navratri 9 devi mantra in hindi gujarati

0
858
नवरात्रि नवदुर्गा महत्व

આસો માસ ની નવરાત્રી માતાજી નું આરાધન નવરાત્રી નું પર્વ ગરબા ૨૦૧૯ 

મા અંબાજી નું આરાધન અને માતાજી ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રી નવ દિવસની હોય છે. નવરાત્રી માં દરેક રાજ્યોમાં આ ઉત્સવ ઉજવાય છે. માતાજી નું હોમ,હવન થાય છે. ઉપવાસ થાય છે. માતાજીના ભક્ત તેમજ યુવક અને યુવતીઓ ગરબે રમે છે. માતાજી ના દરેક મંદિરોમાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે થાય છે. ઘણા ખરા મંદિરોમાં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ રીતે નવરાત્રી નું પર્વ ધામધૂમ થી ઉજવાય છે. તેમાં ખાસ કરીને ગુજરાત માં આ પર્વ નું મહત્વ ઘણું બધું છે. 

   નવરાત્રિ એક વર્ષમાં ચાર આવે છે. પ્રથમ નવરાત્રિ ચૈત્ર માસમાં આવે છે. ચૈત્રની એકમથી નવમી તિથિ સુધી આ નવરાત્રિ ગણાય છે.  ચૈત્રની નવરાત્રીને વાસંતિક નવરાત્રિ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો માસમાં આવે છે. મહા માસમાં અને અષાઢ માસમાં નવરાત્રી આવે છે. શારદીય નવરાત્રિનું મહત્વ ભારતમાં વિશેષ છે. આમ બધી નવરાત્રી નું મહત્વ ભારતમાં બધે જ છે. નવરાત્રી એટલે નવ દિવસોમાં ભગવતીનું આરાધન કરવાનું નવરાત્રિના તહેવારોમાં યુવક-યુવતીઓ મા ના ગરબા રમે છે. આ પ્રમાણે નવ દિવસના નવ સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. આદ્યશક્તિ શ્રી માતાજી નું સ્વરૂપ પ્રથમ શ્રી શૈલપુત્રી ગણવામાં આવ્યું છે. નવરાત્રીના પહેલા દિવસે ભગવતી શૈલપુત્રી નું પૂજન કરવામાં આવે છે. પ્રથમ દિવસ માતાજીનો શૈલપુત્રીના નામથી સમર્પિત છે. શૈલપુત્રીના પિતા પર્વતરાજ હિમાલયને છે. એટલા માટે આ માતાજીની પાર્વતી માતા અને હેમવતી માતાના નામથી પણ જાણવામાં આવે છે. મા શૈલપુત્રીનું વાહન વૃષભ છે. જમણી બાજુએ ત્રિશુલ અને ડાબી બાજુએ કમલપુષ્પ ધારણ કરે છે. આ માતાજી કરુણામયી છે. આ માતાજીની પૂજા કરવાથી સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. ધન ઐશ્વર્ય આપનારી છે. આ માતાજીની પૂજામાં તીર્થો, નદીઓ, સમુદ્રો, દિક્પાલો, દિશાઓ, નગરના દેવ, ગામના દેવ અને યોગીનીઓ વગેરે હાજર રહે છે. કળશ સ્થાપન માટે આ બધા દેવ દેવીઓનું આવાહન કરવામાં આવે છે. પ્રાર્થના કરવામાં આવે છે. ચક્ર ના આધારે જોતા મૂલાધાર ચક્ર આ માતાજીની પૂજા કરવાથી જાગૃત થાય છે. પૂજાનો પ્રારંભ આ રીતે થાય છે. પ્રથમ દિવસે પૂજન કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરવા તે શુભ ગણાય છે. આ દિવસે મંગળ શાંતિની પૂજા કરવામાં આવે તો લાભકારી છે. પ્રથમ નવરાત્રીના દિવસે માં શૈલપુત્રીને ગાયનું શુદ્ધ ઘી અર્પણ કરવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે તથા શરીર તમારું નિરોગી રહે છે.

નવરાત્રીની પૂજન વિધિ :- 

શારદીય નવરાત્રની શરૂઆત ૨૯/૦૯/૨૦૧૯ ના રોજ રવિવારના દિવસે થશે. આ દિવસે અમૃત સિદ્ધિયોગ, રાજયોગ છે. નવરાત્રી ના નવ દિવસોમાં અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્ર ના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનું મહત્વ છે. અખંડ દીવો સ્થાપન કરવો. 

શુભ મહુર્ત સવારે ૬:૧૫ થી ૭:૪૦ ની વચ્ચે છે. તે સિવાય ૧૧:૪૮ થી ૧૨:૩૫ અભિજીત મહુર્ત છે.         

 ઘટ સ્થાપન વિધિ  પ્રતિપદા દિને એકમના દિવસે ઘટ સ્થાપન કરવું. પ્રથમ ગણપતિનું સ્મરણ કરવું, કુળદેવી નું સ્મરણ કરવું, તેમજ સંકલ્પ કરવો. ચમચી ભરી જળ પકડવું અને નીચે પ્રમાણે બોલવું.

આચમ્ય પ્રાણાનાયમ્ય ભૂમિ પૂજન કળશ દીપ સૂર્ય પૂજન દેવ નમસ્કાર કરીને સંકલ્પ કરવો.

देश काल संक्रित्य मम इड जन्मनी दुर्गा प्रीति द्वारा सर्व वांछित फल प्राप्ति पूर्वकं दीर्घ आयुः  विपुल धन धान्य पुत्र पौत्र अविच्छिन संतति वृद्धि अर्थम् लक्ष्मी कीर्ति लाभ शत्रु पराजय अभिष्ट सिद्धि अर्थम् नवरात्रों अश्विन मासे शुक्ल पक्षे प्रतिपदा दिने सूर्य वासरे विहित घट स्थापन दुर्गा पूजा कर्म अहं करिष्ये इति संकल्प कृत्वा गणपति पूजा दी कृतवा  

દિશાબંધન, ભૈરવ નમસ્કાર, કળશપૂજન, દીપ, સૂર્યપૂજન, ગણપતિપૂજન, માતૃકા પૂજન અને જે ઘડો મૂકવાનો હોય  તેનું પૂજન. ઘડો મુકતા પહેલા માટીની ચોરસ જગ્યા બનાવવી તેના પર યવ સાથે સાત પ્રકારના ધાન્ય પાથરવા તેના ઉપર કિંચિત્ સૂકાછાણાનો ભૂકો અને માટી પધરાવવી. ત્યારબાદ તેના ઉપર કુંભ મૂકવો. ઘડો માટીનો મૂકવો. તેમાં દરેક નદીઓનું સ્મરણ કરીને જળ ભરવું. કળશમાં મંત્રોથી ગંધચંદન કરવું, સર્વ ઔષધી પધરાવવી, દૂર્વા(ધરો) પધરાવવી, પાંચ પાંદડા મુકવા, સાત પ્રકારની માટી મૂકવી, ફળ પધરાવવું, પંચરત્ન પધરાવવું, વસ્ત્ર અથવા સૂત્ર વિટવું તેના ઉપર પૂર્ણપાત્ર મૂકી પૂજન કરવું. આ થઈ જાય પછી નવી મૂર્તિ લાવ્યા હોય તે નૂતન મૂર્તિ પ્રતિમાનું  અગ્ન્યુત્તારણ કરવું. (ચલીત પ્રાણ-પ્રતિષ્ઠા કરવી) ત્યારબાદ ષોડષોપચાર ચાર પૂજન કરવું. ક્ષમા પ્રાર્થના ભગવતી શૈલપુત્રી દેવી મંત્ર રીમ  શિવાય નમઃ શૈલપુત્રીની કથા પૂર્વજન્મમાં દક્ષ કન્યા હતી. વિવાહ શિવ સાથે થયો. એક સમયે દક્ષ પ્રજાપતિ એ યજ્ઞનો સંકલ્પ કર્યો મારે યજ્ઞ કરવો છે તો તે સમયે યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રિત કર્યા. પરંતુ શિવ અને પાર્વતીને  યજ્ઞમાં બોલાવ્યા નથી. તેનાથી ભગવાન શિવ કોપાયમાન થયા. પિતા નું આમંત્રણ હતું નહિ તે છતાં પાર્વતીમાતા યજ્ઞમાં પહોંચી ગયા. ભગવાન શિવ અને પાર્વતીને તેમનો જે ભાગ હતો તે પણ આપ્યો નહીં. તેથી મા પાર્વતી વધારે કોપાયમાન થયા હા અપમાન થયું હોવાથી યજ્ઞ કુંડ મા તે કૂદી પડ્યા. જેનાથી દક્ષિણ સમાજમાં હાહાકાર થયો. શિવ ઘણોને યજ્ઞને વિધ્વંશ કર્યો. પરંતુ દેવીને પુનર્જન્મ હિમાલય પર્વતના ઘરે જન્મ લીધો પછીથી તપ કરીને ભગવાન શિવને વર્યા શૈલસુધા ભગવાન વૃષભધારી છે. એમની પત્નીના રૂપમાં બધા પૂજા કરે છે.

શૈલપુત્રીનું મહાત્મય :- 

દુર્ગા સપ્તસતી માં તેનું વર્ણન બતાવેલું છે. વૃષભ પર આરૂઢ ઇશ્વરી દેવી (શૈલ દેવી) નું સ્વરૂપ સફેદ રંગનું છે. તેમાં એક વર્ણન છે. હિમાલય કન્યા પાર્વતીના પતિ મહાદેવજી જેને પસંદ કરે છે તે પરમેશ્વરી તમે મને રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ આદિ શત્રુનો નાશ કરો. આ દેવી દેવોના પૂછવાથી જવાબ આપે છે અને કહે છે હું બ્રહ્મસ્વરૂપ છું, પ્રકૃતિનું રૂપ છું, સદા આનંદમયમાં રેહવાવાળી આનંદરૂપા છું, વિજ્ઞાન છું, અવિજ્ઞાન છું, પંચમહાભૂત પણ હું છું, વેદ પણ હું છું, અજા અને અમર પણ હું છું, રુદ્ર અને વસુંઓમાં સંચાર કરું છું. બધા રૂપોમાં હું છું મિત્ર, વરૂણ, ઈન્દ્ર, અગ્નિ, અશ્વિની કુમારોનું ભરણપોષણ કરું છું. સોમ, ત્વષ્ઠા, ઉષા અને ભગને ધારણ કરું છું. આ ભગવતીનું શ્રવણ કથા સાંભળવી અથવા પઠન કરવું તે ઉત્તમ ફળદાયી છે. ધન-ધાન્યની વૃદ્ધિ કરનારું છે. ભાગ્યમાં સુખ આપનારું છે. કંઈપણ ના કરી શકાય તો માતાજીની કથા ને સાંભળવી અથવા પઠન કરવું તે આપના માટે શુભ છે.

મંત્ર:- ह्रीं शिवायै नमः 

         આજ રીતે નવ માતાઓનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીનું પૂજા અર્ચન કરવામાં આવે છે.

બ્રહ્મચારિણી :-  બ્રહ્મ નો અર્થ થાય છે સર્વશ્રેષ્ઠ તમે જયારે આંખો બંધ કરો અને ધ્યાન મગ્ન થાવ ત્યારે તમારા શરીર માં શાંતિ અને એક શુભ ઉર્જા ઉત્પન્ન થાય છે સવારે જયારે આપણે ઉઠીએ તો સવાર નો જે સમય છે સવારનો સમય ૪ થી ૬ નો તે સમય બ્રહ્મ મહુર્ત કહેવામાં આવે છે અને તેથી બ્રહ્મચારીણી એટલે સર્વવ્યાપક ચેતના કહેવામાં આવે છે. 

માતાનું આ રૂપ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું. દેવીના આ રૂપમાં એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપની માળા આ દિવસે સાકરનો ભોગ માતાજીને લગાવવો અને તેનો દાન પણ આપી શકાય છે. માતાના આ રૂપનું પૂજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે.આ માતાજી ને લીલો કલર (રંગ) વધારે પ્રિય છે.(Green) નવરાત્રી નો બીજો દિવસ માં  નું બીજું રૂપ બ્રહ્મચારીણી દેવી તરીકે પૂજવામાં આવે છે. બ્રહ્મચારીણી દેવી ભાવી પતિ ભગવાન શિવ ને જોઇને પર્વતો માં કઠોર તપ કરવામાં લીન થઇ જાય છે.લીલો રંગ વિકાસ પ્રકૃતિ અને ઉર્જા નું પ્રતિક છે. જેથી લીલા રંગ ના વસ્ત્ર ગરબા ગાવામાં પહેરવા તે માતાજી ને વધારે પ્રિય છે.

મંત્ર:-  ह्रीं श्री अम्बिकायै नमः   

નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાનું પૂજન કરવામાં આવે છે.

માતા ચંદ્રઘંટા :-  ચંદ્રઘંટા નો અર્થ શું થાય છે. ચંદ્ર અમારા મન નું પ્રતિક છે. મન ઉપર હંમેશા ચડાવ ઉતાર રહે છે. મન થી જ બધું થાય છે. નકારાત્મક વિચારો મન થી આવે છે. ઈર્ષા મન થી આવે છે. ધૃણા મન થી આવે છે. આમાંથી છુટકારો મેળવવા માટે ચંદ્રઘંટા માતાજી નું પૂજન કરવું જોઈએ મન એક એવી વસ્તુ છે. જે તમે હિમાલય પર જાવ તો પણ તમારી સાથે રહે છે. તે છાયા સમાન છે. ચંદ્ર વિચારો નું પ્રતિક છે. જયારે ઘંટ તેમાંથી નીકળતી ધ્વની અસ્ત વ્યસ્ત વિચારોને એકત્રિત કરે છે. કોઈ ખુશી હોય અથવા કોઈ ગમ હોય દરેક ને ચંદ્રઘંટા દેવી સુરક્ષિત રાખે છે. મન ઉપર સ્થિરતા આપે છે. આ દેવી ઉગ્ર સ્વરૂપની છે. પરંતુ દેવી દરેક ભક્તોના કષ્ટ હોય તે દૂર કરે છે. માતાના આ રૂપમાં તેમના દસ હાથ છે. દરેક હાથ પર આયુ ધારણ કરેલી છે. આ માતાજીના સ્વરૂપને જોઈને એવું લાગે છે કે માતા યુદ્ધની તૈયારી કરી રહી છે. પ્રસાદમાં કેસર યુક્ત કોપરાપાક મા ને ધરાવવામાં આવે છે. દેવી માં નું ત્રીજું સ્વરૂપ તેને ચંદ્રઘંટા કેહવામાં આવે છે. આ દેવી માથા ઉપર સીલેટીયા રંગ નો ચંદ્ર ધારણ કરે છે. સ્લેટી રંગ માં ના ભાવ નું પ્રતિક છે. ચંદ્રઘંટા માતાજી શત્રુઓનો વિનાશ કરવામાં અને યુદ્ધ કરવામાં સદેવ તત્પર રહે છે. આ દિવસે સ્લેટી રંગ (Grey) આ રંગ ધારણ કરવો. 

મંત્ર :-  ऐं श्री शक्तिये नमः   

કૂષ્માન્ડા દેવી :- કૂષ્માંડા નો અર્થ શું છે કૂષ્માંડા એક ફળ છે. આમ કૂષ્માંડ નો અર્થ થાય છે. પ્રાણ શક્તિઓ થી પૂર્ણ દુધી ને પણ કૂષ્માંડ તરીકે ઓળખવામાં આવે છે. દુધી અને કૂષ્માંડ નો ગુણ પ્રાણ શક્તિ આપવા વારો છે આ ધરતી ઉપર વધારે શક્તિ શાળી દુધી અને કૂષ્માંડ છે તેનું નિત્ય સેવન કરવાથી નીરોગી આયુષ્ય રહે છે. અને સાથે સાથે બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભારતીય પરંપરા અનુસાર દુધી નું સેવન વધારે પડતા માત્ર બ્રાહ્મણ અને મહાજ્ઞાની કરતા હતા અન્ય કોઈ વ્યક્તિ દુધી નું સેવન કરતા નથી અત્યારે દુધી નું શાક મોટા ભાગના વ્યક્તિ ઓને ભાવતું નથી દુધી નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એક શક્તિ પ્રદાન કરનાર છે. પીપળા નું વૃક્ષ ચોવીસ કલાક ઓક્સીજન આપે છે તેવી રીતે દુધી અને કદુ ઉર્જા નું ગ્રહણ કરી એક શક્તિ પ્રદાન કરે છે. આ પૃથ્વી કૂષ્માંડ જેવી ગોળ છે કૂ નો અર્થ છે નાનું. ષ નો અર્થ છે ઉર્જા. અંડા નો અર્થ છે બ્રહ્માંડ નો ગોળો. આ એક શક્તિ આવી છે જે નાના માંથી મોટી થાય છે. મોટામાંથી નાની થાય છે. ઉર્જા નો વિકાસ પણ નાને થી મોટો થાય છે. નાનું બીજ મોટું વૃક્ષ બનાવે છે તેમાં મોટું ફળ બને છે અને તે ફળ ફરીથી બીજ ના સ્વરૂપ માં ફેરવાય છે. ત્યારે તે નાનું હોય છે પછી પાછુ મોટું થાય છે. આ રીતે એક સાઈકલ પ્રાણ શક્તિ ની ચાલુ રહે છે. પ્રજ્ઞા બુદ્ધિ આપનારી આ દેવી છે. જે શક્તિ તમે મહેસુસ કરો છો તે શક્તિ ભગવતી કૂષ્માંડા દેવી તમને આપે છે.

          ચોથા દિવસે માતા કૂષ્માન્ડા દેવીનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માતાના આ રૂપમાં માતાના હસવાથી બ્રહ્માંડની શરૂઆત થઈ દેવીના આ રૂપમાં આઠ છે. ક્રમશઃ કમંડળ, ધનુષ-બાણ, કમલ, અમૃત કળશ, ચક્ર તથા ગદા માટે થયો છે. માતાના આઠ હાથમાં ઈચ્છા અનુસાર વરદાન આપવાવાળી જપની માળા વિદ્યમાન છે. અર્થાત માતાજી એ હાથ માં ધારણ કરેલી માળા ભક્તોને માતાજી તેમની ઈચ્છા અનુસાર વરદાન પ્રદાન કરે છે.માં નું આ ચોથું રૂપ કૂષ્માન્ડા દેવી તરીકે ઓળખાય છે.માતાજી નું આ પ્રકાશ અને તેની ઓજસતા જોઇને તેમજ માતાજી નું દિવ્ય મુખારવિંદ તેમનું હસતું મુખ જોઇને સૂર્ય પ્રકાશિત થાય છે. તેથી આ માતાજી સૂર્ય સમાન તેજસ્વી છે. આ માતાજીની શક્તિ નું કોઈ પાર નથી તે અપરંપાર છે. નારંગી રંગ એમની પ્રસનતા નો પ્રિય રંગ છે.(Orange)

મંત્ર :-  ऐं रीम देव्येय नमः  

સ્કંદમાતા :- શિવ તત્વ આનંદમય દેવી સદેવ શાંત છે. દરેક કાર્ય ની સૂચક છે. દેવી તત્વ આદ્ય શક્તિ સર્વપ્રકારના કર્મ માટે ઉત્તર દાયી છે. આ દેવી માટે એવું માનવામાં આવે છે કે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ત્રણેવ શક્તિ નો સમાગમ થાય છે. આ ત્રણ શક્તિ ઓ ભેગી થાય અને શિવ નું મિલન થાય ત્યારે સ્કંદ માતા નો જન્મ થાય છે. જ્ઞાન નું કોઈ પણ કર્મ હોય તેના ઉપર આ દેવી નું પ્રભુત્વ છે. સ્કુલ કોલેજ માં ભૌતિક રસાયણ શાસ્ત્ર નો વિષય તેના ઉપર પ્રયોગો થતા હોય છે. તેના ઉપર પણ આ શક્તિ નું આધિપત્ય રહેલું છે. સાથે ચિકિત્સા પદ્ધતિ ઔષધી શાસ્ત્ર તેના ઉપર પણ સ્કંદમાતા નું આધિપત્ય રહેલું છે. સ્કંદ તત્વ એક માતાજી નું રૂપ છે. સ્કંદ તત્વ દેવી વગર જ્ઞાન અધૂરું છે. જો તમે જ્ઞાન ને વિશેષ બળવાન બનાવવા માંગતા હોય તો આ દેવી નું યજન પૂજન કરવું જોઈએ. 

     પાંચમાં દિવસે સ્કંદમાતાનું પૂજન કરવામાં આવે છે. માતાજી સ્કંદમાતા નવદુર્ગામાં પાંચમા દિવસે દેવીસ્કંદ સ્કંદમાતાની પૂજા થાય છે. આ માતાની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આ માતાજીને અડસી નામની ઔષધી જે આવે છે તે અર્પણ કરવાથી આરોગ્ય સુખાકારી સારી રહે છે. શરીર સ્વસ્થ રહે છે. આ માતાજીનું સ્વરૂપ કમલ ઉપર બિરાજે છે, તેમની ચાર ભુજાઓ છે, તેમાં બે હાથમાં કમળ એક હાથમાં માળા અને એક હાથમાં ભક્તોના આશીર્વાદ. સ્કંદમાતા નો પ્રિય રંગ સફેદ છે. આ માતાજી શાંતિ અને પ્રેમ નું પ્રતિક દર્શાવે છે. (White)

મંત્ર :- रीम क्लीं समिन्येय नमः 

કાત્યાયની દેવી:-  છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીનું પૂજન કરવામાં આવે છે.

આપણી સામે જે ઘટિત થાય છે. તેને આપણે પ્રપંચતા કહીએ છીએ. સાથે સાથે અદ્રશ્ય સ્વપ્ન તેમજ શરીરની ઇન્દ્રિઓમાં થતા અનુભવ શક્તિ દ્વારા જોવામાં આવે છે. મનની ઇન્દ્રિ ઓની કલ્પના બવ વિશાળ છે. બે પ્રકાર ના જગત બતાવેલા છે. સુક્ષ્મ જગત અને અદ્રશ્ય જગત આ  બંને જગત ઉપર માં કાત્યાયનીદેવીનું આધીપત્ય રહેલું છે. કાત્યાયનીદેવી ની દિવ્યતા અતિ ગુપ્ત અને રહસ્યો નું પ્રતિક છે. તમે પ્રાકૃતિક આપદાઓના વિષે સાભળ્યું હશે ભૂકંપ આવે તો એવું માનવામાં આવે છે કે કુદરતી પ્રકોપ છે. પાણી ના પૂર આવે તો પણ કુદરતી પ્રકોપ માનવામાં આવે છે. કુદરત દ્વારા થતી મોટી હોનારતો તેમાં ભગવતી કાત્યાયનીદેવી નું આધિપત્ય રહેલું છે. આ માતાજી નું એક ક્રોધ સ્વરૂપ કેહવાય છે. સાથે સાથે સત્ય અને ધર્મ સ્થાપના કરનારી દેવી પણ છે. ભગવતી કાત્યાયનીદેવી અવ્યક્તના સુક્ષ્મ જગત માં નકારાત્મકતા નો વિનાશ કરીને ધર્મ ની સ્થાપના કરે છે. આવું કેહવામાં આવે છે કે જ્ઞાની માણસ નો ક્રોધ હિતકારી અને ઉપયોગી હોય છે જ્ઞાની માણસ ક્રોધ કરે તો તે વિષે પેહલા તમારે વિચારવું પછી પ્રત્યુત્તર આપવું તે હંમેશા તમારું સારું ઈચ્છતા હોય છે. તેની સામે અજ્ઞાની નો પ્રેમ અને મીઠું બોલતા વ્યક્તિ ઓ હાનીપ્રદ હોઈ શકે છે. આ બંને વસ્તુ નકારાત્મકતા ને સમાપ્ત કરી સકારાત્મકતા નો સંચાર કરે છે. 

          મા દૂર્ગાનું છઠું રૂપ કાત્યાયની દેવી છે. એક મહાન સંત એમનું નામ કત્યાન ઋષિ હતું. જે એમના સમયમાં બહુ પ્રસિદ્ધ હતા. દેવી માતાને પ્રસન્ન કરવા માટે અને કૃપા પ્રાપ્ત કરવા માટે લાંબા સમય સુધી તેમને તપસ્યા કરવી પડી હતી. આ સમયે તેમણે દેવીના રૂપમાં એક પુત્રીની આશા કરી તે આશા ફળીભૂત થઈ. તે ક્ત્યાનઋષિના અનુસાર મા એ તેમની ઈચ્છાને પૂર્ણ કરી. તેથી મા કાત્યાયની નો જન્મ કત્યાન ઋષિ પાસે થયો. મા દૂર્ગા ના રૂપમાં પધાર્યા એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન ને તેમના પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આ દેવીનું પૂજન કર્યું હતું. કોઈપણ કન્યાનું વિવાહના થતો હોય અને તેમાં રુકાવટ આવતી હોય તો માતાજીના આ સ્વરૂપનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળશે. કાત્યાયની દેવી ને લાલ રંગ પ્રિય છે. જેથી ક્રીયાશીલ રેહવું તેમજ દરેક માંગલિક પ્રસંગો સિદ્ધ કરવા તે સુચન કરે છે. (Red)    

મંત્ર :- क्लीं श्री त्री नेत्रायय नमः 

કાલરાત્રિ માતા :-

કાલરાત્રીનું રૂપ ભયાનક અને ઉગ્ર છે. આ માતાજી નું રૂપ તમારા ભય ને દૂર કરે છે. કાલરાત્રી એ પણ દરેક ભક્ત માટે માતૃત્વ શક્તિ સમાન છે. આ દેવી રૂપ જ્ઞાન અને વૈરાગ્ય પ્રદાન કરે છે. અંધારા માંથી પ્રકાશ માં લાવે છે.સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

સાતમા દિવસે કાલરાત્રિ માતાનું પૂજન કરવામાં આવે છે. માતાજીનું આ રૂપ વિક્રાળ છે. કાલરાત્રિનું રૂપ કાળી રાત જેવું છે. વાળ વિખરેલા છે. આભુષણ ચમકે છે. ત્રણ આંખો છે હજારો અગ્નિની લપેટ માંથી જ્યારે તે નીકળે ત્યારે તે શ્વાસ લે છે. મૃત શરીર પર તેની સવારી છે. જમણા હાથમાં તલવાર છે. નીચેનો હાથ આશીર્વાદ આપે છે. સળગતી મસાલ ડાબા હાથમાં છે. નીચેનો હાથ આશીર્વાદ આપે છે. આ દેવી ભક્તોને નીડર બનાવે છે. આ દેવીને શુભ કુમારી પણ કહેવામાં આવે છે. કાલરાત્રિનું મહત્વ ઘણું બધું છે. દેવી માં નું સાતમું સ્વરૂપ કાલરાત્રિ છે. આ માનું રૂપ વિનાશ કારી છે. આ માતાજી ની શક્તિ અપરંપાર છે.દિવ્ય શક્તિ માતાજી ની ભૂરા રંગ માં સમાયેલી છે. જેને (Royal Blue) કહેવામાં આવે છે.

મંત્ર :- क्लीं ऐं श्री कालिकायै नमः 

મહાગૌરી :- મહાગૌરી સૌદર્ય નું પ્રતિક છે. મહાગૌરી નો અર્થ જ એવો થાય છે કે સૌદર્ય થી ભરપુર અને પ્રકાશમાન છે. આ દેવી કરુણામયી છે સર્વ ને આશીર્વાદ આપે છે અને તેમના દરેક કાર્ય પૂર્ણ કરે છે. આ માતાજી નું અલૌકિક સ્વરૂપ છે. 

માતાજી નું આઠમું સ્વરૂપ મહાગૌરી છે.તેનું પૂજન આઠમા દિવસે કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ વિશેષ રહેલું છે. આઠમ ના દિવસે દરેક ભક્તો કુળદેવીના દર્શન માટે જાય છે. માતાજીનું આ સ્વરૂપ પાર્વતીના રૂપમાં છે.જે હરેક મનોકામના પૂર્ણ કરે છે. તે પાર્વતી તેનો રંગ એટલેકે મા પાર્વતીનું વર્ણ શંખ, ચંદ્ર, જસ્મીન કરતા પણ વધારે સફેદ છે. માતાજીનું આ આઠ વર્ષનું સ્વરૂપ છે. અલંકારોથી સુસજ્જ છે. સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે. ત્રણ આંખો છે. સવારી બળદ ની છે. ભગવાન શિવને ગંગા જળ થી માતાજીને પવિત્ર કર્યું હતું. ત્યારે માતાજીનું શરીર મહાગૌરી નું આ સ્વરૂપ વીજળી જેવું ઉજ્વલ બની ગયું અને તેથી માતાજીનું નામ મહાગૌરી પડ્યું આ માતાજીનું પૂજન કરવાથી અતિત અને ભવિષ્યના પાપો બળી ને ભષ્મ થઇ જાય છે. મહાગૌરી નું આઠમું રૂપ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે તેમનો રંગ ગુલાબી છે. ગુલાબી રંગ આશા અને જીવન માં નવીનતા લાવવાનું પ્રતિક છે.(Pink)

મંત્ર : श्री क्लीं रीम वरदायै  नमः 

સિદ્ધીદાત્રી:- દેવી મહાગૌરી ભૌતિક જગતની પ્રાપ્તિ કરાવે છે. મનોકામના પૂર્ણ કરી આશીર્વાદ આપે છે. અને સિદ્ધીદાત્રી સિદ્ધિ આપનારી છે. જીવનમાં અદભુત સિદ્ધિ ની પ્રાપ્તિ માટે સિદ્ધિદાત્રી ની પૂજા અર્ચના કરવી જોઈએ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે તેને સિદ્ધી કહેવામાં આવે છે. 

       નવમા દિવસ નું રૂપ સિદ્ધીદાત્રી છે. સિદ્ધીદાત્રીની પાસે આઠ પ્રકારની સિદ્ધિઓ રહેલી છે. આ દિવસનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.તો પૂર્ણ રીતે ફળની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ આ દિવસે પૂજન કરે તો સુંદર ફળની પ્રાપ્તિ થાય છે. આઠ સિદ્ધીઓ અણીમાં,મહિમા, ગરિમા, લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય,લીસીત્વ અને વસીત્વ આ શક્તિઓ સિદ્ધીદાત્રી માં છુપાયેલી છે. આમ આ માતાજી પાસે અદભૂત શક્તિઓ રહેલી છે. એવું કહેવામાં આવે છે કે દેવી પુરાણ માં ભગવાન શિવને આ સિદ્ધી પ્રાપ્ત થઇ હતી મહાશક્તિનું પૂજન કરવાથી ભગવાન શિવની કૃતજ્ઞતા ની સાથે શિવનું અડધું સ્વરૂપ દેવી બની ગયું હતું આ સ્વરૂપને અર્ધ નારીશ્વર ણા નામથી પ્રસિદ્ધ થયું. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવા માટે આ દેવીનું પૂજન જરૂરી છે. દેવી માં નું નવમું રૂપ સિદ્ધીદાત્રી છે સિદ્ધીદાત્રી નો અર્થ થાય છે કે સર્વ સિદ્ધી આપનારી છે. તેમનો રંગ ભૂખરો છે. આ રંગ સર્વ સિદ્ધી આપનારો છે સિદ્ધીદાત્રી નું પૂજન અર્ચન કરવા થી અભિલાષાઓ પૂર્ણ થાય છે 

મંત્ર :- रीं क्लीं एं सिद्धये नमः 

નવદૂર્ગાના હોમ માટે શૈલપુત્રી હેતુ શિલાજીત બ્રહ્મચારિણી હેતુ બ્રાહ્મી ચંદ્રઘંટા હેતુ સહદેવી કુષ્માનડા હેતુ કુષ્માનડ હેતુ બહેડા કાલરાત્રિ હેતુ લીમડાની ગરો મહાગૌરી હેતુ દારુ હળદર,સીદ્ધીરાત્રી હેતુ આમળા આ પ્રયોગ કરવો.

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें