astrogujartilogo

NAVCHANDIYAGN – નવચંડીયજ્ઞ

માં ભગવતી ની કૃપા થી નવચંડી યજ્ઞ થાય છે. નવચંડી યજ્ઞ એટલે શુ? નવચંડી યજ્ઞ માં ભગવતી દુર્ગા
દેવી નું પૂજન અર્ચન કરવામાં આવે છે.આ પ્રયોગ સર્વ કાર્યસિદ્ધ કરનાર છે. જન્મ ના ગ્રહો નિર્બળ હોઈ ત્યારે પણ આ પ્રયોગ થઇ શકે છે. નવચંડીમાં નવ બ્રાહ્મણ અને સહાયક બ્રાહ્મણ નું વરણ કરવામાં આવે છે. નવચંડી ના દિવસે સવારમાં સંકલ્પ વિગેરે કરી ને ગણપતિ પૂજન માતૃકા પૂજન ક્રમશ: કરવા માં આવેછે. દશ બ્રાહ્મણનું બેસાડી ને ચંડીપાઠ નું પૂજન કરી ને દશપાઠ કરવા માં આવે છે નવદુર્ગાના નવ સ્વરૂપોતેનું પણ પૂજનથાય છે. ૧૬ અથવા ૧૪ પ્રકાર ની માતાઓ તેનું પણ પૂજન થાય છે. સાત પ્રકારની લક્ષ્મી તેનું પણ પૂજન થાય છે પોતાના કુળદેવી નું પૂજન થાય છે. પિતૃ ઓ ની પ્રસન્નતા માટેનાં દીશ્રાધ વિધિ કરવા માં આવે છે. માતાજીની વિશેષ રાજોપચાર પૂજા કારવામાં આવે છે. દશપાઠ વિપ્રો કર્યા હોય તેનો દશાંશ હોમ કરવામાં આવ છે. એક પાઠ નો હોમ ક્રસરપાયસ થી કરવામાં આવે છે.આ રીતે નવચંડી યજ્ઞ સંપન્ન થાય છે. ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મક રાજરાજેશ્વરી પરાઅંબા જગદંબા નું પૂજન કરવા માં આવે છે સાંજ ના સમયે હવન કુંડ માં શ્રીફળ હોમવામાં આવે છે ,આરતી પ્રસાદ થઇ છે. મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે. નવચંડી કરાવવી તે પણ એક અમુલ્ય લાહ્વો છે, માં જગદંબા આપની મનોકામના પૂર્ણ કરે.