astrogujartilogo

વૃશ્ચિક રાશી :  (ન,ય)

વૃશ્ચિક રાશિ 2021 Vrushchik rashi bhavishy 2021 gujarati

વિક્રમ સંવત ૨૦૭૭નું વર્ષ આપનાં માટે સારું પુરવાર થશે તેવા ગ્રહ સંકેત છે. ગુરુ તમારા બીજા ધન સ્થાને રહેતા તથા તા.૨૦/૧૧/૨૦ થી તમારા પરાક્રમ સ્થાને આવશે ત્યારબાદ તા. ૫/૪/૨૧ થી ગુરુ તમારા સુખ ભાવમાં આવશે અને તા. ૧૯/૯/૨૧ પછી વક્રી ગુરુ પાછો તમારા પરાક્રમ સ્થાને આવશે. શનિ આખું વર્ષ તમારા ત્રીજા સ્થાનમાં રહે છે. રાહુ આખું વર્ષ તમારા સાતમા સ્થાનમાં રહે છે. કેતુ આખું વર્ષ તમારી રાશીમાં રહે છે. મંગળ પાચમાં સ્થાનથી ભ્રમણ કરીને બારમાં વ્યય ભુવન સુધી રહે છે. વર્ષારંભે બુધ તુલારાશીથી ચાલુ થઈને આખું વર્ષ રહી વર્ષાઅંતે સૂર્ય મંગળ સાથે બારમાં ભાવમાં તુલારાશીમાં આવી જાય છે શુક્ર કન્યા રાશીમાંથી શરૂ થાય છે. ગગન મંડલમાં વિહરતા ગ્રહો જોવા મળી શકે અને તે ગ્રહો કેવી રીતે સ્પર્શી જાય છે સ્પર્શ કરવાથી શું લાભ મળે છે કે શું મુશ્કેલી થાય છે તે જોઈ શકાય છે. જીવનનાં સૂચવતા પ્રશ્નો માટે વર્ષ ૨૦૨૧નું વર્ષ નીચે મુજબ છે.

૨૦૨૧માં શું કહે છે તમારું ભાગ્ય?

૨૦૨૧માં વૃશ્ચિકરાશીનાં જાતકોને આવક કેવી રહેશે ? Vrushchik rashi finance and income 2021

નાણાંકીય દ્રષ્ટિ એ વર્ષ એકંદરે સારું રહેશે. મહેનત ઘણી કરવી પડશે સટ્ટાકીય પ્રવૃત્તિથી જોડાયેલા રહેશો ભાગ્યબળ તમને સાથ આપતું જોઈ શકાશે. વર્ષની શરૂઆતનાં ત્રણ મહિના ધીરે-ધીરે ધંધામાં આગળ વધવાના યોગો બનશે. પરંતુ આ સમયે નાસીપાસ થવાની જરૂર નથી. એપ્રિલ પછી ધંધામાં સારું રહેશે તેવા યોગો છે. હરીફવર્ગ અને હાથ નીચેનાં માણસોનું ધ્યાન રાખવું જરૂરી છે નોકરીમાં પણ સારું રહેશે. પોતાનાં પત્નીની સાથે ભાગીદારીમાં ધંધો કરતાં હોય તો લાભ સારો જોવાય. ટુંકમાં આ વર્ષે ભાગ્ય સાથ આપશે આવક સારી રહેશે વ્યય બાબતે જોતાં યાત્રામાં ખર્ચ થશે. બાળકોને ભણાવવા પાછળ ખર્ચ થશે મકાનનાં યોગ બને તેમાં પણ ખર્ચ થાય.     

૨૦૨૧માં પારિવારિક સુખ કેવું રહેશે ? Family happiness 2021

પરિવારનું સુખ એકંદરે સારું જોવાય છે. માતા-પિતાથી સારા લાભ થાય તેમજ મોસાળ પક્ષથી પણ લાભ થાય પરિવારમાં બધા હળીમળીને રહે તેવા યોગો જોવાય છે. પરિવારનાં બધા સભ્યો ભેગા મળીને એક કરતાં અનેક પ્રકારનાં ધંધાઓ કરે તથા તેમાં કોઈ નોકરી પણ કરતુ હોય તો આ બધા મળીને વર્ષ દરમિયાન સારી એવી આવક ઉભી કરી શકે તેવા યોગો જોઈ શકાય છે. પોતાનું કાર્યક્ષેત્ર અને કર્મક્ષેત્ર બંને જગ્યા પર પરિવારનાં સભ્યો હાજરી આપીને પોતાની ફરજો હંમેશા પૂરી કરવા માટે તત્પર રહે પરિવારમાં એકબીજાની ભૂલો હોય તો તે ભૂલોને ભૂલી જાય અને પરિવારનું હિત જુએ અને આગળ વધે. બીજાનાં તરફથી રહેતી ફરિયાદોનો જવાબ પરિવારનાં દરેક સભ્યો એકજૂથ થઈને આપે પરિવારની એકતાનાં કારણે સમાજમાં માન-સન્માન વધે તથા પ્રસંગોપાત પરિવારની વાહવાહ બોલાય તથા મિત્ર કે સગાસંબંધીને મદદ કરવાની હોય તો તેમાં પણ આ પરિવાર એટલેકે વૃશ્ચિકરાશી વાળાનો પરિવાર તત્પર રહે તેવા યોગો વર્ષ ૨૦૨૧માં જોઈ શકાય છે.       

વ્યવસાય માં કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? 2021 Business

વર્ષ ૨૦૨૧માં વ્યાપારની દ્રષ્ટિએ જોતાં વ્યાપારમાં સારો એવો લાભ થઇ શકે તેમ છે વર્ષ ૨૦૨૧ આપનાં માટે વધારે સારું પુરવાર થાય તેવા યોગો બની રહ્યા છે. ધંધા માટે માલ ખરીદીમાં પણ સારો એવો લાભ થાય અને વેચવામાં વધારે નફો મળે અનાજ કરીયાણાનો ધંધો તેમાં દરેક પ્રકારનાં ખાદ્ય પદાર્થો આવે તેમાં વધારે સફળતા મળે અને મૂડી રોકાણ કરેલું હોય તેમાં લાભ મળે એકંદરે ઘણો સારો ફાયદો મળી રહેવાના યોગો બની રહ્યા છે થોડું હરીફોથી સાચવવું પડે સાથે-સાથે ધંધામાં આ વર્ષે તમારે જોખમ ઉઠાવવું પડશે જો જોખમ નહિ ઉઠાવો તો ધંધો ચાલશે નહિ માટે ધંધામાં જોખમ ઉઠાવી ને કામ કરવું અને જો જોખમ ઉઠાવશો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ થશે નહિ તેવા યોગો બની રહ્યા છે. નાણાંકીય લેવડ-દેવડ આ વર્ષે વધારે રહેશે જેથી હિસાબ કિતાબમાં ધ્યાન રાખવું જરૂરી છે તેમજ અગત્યનાં હિસાબોમાં જાતે ધ્યાન આપી અને કાર્ય કરવું પોતાનાં આત્મસંતોષ માટે પણ હિસાબ કિતાબ જોઈ લેવા જે જાતકોને નવો ધંધો કરવાનો છે તેમને પણ આ વર્ષે સારો એવો ફાયદો થશે તેવા યોગો છે.

નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે ૨૦૨૧નું વર્ષ ? Job 2021

નોકરિયાત વર્ગ માટે જોતાં વર્ષ ૨૦૨૧માં નવા મુકામો પર આપ પહોચી શકો તેવા યોગો બતાવે છે. વર્ષ ૨૦૨૧માં નોકરીની તકો સારી જોવાય ઉચ્ચપદ પ્રાપ્તિ માટે જે જાતકોએ મહેનત કરેલી છે તે જાતકોને ઊચીપોસ્ટ ઉપર નોકરી મળે તેવા પણ યોગો વર્ષ ૨૦૨૧માં જે જાતકોની નોકરી ચાલુ છે તેમને પદપ્રાપ્તિ એટલેકે પદોન્નતી માટેનાં યોગો બને. નોકરીમાં બદલી બઢતી થઇ શકે મે, જૂન, જુલાઈમાં પ્રબળ યોગો જોવાય છે. આવકમાં વૃદ્ધી થાય અને નોકરીમાં યશ, કીર્તિ, પ્રતિષ્ઠામાં પણ વધારો થઇ શકે તેવા યોગો જોવાય છે.          

દાંપત્યજીવન, લગ્નયોગ, પ્રેમ સંબંધ વર્ષ ૨૦૨૧ ?

Marital life, Marriage, Love Relation 2021

વૈવાહિક જીવન જોતાં દાંપત્યજીવનની વાત કરીએ તો બહુ સારી રીતે દાંપત્યજીવન પસાર થશે. શુક્રની સ્થિતિ જોઇને એવું કહી શકાય કે દાંપત્યજીવનમાં આ વર્ષે ઘણાં સારા યોગો બની શકે. પતિ-પત્ની વચ્ચે વધારે પ્રેમ વધે અને એકબીજાની નજીક પતિ-પત્ની વધારે રહે તેવા યોગ બને છે. એકબીજાની તાકાત બને તેવા પણ યોગો બને છે. પતિ-પત્ની એકબીજાને સાથ અને સહકાર આપતા પણ જોઈ શકાય. બંને જણ બીજા એ કહેલી વાતો બિલકુલ સાંભળે નહિ અને પતિનાં કહ્યા પ્રમાણે પત્ની બધા કાર્ય કરે તેથી દાંપત્યજીવનનો સુમેળ ગણો સારો જોવાય આ વર્ષમાં નિશ્ચિત રૂપે એવું કહી શકાય કે પતિ-પત્ની નોકરી કરતાં હોય તો નોકરીમાં પણ સારો લાભ થઇ શકે તથા ધંધાઓ કરતાં હોય તો ધંધામાં પણ સારો લાભ મળી શકે આર્થિક ક્ષેત્રથી જોતાં નાણાંકીય સુખ મજબુત બને. બંને વચ્ચે સક અને શંકા રહે નહીં એકબીજાને પુરક થઇ વર્ષ ૨૦૨૧નું પસાર કરે તેવા યોગો જોઈ શકાય છે. પ્રેમ સંબંધોમાં જોતાં વૃશ્ચિકવાળા જાતકોને આ ક્ષેત્રમાં આ વર્ષ સારું જોઈ શકાશે. શરૂઆતનો સમય જાન્યુઆરી, ફેબ્રુઆરી સારો રહેશે માર્ચ મહિનામાં બંનેનાં માટે પ્રેમ સંબંધોમાં હેરાન થવાશે પરંતુ સાથે-સાથે મે મહિના પછી સકારાત્મક પરિવર્તન જોઈ શકાશે. સકારાત્મક પરિવર્તન આવવાથી પ્રેમ સંબંધોમાં ખુશીનો માહોલ રહેશે. પરંતુ જો જન્મનાં ગ્રહોમાં શુક્ર ગ્રહ પૂર્ણરીતે શુભ ના હોય તો તમારા સાથી મિત્રનો બદલેલો સ્વભાવ અને વ્યવહાર બંને વસ્તુને તમે સમજી શકો તેવી રીતે તમારી નજર સમક્ષ તમે જોઈ શકશો. પ્રેમ સંબંધોમાં જે જાતકોને લગ્ન કરવા માટેનો પ્લાન નક્કી કરેલો હોય તે જાતકોને વર્ષ ૨૦૨૧માં લગ્ન માટેના યોગો બની શકે. જે જાતકોને પ્રેમ સંબંધોમાં અત્યાર સુધી કઈક ને કઇક રીતે મુશ્કેલીઓ પડી હતી તે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય તામારા સાથી તમને પૂરેપૂરો સાથ આપે તેવું પણ જોઈ શકાય. પરંતુ કઇક ને કઈક રીતે પ્રેમ સંબંધોમાં તિરાડ પડી જાય નહિ તેનુ પણ સાથે ધ્યાન રાખવું જરૂરી છે લગ્ન માટે યોગો પ્રબળ જોવાય છે.   

સ્વાસ્થ્ય રાશીફળ ૨૦૨૧? Health 2021

વૃશ્ચિકરાશી વાળા જાતકોનું સ્વાસ્થ્ય ૨૦૨૧માં સમ જોવાશે. વૃશ્ચિકરાશી વાળા જાતકોના સ્વાસ્થ્ય બાબતે જોતાં વર્ષની શરૂઆતમાં પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ શકે તેવા યોગો બની રહ્યા છે. સાથે-સાથે કફ પ્રકૃતિ પણ થાય વૃશ્ચિક વાર્ષિક રાશિફળ વર્ષ ૨૦૨૧નાં પ્રમાણે વૃશ્ચિકરાશીનાં જાતકોને માટે શરૂઆતી સમય એટલેકે માર્ચ થી મે અને જૂનનાં અંતિમ ભાગ સુધી સ્વાસ્થ્ય બાબતે જોતાં બહુ સારું જોઈ શકાતું નથી જેથી જુના દર્દો હોય અથવા તો દર્દોથી પીડાતા હોય તો તમારે આ વર્ષે ખાસ કરીને ખાસ ધ્યાન રાખવું તે જરૂરી છે કારણકે સ્વાસ્થ્યને લઈને મોટી સમસ્યાનો સામનો તમારે કરવો પડે એવાં પણ યોગ બની રહ્યા છે. જ્યારે ગરમીની ઋતુ એટલેકે ઉનાળો હોય અથવા તો ગરમ પ્રદેશમાં તમે રહેતા હોય તો રેગ્યુલર રીતે ડોક્ટરની પાસે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કારણકે તમને કહ્યું તે પ્રમાણે શરૂઆતનો સમય સ્વાસ્થ્ય માટે સારો જોઈ શકાતો નથી. પરંતુ ઓગસ્ટ પછીનો સમય તમે સારો જોઈ શકશો અને તબિયતમાં ધીરે-ધીરે સુધારો જોઈ શકાશે આ સમય દરમિયાન સામાન્ય બીમારી થાય પરંતુ વિશેષ બિમારીનાં કોઈ યોગ છે નહીં.   

સંતાન સુખ અને અભ્યાસ ૨૦૨૧? Child and Education 2021

સંતાન સુખ બાબતે જોતાં એકંદરે સમ જોવાય છે સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે અથવા જે સંતાન હોય તેનાથી તમારે દુઃખ પણ સહન કરવું પડે. વિદ્યાર્થી વર્ગને માટે એટલેકે વૃશ્ચિકરાશીનાં વિદ્યાર્થીને જોતાં વિદ્યાઅભ્યાસમાં સારા યોગો જોવા મળે ભણવામાં રુચી રહે તેમજ નવા મુકામ પર પહોચવા માટેની તકો પ્રાપ્ત થાય એટલેકે પરીક્ષામાંથી સફળ થવાય. પરંતુ આ વર્ષે વધારે મહેનત અભ્યાસમાં કરવી પડે જો વધારે મહેનત તમે ના કરો તો પરીક્ષાનાં પરિણામ સારા મળી શકે નહિ તેમજ સફળતા તમારાથી દુર જતી હોય તેવું તમે જોઈ શકો. જેથી પૂર્ણ રીતે મહેનત કરવી અભ્યાસમાં પુરતું ધ્યાન આપવું

સમયસર વાંચન કરવું અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું સાથે-સાથે તમારે સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્તિ માટે ઓમ ઐમ નમઃ નો જપ કરવો તે આપને વિશેષ ફળદાયી બનશે તેવા ગ્રહ સંકેત છે.

વૃશ્ચિકરાશી ફળ ૨૦૨૧ નિષ્કર્ષ

વૃશ્ચિકરાશી વાળાઓને વર્ષ ૨૦૨૧માં સારા પરિણામો મળશે સાથે-સાથે આવતી નાનીમોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી પડશે ભગવાન શિવનું આરાધન કરવું પડશે વર્ષ દરમિયાન નિત્ય પૂજન અર્ચન કરવાથી અધિક ફાયદો થશે અને તે ફાયદાને તમે જોઈ શકશો. બાળકોને માટે અભ્યાસ કરાવવા માટે ખર્ચ થશે. દાંપત્યજીવન અને પ્રેમ સંબંધોમાં સ્વર્ણિમ વર્ષ છે. બંને ક્ષેત્રમાં અપાર સફળતાઓ મળશે તેવા યોગો બની રહ્યા છે.  

ચંદ્રેશ પી. ભટ્ટ

વલ્લભ વિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮