વૃષભ રાશી Vrushabha Rashifal 2021 Gujarati

0
127

વૃષભરાશી :  (,, )

Vrushabha rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭ આ વર્ષ એકંદરે આપને મધ્યમ ફળ આપનારું છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા આઠમા સ્થાનમાં રહેતા તથા તા.૨૦/૧૧/૨૦૨૦ થી ગુરુ તમારા નવમાં ભાગ્ય ભાવે આવશે. તા.૫/૪/૨૦૨૧ થી દશમાં કર્મ સ્થાનમાં આવશે અને ૧૪/૯/૨૦૨૧ થી વક્રી ગુરુ તમારા નવમા ભાગ્ય ભાવે આવશે. શનિ નવમા ભાગ્ય ભાવમાં રહે છે. રાહુ તમારી પોતાની રાશીમાં રહે છે. વ્યવસાય ક્ષેત્રમાં જોતાં નોકરી કરનાર, ધીરધારનો ધંધો કરનાર, પ્લાસ્ટિક અને કેમિકલનો કાચોમાલ વેચનાર, લીલા રંગની વસ્તુનો ધંધો કરનાર, ખેતી કરનાર તથા કાપડનો ધંધો કરનાર, રેતી અને સિમેન્ટથી જોડાયેલો વ્યાપાર તેમજ ખાવાપીવાની વસ્તુનો વ્યાપાર હોટેલ વિગેરેમાં શુભફળ આપનાર બને. વર્ષનાં મધ્યભાગ પછી વધારે સારો ધંધો જોવાય. છેલ્લાં ત્રણ મહિનામાં વધારે સારું જોવાય.   

૨૦૨૧માંશું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં વૃષભરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Vrushabha rashi finance and income 2021

આવકની દ્રષ્ટિએ જોતાં વર્ષ ૨૦૨૧માં ભાગ્ય આપને સાથ આપશે તે તમે જોઈ શકશો. વર્ષની શરૂઆતમાં તમને લાભ મળતા જોવાશે. વૃષભરાશી વાળાઓ જે વ્યાપાર કરતાં હશે તેમને ધંધામાં આવક સારી જોવાશે. સાથે-સાથે માર્ચ મહિનામાં ખર્ચ વધે વિશેષ ખર્ચ મકાનમાં પણ થાય. એટલાં માટે ફાલતું ખર્ચ ઉપર લગામ લગાવવી જરૂરી છે. આમ આવકનું પ્રમાણ વધારે છે અને જાવકનું પ્રમાણ ઓછુ છે જેથી એકંદરે સારું છે.

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે? Family happiness2021

પરિવારનું સુખ જોતા વૃષભરાશી વાળાઓ માટે ૨૦૨૧નું વર્ષ એકંદરે સારું સુખ ભોગવી રહ્યા છે તેવું એકંદરે જોઈ શકાશે. તેમજ શરૂઆતના સમયમાં ભાગ્ય સાથ આપશે અને શનિ ગ્રહ શુભફળ આપનારો હોવાથી પરિવારમાં ચારેય બાજુથી ખુશીઓ મળશે અને પરિવાર સમૃદ્ધિમય બનશે. માર્ચ, એપ્રિલનાં સમયમાં પરિવાર અને સ્નેહીજન સાથે તૂટેલા સંબંધો પાછા ભેગા થઇ જશે અને બધા સાથે મળીને ખુશી મનાવશો. તેમજ પરિવારની એકતા આગળ વધતી જોઈ શકાશે. આ વર્ષે રાજયોગ જેવો પરિવારનો યોગ પણ એક બની રહ્યો છે. વર્ષનાં મધ્ય ભાગમાં બે મહિના સાચવીને વાતાઘાટો કરવી. જેથી કરીને નાનીમોટી વાતોમાંથી મોટું સ્વરૂપ થાય નહીં. આટલું ધ્યાન રાખવા જેવું છે.

વ્યવસાયમાં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Business 2021

વર્ષ ૨૦૨૧માં વૃષભરાશી વાળાઓ માટે ધંધામાં એકંદરે સારું જોવાશે. વર્ષની શરૂઆતમાં ધંધામાં લાભ થાય તેમજ વર્ષ દરમિયાન ૨,૩ મહિના એવાં આવે કે તમને ખુબ જ મોટો લાભ થઇ શકે. પરંતુ વિશેષ કરીને ધંધામાં વર્ષ દરમિયાન મહેનત વધારે કરવી પડે અને પ્રતિસ્પર્ધીઓથી સચેત રહેવું પડે ભાગ્યની સાથે કર્મ પણ જરૂરી છે. ભાગ્યમાં વિશેષ લાભ છુપાયેલા છે પરંતુ કર્મ કરો તો તે લાભ ઉદઘાટ્ય થાય છે યાની ખુલે છે. ધંધામાં નફો પણ સારો મળશે. જે ધંધા માટે સ્ટાર્ટપ કરવાનું હોય તો તેમના માટે સારું ફંડીગ મળી રહેશે.

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ?Job 2021

વર્ષ ૨૦૨૧માં નોકરી બાબતે જોતાં વૃષભરાશિ વાળાઓ માટે ના તો વધારે ખરાબ જશે કે ના તો વધારે સારું જશે પરંતુ વર્ષ નોકરીમાં મિશ્રફળ આપનારું બની રહેશે. જે જાતકોને નોકરી નથી તેમને નોકરી મળશે. તેમજ જે નોકરી મળે તે સ્વીકારી લેવી પડશે. જો નોકરી ના સ્વીકારો તો વર્ષ દરમિયાન નાણાંકીય કઠિનાઈ વધારે સહન કરવી પડે એવાં યોગ બની રહ્યા છે. જેથી ઓછા વેતનવાળી નોકરી એક વખત સ્વીકારી લેવી જોઈએ. સપ્ટેમ્બર પછીનો સમય નોકરી માટે વધારે સારો પુરવાર થશે. વિદેશમાં પણ નોકરીનાં યોગ બને તેવા ગ્રહ સંકેત છે.

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ?

Marital life, Marriage, Love Relation 2021

વૃષભરાશી વાળાઓ માટે વર્ષ ૨૦૨૧માં દાંપત્યજીવનમાં જોતાં પતિ-પત્ની વચ્ચે મધુર સબંધ જોવાશે. પત્ની તરફથી પતિને વ્યવસાય ક્ષેત્રમાં સાથ અને સહકાર મળશે. પત્નીની મદદને લીધે આવકમાં વધારો કરી શકશો. તેમજ જો તમે સંતાન માટેનું ઈચ્છતા હોય તો ૨૦૨૨ માં સંતાનની પ્રાપ્તિ થાય તે રીતે સમય નક્કી કરવો. વર્ષનાં મધ્યભાગ પછી સામાન્ય દાંપત્યજીવનમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ શકે. પરંતુ વર્ષના અંતિમ ભાગમાં એકંદરે દાંપત્યજીવનનું સુખ વધારે સારું જોઈ શકાશે શુક્રની સ્થિતિનાં આધારે જોતાં પતિ-પત્ની વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોય તો તેનું પણ સમાધાન થઇ જશે. ટુંકમાં વર્ષ ૨૦૨૧નું દાંપત્યજીવન સફળ રહેશે.

લગ્નયોગથી જોતાં ૨૪ ડીસેમ્બર પછીથી યુવક-યુવતીઓ માટે વિવાહયોગ બની શકે. તેમજ પ્રેમ સંબંધોમાં વર્ષ બહુ સારું નહીં બહુ ખરાબ નહીં તેવું જોઈ શકાશે. પરંતુ જે લોકો કેટલા સમયથી રાહ જોઇને એકલાં બેઠેલા છે તેમને માટે પ્રેમ સંબંધનાં યોગ પ્રબળતા વાળા જોવાય છે. અને જે પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા ઈચ્છતા હોય તેઓને માટે બંને પક્ષ દ્વારા રજા મળે અને લગ્નનાં બંધનથી બંધાય. પરંતુ વર્ષ દરમિયાન ધૈર્ય અને ધીરજ બંને રાખવું જરૂરી છે. જો લગ્ન કરવાની ઉતાવળ કરશો તો લગ્ન ના પણ થઇ શકે તેથી ધીરજ રાખી કામ કરવું.

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

વૃષભરાશીનાં જાતકો માટે વર્ષ ૨૦૭૬નાં આસો માસ સુધી જોતાં આસો માસ સુધીનો સમય નરમ-ગરમ રહ્યો તેમાં આસો માસ વધારે ભારે રહ્યો પરંતુ વર્ષ ૨૦૭૭માં કારતક મહિનાથી તબિયત સુધારા પર આવતી હોય તેવું જોઈ શકાય અને શરૂઆતનો સમય સ્વાસ્થ્ય માટે સારો જોવાય છે. સારી રીતે શરૂઆત થાય પરંતુ ઋતુગત ઋતુનાં આધારે નાની બીમારીઓ થઇ શકે. પરંતુ કોઈ મોટી ગંભીર બીમારી થઇ શકે નહીં. એપ્રિલનાં પછીનો સમય મોટી બીમારીથી ગહેરાઈ જવાય જેથી સાવધાની રાખવી. શનિ અને બુધ આરોગ્યને માટે શુભ જોવાતા નથી. શરીરને મોટી હાનિ પહોંચી શકે. ચિંતા રહે અને આરોગ્ય સુખાકારીમાં ખર્ચ વધારે થાય. પડે-પડે પૈસાની જરૂર પડે. બને ત્યાં સુધી સાવધાની રાખવી. વધારે મહેનત કરવી નહીં અને ચિંતા બિલકુલ કરવી નહીં. વ્યર્થની ચિંતા તેમજ વધારે મહેનત તમારા માટે વધારે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશર, પેટનાં રોગ વિગેરેથી જો તમે પીડાતા હોય તો તમારાં માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. મધ્યભાગમાં સંક્રમણ થાય. આપનાં માટે ઉપાય બિમારીથી બચવા માટે હનુમાનજીની પૂજા કરાવો અને મંગળવારનાં દિવસે માછલીને દાણા અથવા લોટની બનાવેલી ગોળીઓ ખવડાવો. તેથી આવનાર વિપત્તિમાં મુક્તિ જોવાશે.

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

વર્ષ ૨૦૨૧માં સંતાન તરફથી નાનીમોટી શિકાયત રહેશે. તેમજ સંતાન તરફ ધ્યાન આપવું જરૂરી છે અને નાનાં બાળકો હોય તો વધારે ધ્યાન આપવું. અભ્યાસ કરતાં બાળકોને વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સંતાનનાં આરોગ્યની ચિંતા પણ રહે. વિદેશ જવા માટેના યોગો સંતાન માટે બની શકે. તમારા સંતાનો પોતાની કારકિર્દી દ્વારા નામ રોશન કરનાર બને.

વૃષભ રાશીફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વૃષભરાશિ માટે આ સમય સમવિષમ જોવાશે. પરંતુ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતો જોવાશે. ઉત્તમ સંકેત પણ મળે અને વિદેશ યાત્રાનો યોગ બને. નવો વ્યાપાર શરૂ કરી શકો. ધંધામાં સારા લાભ મળે, આવક સારી જોવાય. ભાગ્ય અને મહેનત બંને સાથ આપશે. કોઈ કાર્યમાં ફંડીગ કરો તો તેનું ફળ સારું પ્રાપ્ત થાય વાહન ખરીદવાના યોગ બને નવું વાહન આવે. ફ્લેટ અથવા પ્લોટ ખરીદી શકો તેવા પણ યોગ બને. વિદ્યાર્થીનાં માટે પણ સારું છે. વર્ષ ૨૦૨૧માં એકંદરે જોતાં અતિ ઉત્તમ વર્ષ છે. રાહુની ઉપાસના તથા મંગળની ઉપાસના કરવાથી વિશેષ લાભ થશે.

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮ 

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें