astrogujartilogo

સિંહરાશી :  (મ,ટ)

સિંહ રાશિ ભવિષ્ય 2021 – Singh Rashifal 2021 

વિક્રમ સંવત ૨૦૭૭નાં વર્ષની શરૂઆત ગુરુ પાંચમા સ્થાને અને તા. ૨૦/૧૧/૨૦૨૦ થી તમારા છઠ્ઠા સ્થાને આવશે. તા.૫/૪/૨૧ થી ગુરુ સાતમા સ્થાને તા.૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ પાછો તમારા છઠ્ઠા રોગ શત્રુ સ્થાને આવશે. શનિ આખું વર્ષ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. રાહુ વર્ષ દરમિયાન દશમાં કર્મ સ્થાનમાં અને કેતુ તમારા ચોથા સ્થાનમાં રહેશે. મંગળ આઠમા સ્થાનથી લઈને ત્રીજા સ્થાન સુધી ભ્રમણ કરશે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા પાંચમા સ્થાનમાં રહે છે અહી તે સ્વગ્રહી છે. વર્ષ તમારું મધ્યમ ગતિએ આગળ વધતું જોવાશે. આ વર્ષમાં ઉતારચઢાવ પણ જોવાશે. કોઈ-કોઈ મહિનામાં વધારે પરેશાન પણ થઇ શકો. આમ એકંદરે વર્ષ વધારે મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે. સિંહરાશી વાળા જાતકોને આ સમયે સચ્ચાઈનો માર્ગ જોવા મળશે. કોણ સાચું છે કોણ જુઠું છે તે પણ જોઈ શકાશે. વર્ષ આપને અધિક મજબુત બનાવશે. સાથે-સાથે વધારે મજબૂતીથી સફળતા પ્રાપ્ત કરવામાં તમે સફળ થશો. કહેવાનું એ છે કે આ વર્ષ તમને ઘણું બધું શીખવાડશે. સાથે-સાથે મુશ્કેલીઓ પણ આવશે. સકારાત્મક રીતે વિચારીએ તો ઘણું બધું આપીને જશે. આ વર્ષ દરમિયાન સમય ઘણું બધું શીખવાડશે અને તમારા માટે વર્ષ ૨૦૨૧માં સમયથી કોઈ મોટો ગુરુ નથી સમય એ જ તમારો ગુરુ બની જશે અને તે વસ્તુને તમે આજથી શરૂ કરી દો.      

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં સિંહરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Singh rashi finance and income 2021

સિંહરાશિના જાતકોનાં માટે વર્ષ ૨૦૨૧ ઉત્તમ જોવાય છે. લાભ સારા મળશે. વિદેશનો યોગ બનશે વિદ્યાર્થી વર્ગને માટે ખેલ કૂદમાં આગળ વધાશે અને જીત મેળવીને મેડલ મેળવશે. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા જોવાશે. માતા-પિતાનું સુખ ભાઈ-બહેનનું સુખ સારું જોવાશે. આશીર્વાદ પ્રાપ્ત થશે. વર્ષ દરમિયાન આવક-જાવક સરખી રહેશે. પરંતુ મોટાં આકસ્મિક ખર્ચથી બચવું પડશે. કામ ધંધા ઉપર તથા નોકરીમાં વધારે ધ્યાન આપવાથી આવકનો સ્ત્રોત જળવાઈ રહેશે. ખર્ચની દ્રષ્ટિએ જોતાં બાળકોના ભણવા પાછળ ખર્ચ થશે. તેમજ સ્થાવર મિલકત ખરીદવાનાં યોગો બને છે તો તેમાં પણ ખર્ચ થાય. વાહન ખરીદવામાં પણ એક રીતે ખર્ચ થાય.     

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021

પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવાશે. માતાનાં સ્વાસ્થ્યમાં નાનીમોટી બિમારી આવે માતા-પિતાની આરોગ્ય સુખાકારી બાબતે અવશ્ય ધ્યાન આપવું જરૂરી છે. પારિવારિક વિવાદને લઈને માનસિક તણાવ રહેશે. વર્ષ દરમિયાન પરિવારજનોને પુરતો સમય આપી શકાશે નહીં. ભાઈ-બહેન દ્વારા પારિવારિક સુખ મળશે. ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં ગુસ્સા ઉપર અને વાણી પર સંયમ રાખવો પડશે. નહીતર મતભેદની સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે. ફેબ્રુઆરી મહિનામાં નવા મિત્રો બનશે તેમજ પ્રોપર્ટી ખરીદવાનો યોગ પણ બને તેવા યોગો છે. સામાજિક કાર્યક્રમોમાં, સમારોહમાં તમે ભાગ લેશો અને તમારા પ્રત્યે બધા આકર્ષિત રહેશે.    

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

વર્ષ ૨૦૨૧માં સિંહરાશી વાળાઓ માટે ધંધાની વાત કરીએ તો બુધાદીત્યયોગ બને છે તેથી ધંધા માટે સારું છે અધિક લાભ મળશે ખાવાપીવાના કારોબાર સાથેના વ્યવસાયમાં લાભ મળે લોખંડ, પીળી વસ્તુ, લીલા રંગની વસ્તુ વિગેરેના વ્યવસાયમાં સારો લાભ થાય. લાભના યોગો બની રહ્યા છે તેથી નાણાકીય સ્થિરતા બની રહેશે. ધન વ્યય ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.    

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

સિંહરાશીનાં જાતકો માટે વર્ષ ૨૦૨૧ નોકરિયાત વર્ગને સાનુકુળ રહેશે. નોકરીમાં નાનીમોટી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તકલીફ જોવાશે. પરંતુ ડર્યા વગર તમારે નોકરી કરવી જરૂરી છે. નવી નોકરી જે જાતકો શોધતા હશે તેમને માટે સારો યોગ બની રહેવાની પુરેપુરી ઉમ્મીદ છે તથા ગયા વર્ષ કરતાં આ વર્ષમાં નોકરીમાં એકંદરે સારું રહેશે અને સફળતાઓ મળશે તેવા ગ્રહ યોગ જોઈ શકાય છે.  

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

સિંહરાશીનાં જાતકોને માટે ૨૦૨૧માં દાંપત્યજીવનમાં એકંદરે સારું જોવાશે. શુક્ર એક મહત્વ પૂર્ણ ગ્રહ છે જે શુભ સ્થાનની અંદર સ્થિત થયેલ છે તેથી વર્ષ ૨૦૨૧ મધુર દાંપત્યજીવન બનશે. તેમજ જે કઈ પ્રોબ્લેમ હશે તેનો પણ અંત આવી જશે. ગયા વર્ષમાં બનેલ નાનોમોટો કોઇપણ અણબનાવ બનેલો હોય તો તેનું પણ નિરાકરણ આવે પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ વધતો જોઈ શકાય. તેમજ યાત્રાનો યોગ પણ બને. ઓગસ્ટ પછી વિશેષ નાનીમોટી યાત્રાનો યોગ બની શકે તેવાં ગ્રહ યોગ છે.

લગ્નયોગ માટે જોતાં વિશેષ કરીને લગ્નયોગ આ વર્ષમાં બને. વૈવાહિક જીવન સફળ બને વર્ષ ૨૦૨૧માં પ્રેમ સંબંધમાં જોતાં સારું પરિવર્તન જોવા મળશે. પ્રેમ સંબંધથી જોડાયેલા જાતકોને માટે વિશેષ કરીને એપ્રિલમાં અથવા સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં સારા ખુશીનાં સમાચાર મળી શકે અને તેનો સકારાત્મક પ્રભાવ નવેમ્બર, ડીસેમ્બરમાં જોવાય. પ્રેમ વિવાહ કરવાનો નિર્ણય પણ કરો તેવા યોગો પણ બને છે.    

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

સિંહરાશિ વાળા જાતકોને માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે તથા છઠ્ઠા  ભાવનો રાશી સ્વામી સૂર્ય સપ્ટેમ્બરમાં પાચમાં સ્થાનમાં શનિ સાથે ભ્રમણ કરશે. આ સમય દરમિયાન પેટ સંબંધિત બિમારી થઇ શકે. વર્ષનાં આરંભમાં તમારી રાશીથી મંગળ અષ્ટમ ભાવમાં રહેશે. તેનાથી ગુદા સંબંધિત બીમારીઓથી સાવધાન રહેવું પડે. વર્ષ દરમિયાન આ રોગ તમને પરેશાન કરી શકે તેવા યોગ બને છે. વર્ષના આરંભમાં શરદી તેમજ વાઈરલ ઇન્ફેકશનનાં કારણે પરેશાન રહી શકો તેમજ શરીરમાં આળસ વિગેરે જોવાય. થાક લાગે અને ઉર્જાની કમી મહેસુસ થાય. સાથે-સાથે હાડકાંમાં દર્દ થતું હોય તેની પણ ફરિયાદ જોઈ શકાય. એપ્રિલ મહિનામાં સ્વાસ્થ્ય બગડી શકે તેથી સાવધાની રાખવી. આ પ્રમાણે જોતાં વર્ષ દરમિયાન એકંદરે પેટનાં દર્દ, માથાનો દુખાવો, ખાંસી, શરદી, સળેખમ, ગુદાનાં દર્દ થઇ શકે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાવાપીવામાં જે આદતો હોય તેમાં સુધારો કરવો અને શાકાહારી ભોજન લેવા તે વધારે અનુકુળ રહે. શરીર સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ રહે. નિયમિત રૂપથી વ્યાયામ કરવાથી પણ સ્વસ્થ રહેવાય. તેમજ માનસિક શાંતિ માટે ધ્યાન કરવું. ઓમકાર નો નાદ કરવો સ્મોકિંગ અને ડ્રીંકિંગથી બચવું. આ વસ્તુ પણ તમારા સ્વાસ્થ્યને વધારે નબળું કરી શકે.        

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

સિંહરાશી વાળાઓ માટે સંતાન સુખ સારું જોવાય છે. બાળકો પ્રત્યે વિશેષ કાળજી રાખવી અભ્યાસમાં તેમનું કેટલું ધ્યાન છે તેની પણ તપાસ રાખવી. નિરંતર તેમના પર ધ્યાન રાખવાથી આ વર્ષે સંતાનો થકી તમને સંતોષ થાય. પરીક્ષામાં નિપૂર્ણ બને તેમજ ધર્મ તરફ રુચી વધે. જે જાતકોને સંતાન માટેની ઈચ્છાઓ છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય. અભ્યાસમાં જોતાં સિંહરાશીનાં વિદ્યાર્થીઓ સફળ બને અને નિરંતર અભ્યાસમાં તેમની રુચી રહે. પરીક્ષામાં નિપૂર્ણ બને તેવા યોગ બને છે. સરસ્વતીની કૃપા પ્રાપ્તિ માટે ઓમ ઐમ નમઃ મંત્ર જપ કરવો નિત્ય સવારે ઓમકાર કરવો જે ફળદાયી બનશે.

સિંહરાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ

સિંહરાશિનાં જાતકોને માટે વર્ષ ૨૦૨૧ સામાન્ય જોવાશે પરંતુ આરોગ્યને છોડીને એકંદરે સારું જોવાશે. વ્યાપારમાં લાભ થશે સ્વાસ્થ્ય માટે તમારું અને બાળકોનું બંનેનું ધ્યાન રાખવું પડશે. દાંપત્યજીવન સુખ સારું પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં મધ્યમ જોવાશે. આવકજાવક જળવાઈ રહેશે. ગોચર ગ્રહોનાં આધારે જોતાં આ ફળકથન કરેલું છે. વધારે કરીને આ વર્ષે ૪,૮,૧૨ સ્થાનમાં ગુરુ, શનિ, રાહુ નથી તેથી તે સૌથી મોટી રાહત છે અને ગમે તેવી મુશ્કેલીમાંથી તમે બહાર નીકળી શકો. ઇષ્ટદેવ અને કુળદેવ, કુળદેવીનાં મંત્ર જાપ તથા પૂજા પાઠ કરશો તો લાભ વધારે મળશે.    

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮