાને આ પ્રમાણે તમારું ગોચર ચાલશે. વર્ષની શરૂઆતમાં ગુરુ આપના માટે મિશ્રફળદાયી રહેશે. મિથુન રાશીનાં જાતકોનો મુખ્ય ગુણ તે બહુ સારા હોય છે. સારો સંબંધ બનાવે છે. અને તે સંબંધને નિભાવે પણ છે. મિથુનરાશીના જાતકો મનમાં એક લગન લાગેલી હોય છે. જેથી મુશ્કેલીમાં મુશ્કેલીવાળું કામ પણ આસાનીથી હલ કરી નાખે છે તે જોવામાં આવ્યું છે.                                           

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં મિથુનરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Mithun rashi finance and income 2021

વર્ષ ૨૦૨૧માં જોતાં મિથુનરાશી વાળાઓ માટે કેટલીક વસ્તુઓની પ્રાપ્તિ દ્વારા આખું વર્ષ ભાગ્યવાળું અને ભાગ્ય બળવાળું જોવાય છે. પરંતુ એક બે જગ્યા ઉપર ભાગ્ય સાથ આપે નહીં તેવું જોઈ શકાય. પરંતુ એનો અર્થ એવો નથી કે ફળના મળે અને ભાગ્યના ચમકે ભાગ્ય ચમકશે જ અને ગયા વર્ષનાં કરતા આ વર્ષમાં મિથુનરાશીવાળા ઓને સારા લાભ પ્રાપ્ત થશે અને તેના દ્વારા દીવો પ્રકાશ આપે છે અને ચમકે છે તેવી રીતે તમારું ભાગ્ય પ્રકાશિત થશે અને ચમકશે. અને તમારામાં પણ એક ચમક આવવાથી લોકો તમારી તરફ વધારે આકર્ષિત થતા જોઈ શકાશે અને તમારા આસપાસની વ્યક્તિઓ તમારી ચમકથી લાભાંવિત થશે આ વર્ષમાં ચંદ્ર અને બુધનો એક મહત્વનો મેળ જોવાય છે. આ મેળ દ્વારા ખાસ કરીને મિથુનરાશીના વ્યક્તિનું ભાગ્ય સંપૂર્ણ વર્ષ દરમિયાન ચમકતું દેખાશે.    

૨૦૨૧માં મિથુનરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ?

Mithun rashi finance and income 2021

વર્ષ ૨૦૨૧માં લાભ બાબતે જોતાં અને આવકમાં જોતાં વધારે સારું આ વર્ષ જોવાશે તેમજ વર્ષ દરમિયાન મિથુનરાશી વાળાઓને અધિક લાભ પ્રાપ્ત થશે. ખર્ચ બહુ ઓછો થશે આવકને લઈને જીવન ખુશાલીવાળું જોવાશે. સાથે-સાથે વધારે પડતી મહેનત પણ કરશો. તેમજ વધારે કામ કરતા આ રાશીવાળાઓને જોઈ શકાશે. ખર્ચની દ્રષ્ટિએ જોતાં બાળકોના સ્વાસ્થ્ય માટે હોસ્પિટલમાં ખર્ચ થાય. યાત્રામાં, હોટલમાં ખાવાપીવામાં ખર્ચ થશે.   

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે? Family happiness 2021

મિથુનરાશી વાળાઓને પરિવારનું સુખ જોતાં પરિવાર સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ શકે તેમ છે. અત્યાર સુધી પરિવારમાં જે વ્યક્તિઓની સાથે સારા સંબંધો રહેતા હતા તે અને તમારી વાતને સાંભળતા હતા તે આજ વ્યક્તિઓ તમારી નજર સમક્ષ તમારા પરિવારમાં સમસ્યા ઉભી કરી શકે તેમ છે જેથી સાચવવું જરૂરી છે. ખાસ કરીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ મહિનાઓમાં પરિવારનાં સભ્યો સાથે ગરબડ થઇ શકે તેમ છે આ બધા કારણોને લઈને ના કામની પરેશાનીઓ ઉભી થઇ શકે અને સામાન્ય ચિંતાનો વિષય પણ જોવાય. વડીલોને સાચવવાની જવાબદારી પણ તમારા ઉપર જોઈ શકાય.    

વ્યવસાયમાં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

વર્ષ ૨૦૨૧નાં પ્રમાણે મિથુન રાશીવાળાઓ માટે વ્યાપારમાં સૌથી સારું વર્ષ પસાર થવાનું છે. ધંધામાં સારો લાભ થશે આવકમાં સારી વૃદ્ધિ થશે. રોકાયેલાં નાણાનું વળતર મળશે. શેરસટ્ટાકીય રીતે સારા લાભો થાય. સરકાર સાથે થી અથવા સરકારી કામોની એજન્સી હોય તો તેમાં સારો લાભ પ્રાપ્ત થાય તેવા યોગો જોવાય છે. મિત્રો દ્વારા પણ તમને લાભ પ્રાપ્ત થઇ શકે. વ્યાપાર માટે વર્ષ ૨૦૨૧ સારું પુરવાર થશે તેવા યોગ બને છે પિતા તરફથી, મિત્રો તરફથી સારું એવું ફંડ પણ મળી શકે.

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

મિથુન રાશીનાં જાતકો માટે વર્ષ ૨૦૨૧ સારું જોવાશે. આ રાશીવાળા ઓને નોકરી માટેનાં ચાન્સ વધારે જોવાશે અને જન્મનાં ગ્રહો સાથ આપશે તો સારી નોકરીની તકો મળશે સાથે-સાથે તે તકોનો લાભ લઈને તમે નોકરી જોઈન્ટ કરશો. વર્ષની શરૂઆતમાં સરકારી નોકરી કરતાં જાતકોની બદલી થઇ શકે. પરંતુ બદલી થવાથી પરેશાન થશો નહીં બદલી દ્વારા તમારા વેતનમાં વધારો જોવા મળશે. જે જાતકો નોકરીની રાહ જોઇને બેઠા છે તે જાતકોને માટે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થવાની છે અને સારી કંપનીમાં જોબ માટેનાં યોગો બની રહ્યા છે અને તેમાં જોઈન્ટ થવાથી ભવિષ્ય પણ ઊજળું જોવાશે. ૫ કે ૧૦ વર્ષ સુધી નોકરી શોધવાની જરૂર નહીં પડે. અને હાલમાં જે નોકરી કરતાં હોય તે પણ આપનાં માટે સારું જ છે.  

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

વૈવાહિક જીવનમાં જોતાં ચંદ્ર અને બુધ બંને ગ્રહોની સ્થિતિ સારી હોવાથી દાંપત્યજીવન વર્ષ ૨૦૨૧માં સારું જોવાશે. સાથે સંતાનનાં યોગ પણ બનશે. લગ્નયોગ બાબતે જોતાં જાન્યુઆરી ૧૫ થી લઈને માર્ચ ૧૫ ની વચ્ચે તેમજ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર આ મહિનાઓમાં સારું જોવાશે. આ સમય દરમિયાન લગ્નયોગ બને તેવા પ્રબળ યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં જોતાં ઉતારચઢાવ જોવાશે. વર્ષની શરૂઆતમાં સૂર્ય બુધ તમારી રાશીમાંથી ભ્રમણ કરશે. જાન્યુઆરીમાં શુક્ર તમારી રાશીથી સાતમા ભાવમાં ભ્રમણ કરશે જેથી પ્રેમ તમારો અટલ રહેશે તેમજ બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. કેટલાંક પ્રેમીઓને માટે વિવાહ માટેનાં યોગ બની શકે. ફક્ત માર્ચ, એપ્રિલ અને મે મહિનો પ્રેમ સંબંધ રાખતા જાતકોને માટે કડવાહટ ભર્યો છે. તે સિવાય સારું છે.      

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

મિથુનરાશીનાં જાતકો માટે સ્વાસ્થ્ય વર્ષની શરૂઆતમાં નાની બીમારીઓ જોઈ શકાશે. તેમજ શુક્ર આઠમા સ્થાનમાં હોવાથી સ્ત્રીઓને વધારે તકલીફ રહે. જે દ્રષ્ટિ શુક્રની આપની રાશિની જુએ છે તે જોતાં બીમારી આવે પરંતુ નિદાન થઇ શકે તેવા યોગ બને છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં સામાન્ય તાવ આવવો. કમળો તથા ટાઈફોડ જેવી બીમારી પણ થઇ શકે જેથી સાવધાની રાખવી. બહારનું ભોજન જેટલું ઓછુ કરો તેટલું સારું જેમ-જેમ વર્ષ વધશે તેમ-તેમ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી વધારે જરૂરી છે. અનેક પ્રકારની ચિંતાઓ સ્ટ્રેસ, ટેન્શન વિગેરેથી બચવું આ માટે ધ્યાન અને મેડીટેશન કરવું વધારે શુભ છે. ભગવાન ઇષ્ટ દેવની માલા જપ કરવું. તથા ગુરુ પૂજ્ય આશીર્વાદ લેવા પરંતુ કોઈ મોટી બીમારી છે નહીં જેથી વર્ષ ૨૦૨૧નું વર્ષ સારી રીતે પસાર થશે.       

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

સંતાન સુખ બાબતે જોતાં આ વર્ષે બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. બાળકોનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે તેમજ સંક્રમણ જેવી બીમારીઓથી જરૂર બચવું પડશે. વર્ષ ની શરૂઆતથી લઇ ઓગસ્ટ મહિના સુધીમાં સંતાન માટે ચિંતા રહેશે અને ખર્ચ પણ થશે. ત્યારબાદ એટલેકે ઓગસ્ટ પછી સ્વાસ્થ્ય બાળકોનું સારું રેહશે. અને સંતાન તરફથી સારા શુભ સમાચારો પ્રાપ્ત થશે.

મિથુનરાશીનાં જાતકો વિદ્યાર્થી જીવન વ્યતીત કરી રહ્યા હોય તો તેમના માટે વર્ષ ૨૦૨૧ સારું જોવાય છે. પરિક્ષામાં સફળતા માટે આળસને દુર કરી પોતાનું લક્ષ્ય પાર કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવી જોઈએ આ કરવાથી અવશ્ય સફળતાઓ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગને સારા માર્ક મેળવવા માટે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમારા પોતાનાં પરિશ્રમ અને પોતાનાં બળ ઉપર મોટાંમાં મોટી પરીક્ષામાં સફળ થઇ શકશો કદાચ ભણવામાં મન કોઈ-કોઈ વખત ઓછુ લાગે તો સરસ્વતીનો મંત્ર ઓમ ઐમ નમઃ કરવો આ કરવાથી એકાગ્રતામાં વધારો થશે. વિદેશમાં કોઈ કોર્ષનું એડમિશન લેવા ઈચ્છતા હોય તો વર્ષ ૨૦૨૧માં પૂરેપૂરી રીતે સફળતા મળવાનાં યોગો બને છે.  

મિથુન રાશીફળ ૨૦૨૧ નિષ્કર્ષ

મિથુન રાશીનાં જાતકોને માટે જોતાં વર્ષ ૨૦૨૧ તમારા માટે ભગવાનનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. ચંદ્ર, સૂર્યની યુતિ ઘણાં લાભ આપશે અને તે લાભ તે જોઈ શકશો. ભગવાન બુધની કૃપા આપનાં ઉપર રહેશે અને ભગવાન બુધ તમને મદદ કરશે. બાળકો માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે અને પરિવારમાં ઝગડાથી બચવું પરંતુ તમારા પરિવારમાં કલેશ થશે અને તેને લઈને પરેશાની રહેશે. એટલા માટે કોઈને દુઃખ પહોચે નહીં તેવી ભાવના રાખી વર્ષ પસાર કરવું. વ્યાપારમાં ઉન્નતિ જોવાશે લાભ પૂરેપૂરો મળશે. વર્ષ ૨૦૨૧ એકંદરે સારું જોવાશે.

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮