astrogujartilogo

Rahukaal (રાહુકાળ)

રાહુકાળ શું છે તે જાણો
રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ અશુભ સમયે અશુભ પરિણામો આપે છે.
આ ગ્રહ શુભ સમયે શુભ પરિણામો આપે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, તે
સમયનો આઠમો ભાગ રાહુ મહારાજનો છે. તે
દરરોજ પોણા ચાર ઘડી એટલે કે ૯૦ મિનીટનો
સમય છે, આ સમયને રાહુકાલ કહેવામાં આવે છે.
રાહુકાલનો સમય સૂર્ય અને સ્થળની જગ્યા પર
નિર્ભર છે. સરળતા માટે, જો સૂર્યોદય 6 વાગ્યે
માનવામાં આવે છે, તો પછી દરેક દિવસ માટે
રાહુકાલ  નીચે પ્રમાણે જોવો. આ સમય દરમિયાન
શુભ કાર્યો તથા માંગલિક કાર્યો કરવા નહિ –
  • રવિવાર સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાક.
  • સોમવાર સવારે ૭:૩૦ થી ૯:૦૦ કલાક.
  • મંગળવાર બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાક.
  • બુધવાર બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ કલાક.
  • ગુરુવાર બપોરે ૧:૩૦ થી ૩:૦૦ કલાક.
  • શુક્રવાર સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાક.
  • શનિવાર સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ કલાક. 
રાહુકાલ માં યાત્રા કરવી જરૂરી હોય તો નીચે પ્રમાણે ઉપાય કરવો
પાન ખાવું , દહીં ખાવું અથવા ગળ્યો પદાર્થ ખાવો ઘરમાં થી નીકળતા પહેલા દશ ડગલા પાછળ જવું પછી નીકળવું. 
મંગલકાર્ય અથવા શુભ કાર્ય કરવું હોય તો હનુમાન ચાલીસા નો પાઠ કરવો પંચામૃત નું પાન કરવું ત્યાર બાદ કાર્યનો પ્રારંભ કરવો.