astrogujartilogo

તુલા રાશી :  (ર,ત)

તુલા રાશિ ભવિષ્ય 2021 Tula rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭નાં આ વર્ષ આપનાં માટે એકંદરે મધ્યમ જોવાય છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા ત્રીજા પરાક્રમ સ્થાને હોવાથી અને ત્યારબાદ તા. ૨૦/૧૧/૨૦ થી તે ચોથા સુખ સ્થાનમાં આવશે. ત્યારબાદ તા.૫/૪/૨૦૨૧ થી ગુરુ તમારા પાચમાં સ્થાને આવશે અને પછી તા.૧૪/૯/૨૧ થી વક્રી થઈને ગુરુ સુખ સ્થાનમાં આવશે. શનિ આખું વર્ષ તમારા સુખભાવે રહે છે. વર્ષ ૨૦૨૧માં નાની પનોતી લોઢાંનાં પાયે ચાલે છે તથા રાહુ આખું વર્ષ તમારા આઠમા સ્થાને રહે છે અને કેતુ બીજા ધન સ્થાનમાં રહે છે તથા મંગળ વ્યય સ્થાનથી તમારા છઠ્ઠા સ્થાન સુધી ભ્રમણ કરે છે. વર્ષની શરૂઆતમાં સાહસિક કાર્યોમાં અવરોધ આવે અને રુકાવટ આવે તેવા યોગો બને છે.     

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં તુલારાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Tula rashi finance and income 2021

આવકની દ્રષ્ટિએ જોતાં વર્ષ ૨૦૨૧ આપનાં માટે એકંદરે સારું રહે તેવા યોગો સૂચિત થાય છે. પરંતુ વિશેષ પ્રયત્ન વધારે મહેનત કરવાથી ફળ સારું જોઈ શકાય તે પ્રમાણે યોગ બને છે. આવકનો સ્ત્રોત નોકરીમાં પણ જળવાઈ રહે તે માટે જે નોકરી તમારી ચાલુ હોય તે નોકરીને તમારે પકડી રાખવી પડે નોકરી છોડવી નહીં. નોકરી છોડવાથી બીજી નોકરી મળવામાં ઘણું સમય અંતર લાગે ત્યારબાદ નોકરી મળે. નવો ધંધો કરવો હશે તો તે થઇ શકશે. મૂડી રોકાણનું વળતર આ વર્ષે ના પણ મળી શકે એટલે તમે વિચારીને મૂડી રોકાણ કરશો. ભાગ્ય બળ પૂર્ણ રીતે સાથ આપતું નથી ગ્રહોની વિષમતાનાં કારણે થોડી તકલીફ રહેશે. કેમિકલ અને દવાઓ સંબંધિત કાર્ય કરતાં અને તેનો ધંધો કરતાં તે લોકોને નફાનું ધોરણ સારું જોવાશે. કપડાનો ધંધો કરતાં જાતકોને માટે પણ વર્ષ સારું છે. ટ્રાવેલ્સ વિગેરેનું કામ કરતાં અને આઈટીનું કામ કરતાં આ બધાને માટે મધ્યમ જોવાય છે.

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021

કૌટુંબિક ક્ષેત્રે એકંદરે આ વર્ષ સમવિષમ જોવાય છે. પરિવારનાં સભ્યોને છુટા પડવાનો યોગ બને અથવા પરિવારમાં મનમુટાવ થવાથી પણ છુટા પડવું પડે તેવા યોગ બનેલાં છે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે તે માટે થોડી છોડી દેવાની ભાવના રાખવી પડે. મન એકલા-એકલા વિચલીત થયા કરે તો બુકનું વાંચન કરવું. માતાનું સ્વાસ્થ્ય નબળું રહેશે કૌટુંબિક સંબંધો સાચવવામાં નાનીમોટી તકલીફ આવે તો તેને સહન કરવી પડે. પરિવારમાં સંપતિ તેમજ સ્થાવર મિલકતમાં ફેરફારો જોવાય. પરંતુ આગળ કરેલું મૂડી રોકાણ તે આ વર્ષે પરિવારમાં મોટો લાભ પણ આપી શકે તેવા યોગ બને છે. સ્થાવર મિલકતમાં અથવા અન્ય રોકાણ કરેલું હશે તો સારું જોવાશે. જેથી પરિવારમાં પરસ્પર પ્રેમ સંબંધો જળવાઈ રહે તે હેતુથી વર્ષ પૂરું કરવું.   

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

તુલારાશી વાળાઓ માટે ધંધામાં એકંદરે વર્ષ ૨૦૨૧ સારું જોઈ શકાશે. પરંતુ લાભ અને ખર્ચ બંને તો રહેશે જ ધંધામાં નફો સારો મળે તથા હરીફો ઉપર જીત મેળવાય બહારનાં દેશોમાં ધંધો કરતાં હોય તો વર્ષ ખૂબ જ ઉત્તમ ફળ આપનારું બનશે. આ વર્ષે ધંધામાં સારો નફો થવાથી પૈતૃક સંપતિમાં વધારો થાય તથા સ્થાવર મિલકતમાં પણ વધારો કરી શકો. નવો ધંધો ચાલુ કરી શકો તેવા યોગો બની રહ્યા છે. નવો ધંધો ચાલુ કરવાથી નવું ફંડ પણ મળી રહેશે. એપ્રિલ પછીનાં યોગો ધંધા માટે વધારે સારા જોવાય છે તેમાં તમને વધારે લાભ થઇ શકે. જે જાતકો પ્રોપર્ટીની ખરીદ વેચાણ કરતાં હોય અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતાં હોય તે જાતકોને માટે વર્ષ દરમિયાન સારો એવો નફો મળી શકે. જે જાતકો આ વર્ષે પ્રોપર્ટીનાં ધંધામાં જંપ લાવશે અને શરૂ કરશે તે જાતકોને માટે વર્ષ ૨૦૨૧ સારું પુરવાર થશે તેવા યોગો બની રહ્યા છે. કન્સ્ટ્રકશનનો નવો પ્રોજેક્ટ હશે તો તે પ્રોજેક્ટ ચાલુ કરવાના પણ યોગો બનશે અને આ પ્રોજેક્ટ સારો એવો લાભદાયક પુરવાર થશે. આ પ્રમાણેનાં યોગ જોવાય છે. ધંધા થકી માન-સન્માનમાં વધારો થશે. તમારા કાર્યની નિપૂર્ણતાને લઈને લોકો તમારી વાહવાહ કરશે. અસંભવ કામને તમે સંભવ કરશો તેવા પણ યોગો બની રહ્યા છે જમીન અને જાયદાદનાં અટકેલા પ્રશ્નોનું સમાધાન અથવા નિરાકરણ આવે તેવા પણ યોગ જોઈ શકાય છે. ફાલતું ખર્ચથી બચીને રહેવું.   

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

તુલારાશી વાળાઓ માટે નોકરી ક્ષેત્રમાં સારી સફળતાઓ મળે અને પૂર્ણતાઓ જોવાય તેવા ગ્રહ યોગ બને છે. જે જાતકોને નોકરીની તલાશ હોય તે જાતકોને નોકરી મળે તથા પદોન્નતી જોઈ શકાય તેવા યોગો બને છે. ગુરુ તુલારાશી વાળાઓ માટે નોકરીમાં એક મોટું સારું એવું પરીવર્તન લાવશે તેના થકી જીવનમાં આગળ વધવાની તકો મળશે. આ વર્ષે નોકરીયાત વર્ગને માટે મકાન માટેનાં યોગો પણ બની રહ્યા છે.

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ? Marital life, Marriage, Love Relation 2021

વર્ષ ૨૦૨૧ તુલારાશી વાળાઓ માટે દાંપત્યજીવનની વાત કરીએ તો સુખ પૂર્વક સમય પસાર થતો તમે નજરે જોઈ શકશો અને દાંપત્યજીવનનું સાચું સુખ પ્રાપ્ત કરશો તેવા યોગો બની રહ્યા છે. એટલે આ વર્ષે દાંપત્યજીવનમાં પરેશાનીનો સામનો બહુ નહીં કરવો પડે. પતિ-પત્ની બંનેની વચ્ચે સારું જોવાય છે. બીજાનાં થકી થતા ઝગડા તે પણ આ વર્ષે બંધ થઇ જશે. ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે પતિ-પત્ની એકબીજાને પરસ્પર પ્રેમ કરે અને બીજાની વાતો માં ન આવીને પોતાનું દાંપત્યજીવન કુશલ મંગલ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ. સંસારરૂપી સાગરમાં પૂર્ણતાની અનુભૂતિનો એક અહેસાસ થાય અને હંમેશા ખુશી મહેસુસ કરો બસ એજ વર્ષ ૨૦૨૧નું શુભફળ છે. પ્રેમ સંબંધોમાં જોતાં તુલારાશીનાં જાતકો વાળાઓ માટે વધારે બહુ સારો નહિ અને વધારે બહુ ખરાબ નહિ તેવો સમય વર્ષ ૨૦૨૧માં જોવાય છે. ૨૦૨૧માં પ્રેમ સંબંધો ધીમી ગતિ એ આગળ ચાલશે તેવા યોગો બને છે. પ્રેમ સંબંધોમાં એકબીજાનાં વિચારો મળતા આવે નહીં અને લડાઈ ઝગડો થયા કરે એવાં પણ યોગો છે એટલે એક વાત ચોક્કસ છે કે તમારા વિચારો થકી તમે વધારે પરેશાન રહેશો તેવું જોઈ શકાય છે અને વધારે શંકાશીલ સ્વભાવ પ્રેમ સંબંધોમાં નુકશાન દાયક સાબિત થઇ શકે. જેથી સમજી વિચારીને વર્ષમાં આવતી નાનીમોટી સમસ્યાઓનો સમાધાન કરીને આગળ વધવું આ હેતુ રાખવાથી સફળ બની શકાશે નહિ તો નિરાશા જોવાશે અને એકલા રહેવું પડશે આ રીતે યોગો બને છે. લગ્ન માટેનો યોગ જોઈ શકાય છે યોગ્ય ઉંમરનાં યુવક-યુવતીઓ માટે વિવાહનાં યોગો બને.     

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

વર્ષ ૨૦૨૧માં તુલારાશી વાળાઓ માટે જોતાં સ્વાસ્થ્ય ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં બરાબર રહી શકે નહીં નાનીમોટી બીમારી આવે જે લોકો આગળથી નિશ્ચિત બીમારીથી ગ્રસિત થયેલા હોય તે લોકોને તકલીફ પડે તેમજ આ વર્ષે ૨૦૨૧માં પેટ સંબંધી બીમારી, ફેફસાં સંબંધિત બીમારી આવી શકે તેવા યોગો બની રહ્યા છે અધિક ધ્યાન આપવું તે જરૂરી છે. દર્દીને માટે આવશ્યક હોય તો હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે. તમારી જિંદગી બદલાતી તમે જોઈ શકશો સાથે-સાથે બીમારીનો અંત વર્ષ પૂરું થવા આવે એટલેકે વર્ષનાં અંતમાં બીમારીઓ ગ્રસિત થી પૂર્ણ રૂપે સ્વસ્થ થઇ શકો એક વાત ચોક્કસ છે કે મોટી બીમારી તમને પરેશાન નહીં કરે તે તમારા માટે સારું છે.

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

સંતાન સુખમાં જોતાં પૂર્ણ રીતે સંતાન તરફથી લાભ જોવાય સંતાન તરફથી શાંતિ પણ મળે માતા-પિતાને માટે સંતાનો સારું એવું કાર્ય કરે જેનો ગર્વ માતા-પિતાને થાય. તુલારાશીનાં જાતકોને અભ્યાસ માટે સારી એવી તકો પ્રાપ્ત થશે અભ્યાસમાં રૂચી વધશે. તેમજ પોતાના મગજમાં નવા-નવા લક્ષ્યને પાર કરવા માટેનાં વિચારો ઉભા થશે. કોઈ-કોઈ વખત મનમાં નિરાશા પણ જોવાય પરંતુ તે નિરાશામાં આશાનું કિરણ છુપાયેલુ છે. આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે જે જાતકો ફેલ થયા હશે તે જાતકોને માટે પણ આ વર્ષ સફળતા આપનારું છે જેથી બાળકોને નિરાશ થવાની જરૂર નથી. જ્યોતીષાચાર્યનાં આધારે આ રાશી વાળાઓ માટે એક એવું સૂચન છે કે ભગવાન સૂર્યનારાયણની આરાધના અને પૂજા કરવી જોઈએ નિત્ય સવારે સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવું જોઈએ. સૂર્યનો મંત્ર જાપ કરવો જોઈએ આ કરવાથી વિશેષ સફળતાઓ પ્રાપ્ત થશે અને એક સારું એવું પરિણામ જોઈ શકશો આમ લગાતાર સૂર્ય નારાયણની પૂજા આરાધના કરવી જોઈએ અને કરતાં રહો તે તમારા માટે વધારે શુભ છે.       

તુલારાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વર્ષ ૨૦૨૧માં પરિવારનાં સભ્યો તમને છોડીને જઈ શકે આ વાત તમારા માટે ઘણી દુઃખદાયક છે. એકલું કેવી રીતે રહેવાય તે પણ તમને ખ્યાલ આવે વધારે પડતું એકલતા વાળું જીવન હોય તો સારી બુકોનું વાંચન કરવું જોઈએ. વિદ્યાર્થી વર્ગ માટે સારું જોવાય છે દાંપત્યજીવન માટે તથા પ્રેમ સંબંધોમાં પણ સારું છે. આરોગ્યની દ્રષ્ટિએ મધ્યમ છે.  

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮