Shiva ke pujan se upay (શિવ થી પૂજન ઉપાય)

0
305

શિવ ઉપાય જાણો ચમત્કાર,  સર્વ દોષની શાંતિ માટે અને ગ્રહોની શાંતિ માટે દુસ્વપ્ન અને દૂર મરણ ની શાંતિ હેતુ

લઘુરુદ્ર, મહારુદ્ર, અથવા અતિરુદ્ર વિશે વાયુપુરાણમાં બતાવેલું છે.

સર્વ દોષની શાંતિ માટે અને ગ્રહોની શાંતિ માટે દુસ્વપ્ન અને દૂર મરણ ની શાંતિ હેતુ બધા રોગો માટે અસાધ્ય બીમારી માટે તેમજ બ્રહ્મહત્યા આ બધા પાપો નાશ હેતુ માટે સર્વ પ્રકારના મનોરથની પ્રાપ્તિ માટે રુદ્ર યજ્ઞ થાય છે.

હેમાદ્રોકાલીકાપુરાણ  આધારે મારક ગ્રહ થી રક્ષા થાય છે,

શત્રુભય અને મૃત્યુભય દૂર થાય છે મૃત્યુંજય મહાદેવ નો હવન ઘી અને દૂધ થી કરવામાં આવે છે, સર્વ પ્રકારની સુખ શાંતિ સમૃદ્ધિ અને શિવ કૃપા નું સાનિધ્ય પ્રાપ્ત થાય છે,

રુદ્ર યજ્ઞ વિધાન

રુદ્રયાગ માં રુદ્ર પૂજન કરવામાં આવે છે. નીલ સુક્તના સોળ મંત્રોથી ન્યાસ કરવામાં આવે છે,

તથા શિવસહસ્ત્ર નામાવલી દ્વારા હવિષ્યાન્ન થી યજ્ઞ થાય છે,

ભગવાન આશુતોષ શિવ પ્રસન્ન થઈને ભક્તજનોને મનવાંછિત ફળ આપે છે.

અને તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

હવે આપણે જોઈશું તે વધુ અગત્યનું છે,

 હવે આપણે એ પણ જોવું જોઈએ કે રુદ્ર પ્રાર્થના ના પ્રકાર કેટલા છે આગળ મેં તમને ત્રણ બતાવેલો ‘લઘુરુદ્ર’ ‘મહારુદ્ર’ ‘અતિરૂદ્ર’ પરંતુ તેના મુખ્ય પાંચ પ્રકાર છે.

જે જાણવામાં જોવામાં ઓછા આવે છે.

પહેલો પ્રકાર રૂપ, બીજો પ્રકાર રુદ્ર, ત્રીજો પ્રકાર લઘુરુદ્ર, ચોથો પ્રકાર મહારુદ્ર , પાંચમો પ્રકાર અતિરુદ્ર, આ પ્રયોગ ‘જપાત્મક’ ‘હોમાત્મક’ અને ‘અભિષેકાત્મક હોય છે.

 જે કામના હોય તે પ્રમાણે પ્રયોગ હોય છે.

૧ બ્રાહ્મણ દ્વારા અગિયાર વાર નમસ્તે ના મંત્રો ૬૬ મંત્રાત્મક કરાવે છે તેને અભિષેક કહેવામાં આવે છે, રુદ્રી પાઠ ગણવામાં આવે છે.

૧૧બ્રાહ્મણો દ્વારા ૧૨૧ નમસ્તે ના પાઠ કરવાથી અભિષેક લઘુરુદ્ર કહેવાય છે.

૧૧ વાર લઘુરુદ્ર કરવાથી એક મહારુદ્ર થાય છે.

૧૧ મહારુદ્ર બરાબર ૧ અતિરુદ્ર થાય છે.

આ વ્યાખ્યાને સમજવી જરૂરી છે,

ભસ્મ રહિત, ત્રિપુંડ રહિત, રુદ્રાક્ષની માલા રહિત, બિલીપત્ર અને ગંગાજળ રહિત જો તમે શિવજી

પૂજા કરો તો આ પૂજા પૂર્ણ રીતે નિષ્ફળ થઈ જાય છે.

“રુદ્રયાગ” ના મુહૂર્તો પણ છે. રુદ્રયાગ  ક્યારે કરવો તે પણ આપવામાં આવેલું છે.

જે નીચે પ્રમાણે માહિતી છે તેનું મુહુર્ત જોવામાં આવે છે, આમ એકંદરે જોતાં વૈશાખ, શ્રાવણ, આસો, માગશર, મહા, ફાલ્ગુન, શુક્લ પક્ષમાં આરંભ કરવો જોઈએ.

તિથિ ૦૧/૦૮/૧૪/૧૫/૩૦રિક્તા તિથિ ૦૪/૦૯/૧૪ તથા ૬ આ સિવાય ની તિથિ માં રુદ્રયાગ  નો આરંભ કરવો શુભ ફળ આપનાર છે.

સંધ્યા ટાણે આ સમયે આ આરંભ કરવો નહીં જેમાં સિદ્ધિ મળતી નથી,

 નક્ષત્ર થી જોતા અશ્વિની રેવતી ધ્રુવ સંજ્ઞા ના નક્ષત્રો આર્દ્રા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, પુનર્વસુ, પુષ્ય, સૂર્ય મંગળમુખ્ય છે વાર . -સોમ ગુરુ વાર આચારાત  રુદ્ર હોમ કરવો શુભ છે,

શિવજીનો નિવાસ ક્યાં છે?

તે પણ જોવું જરૂરી છે શિવ સંબંધી કોઈપણ કાર્ય કરવાનું હોય તો તે જાણવું જરૂરી છે,

શિવજીનું નિવાસ ક્યાં છે, “શિવાચરણસૃતી” ના આધારે આ બતાવેલું છે.

અભીષ્ટ દિવસની તિથિને બે ગણી કરવી દાખલા તરીકે આઠમના દિવસે છે તો 8+8=16 થાય તેમાં +૫ ઉમેરવા જેથી 21નો સરવાળો થાય તેને ૭ થી ભાગ આપવો જેથી ૭*૩= ૨૧ આવે છે

શેષ વધી શૂન્ય. જેથી આ દિવસે થઈ શકે નહીં,

દરેક શેષ નું ફળ આપેલું છે.

 જે નીચે પ્રમાણે છે,

૧ શેષ   શિવજી કૈલાસમાં -પૂર્ણ સુખ,

૨ શેષ પાર્વતી માતાની સાથે -ધન સુખ સંપદા .

૩ શેષ  વૃષભ ઉપર આરૂઢ -અભીષ્ટ સિદ્ધિ ,

૪ શેષ ગણો ની સભામાં- સંતાનસુખ,

પ શેષ ભોજનમાં- પીડા આપે

૬ શેષ ક્રીડામાં – અનિષ્ટતા આપે છે .

 ૭ શેષ સ્મશાનમાં- દારૂણ દુઃખ મરણ.

આ સમજવું બહુ જરૂરી છે જેથી લઘુરુદ્ર જે પૂર્ણ રીતે જાણે છે તેની પાસે કરાવવું જોઈએ સાથે-સાથે કરાવનાર આચાર્ય પણ એ જ રીતે પૂર્ણ હોય તે રીતે કરવું જોઈએ લિંગ પુરાણ ના આધારે  જોતા તિથિઓમાં ૨/૫/૬/૯/૧૨/૧૨/ કૃષ્ણપક્ષમાં૧/૪/૮/૧૧/૧૨/૩૦/ તિથિઓ ફળ આપનારી છે. રુદ્રયાગ માં રુદ્રપીઠ ઇશાનમાં કરવી,

 સર્વત્ર રીતે નવગ્રહ પીઠ ઈશાનમાં હોય છે,

 પરંતુ રુદ્રયાગ માં નવગ્રહપીઠ રુદ્રપીઠ દક્ષિણ પીઠ માં હોય છે. રુદ્ર યાગ માં મંડપ પ્રવેશ પશ્ચિમ દ્વારમાંથી કરવો,

 બીજી રીતે જોતા પ્રધાન કુંડના ઇશાનમાં અથવા મધ્યમાં વચ્ચોવચ મધ્ય પીઠ સ્થાપન થાય છે

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें